Abtak Media Google News

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પત્ર પાઠવીને ન્યાયતંત્રમાં ઝડપ લાવવા કરેલા વિવિધ સુચનો

ન્યાયમાં થતાં વિલંબ પણ અન્યાય જ ગણાય દેશમાં ન્યાયપાલિકાઓ અને ખાસ કરીને વડી અદાલતોની બંધારણીય કાર્યશકિત વધુ વિસ્તૃત બનાવવાની આવશ્યકતા અંગે ન્યાયતંત્રમાં જરુરી સુધારાઓ અને હાઇકોર્ટમાં પ્રર્વતતી ન્યાયધીશોની અછતને નિવારવા ન્યાયધીશોની નિવૃતિ વય મર્યાદા ૬ર વર્ષમાંથી વધારેને ૬પ વર્ષ કરવાના હિતના જરુરી સુધારાઓ માટે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર પાઠવ્યો છે.

વડાપ્રધાને પાઠવેલ પત્રમાં ન્યાયતંત્રની ગતિશિલતા વધારવાની જરુરીયાત ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે. પડતર કેસોની સમસ્યાના ઉકેલની માંગ તરીકે તેમણે જણાવ્યુઁ હતું કે રપ વરસથી વધુના સમયથી પેન્ડીંગ રહેલા કેસોની ટકાવારીની ગણતરી કરીએ તો ર૬ કેસો રપ વરસથી વધુ  ૧૦૦ કેસો ર૦ વર્ષ થી વધુ, ૫૯૩ કેસો પંદર વરસથી વધુ અને ૪૯૭૭ કેસ ૧૦ વર્ષથી વધુમાં સમયથી પેન્ડીંગ પડયા હોવાનું સ્થિતિ પ્રવર્તી રહી છે. આ પરિસ્થિતિના નિવારણ માટે હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓની વયમર્યાદા વધારવી જરુરી છે.

સુપ્રિમ કોર્ટમાં પેન્ડીંગ કેસની સંખ્યા ૪૮૬૬૯ એ પહોંચી છે.

સુપ્રીમ કોર્ટમાં બંધારણ સમીક્ષા ન્યાય તંત્રની આંતરીક વ્યવસ્યાના પ્રશ્ર્નનાઉકેલ માટે પાંચ ન્યાયમૂતિઓની બંધારણ્ય બેંચ ની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું. ૧૯૮૮ માં આવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિઓની સંખ્યા ૧૮ થી ૨૬ કરવામાં આવી હતી પરંતુ બે દાયકાથી તેમાં કોઇ વધારો કરવામાં આવ્યો નહતો. ૨૦૦૯ માં ન્યાયમૂર્તિઓની સંખ્યા કરવામાં આવી હતી. પડતર કેસોની પ્રક્રિયા ધીરી ચાલતી હોવાથી ર૦૦૭ માં પડતર કેસોની સંખ્યા ૪૧૦૭૮ હતી અત્યારે આ આંકડો ૫૮૬૭૯ એ પહોચ્યો છે.

વડાપ્રધાનને પાઠવેલા પત્રમાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટમાં ન્યાયધીશોની સંખ્યા વધારવાની અગ્રિમતા આપવા મારી વિનંતી છે. લોકોને સમયસર ન્યાય મળે તે માટે આ વ્યવસ્થા જરુરી છે. ર૦૦૭માં મુખ્ય ન્યાયમૂર્તિ એ હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિની સંખ્યા વધારવા સરકારને જણાવાયું હતું. એક દાયકાથી હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિઓની ઘટ્ટ ચાલી રહી છે. ૧૦ વર્ષમાં હાઇકોર્ટમાં ન્યાયમૂતિઓની જગ્યા ૮૯૫ માંથી ૧૦૭૮ કરવામાં આવી છે. પરંતુ સુપ્રીમ કોર્ટમાં પ્રમાણસર વધારો થયો નથી. બીજા પત્રમાં મુખ્ય ન્યાયમૂર્તિ ન્યાયધીશોની વયમર્યાદા હાઇકોર્ટ માટે ૬૨ માંથી ૬૫ વર્ષ સુપ્રીમ કોર્ટના ન્યાયધીશોની વય મર્યાદા ૬૫ થી ૬૭ કરવાની વિનંંતી કરવામાં આવી છે.  મુખ્ય ન્યાયમૂતિએ ન્યાય તંત્રમાં પ્રર્વતતી રહેલી ન્યાયાધીશોની અછતથી ન્યાયતંત્રમાં ખુબ જ અસર જોવા મળી રહી છે. ર૪ હાઇકોર્ટમાં અત્યારે ૩૯૪ ન્યાયધીશો કાર્યરત છે. અને હજુ ૩૭ ટકા ની ઘટ્ટ ચાલી રહી છે. અત્યારેની પરિસ્થીતી જોવા જઇએ તો હાઇકોર્ટના ન્યાયધીશોની વય મર્યાદા ત્રણ વર્ષ વધારવી જોઇએ વય મર્યાદા ૬૫ થી ૬૭ વર્ષ કરવી જોઇએ. અત્યારે સુપ્રિમ અને હાઇકોર્ટના કેસોના ખડકલા ઓછા કરવા માટે ન્યાયધીશોની સંખ્યા સુચન કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.