Abtak Media Google News

ભુજના નળવાળા સર્કલ પાસે ભાડાની દુકાનમાં ઈંગ્લીશ દારૂની બોટલો રાખી વેચાણ કરનાર બુટલેગરને ઝડપી પાડી પોલીસે રૂ. ૩૩૬૦૦ ની ૧૬૮ બોટલ વિદેશી દારૂની બોટલો કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નળવાળા સર્કલ પાસે ભાડાની દુકાનમાં ઈંગ્લીશ દારૂનું  વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ પંકજ કુમાર કુશવાહની ટીમને પેટ્રોલિગ દરમિયાન મળતા પોલીસ સ્ટાફ સાથે દરોડો પાડી આરોપી મકનસિંહ બળવતસિંહ વાઘેલા (રહે. ચિભળા ગામ, દિયોદર જિલ્લો)ની ધરપકડ કરી ભાડાની દુકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નગ ૧૬૮ કિંમત રૂ. ૩૩૬૦૦ની કબ્જે કરી સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.