Abtak Media Google News

આ રસ્તા પરથી ગામલોકો ચોટીલા અવર જવર કરે છે : ૨૦૧૭ માં ભારે વરસાદ ના કારણે આ પુલ તુટી ગયો છે.

ચોટીલા તાલુકા ના ચિરોડા ( ભાદર ) ગામ ના રસ્તા પર આવેલ કોઝવે સન ૨૦૧૭ માં આવેલા ભારે વરસાદ ના કારણે તુટી ગયો છે જેના કારણે આગામી ચોમાસા માં વરસાદ ના કારણે આ રસ્તા પર પાણી ભરાય તો ચિરોડા ગામ ચોટીલા થી સંપર્ક વિહોણુ થઇ જાય જેથી આ કોઝવે ને ચોમાસા પહેલા મોટો બનાવવા તાલુકા કોંગ્રેસ પ્રમુખે લેખિત માંગણી કરી છે.

ચોટીલા તાલુકા ના ચિરોડા ( ભાદર ) ગામ ના કોઝવે પર થી આ ગામ ના લોકો ચોટીલા અવર જવર કરતા હોય છે. પણ ૨૦૧૭ માં ચોટીલા પંથક માં થયેલા ભારે વરસાદ ના કારણે આ પુલ તુટી ગયો છે. આ અંગે વારંવાર રજુઆત પણ કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી આ કોઝવે નું મરામત કાર્ય બે વર્ષ પુરા થયાં છતાં કરવામાં નથી આવ્યું.

આ અંગે ચોટીલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમાભાઇ બાવળીયા એ બે દિવસ પહેલાં સુ.નગર માર્ગ મકાન વિભાગ ને લેખિત રજુઆત પણ કરી છે. ચિરોડા ( ભાદર ) ગામ ના કોઝવે પર થી પસાર થતો આ રસ્તો ચોટીલા આવવા જવા માટે ગામલોકો માટે મુખ્ય અને એકમાત્ર આધાર સ્તંભ છે ત્યારે ચોમાસા માં વરસાદ ના કારણે આ બિસ્માર કોઝવે ઉપર પાણી ભરાઇ જવાના કારણે ચિરોડા ( ભા) ના ગામલોકો નો ચોટીલા સાથે સંપર્ક બીલકુલ બંધ થઇ જાય તેવી દહેશત ઉભી થઇ છે ત્યારે આગામી ચોમાસા પહેલા જો આ કોઝવે મોટો કરી ને મરામત કરવામાં આવે તો આ ગામ લોકો ને મોટી રાહત મળે તેમ છે.આ અંગે સુ.નગર માર્ગ મકાન વિભાગ ના અધિકારી ઉદયભાઇ દવે એ જણાવ્યું હતું કે આ કોઝવે અંગે અગાઉ દરખાસ્ત મોકલવામાં આવી હતી પણ નામંજુર થઇ હતી તેમ છતાં હજુ ફરી એક વાર દરખાસ્ત મોકલવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.