છોટા બચ્ચા જાન કે હમકો ના સમજાના રે…

લોકડાઉનમાં બાળકોનાં તોફાનોની સાથે ‘સમજદારી’નો અનુભવ કરતા પેરેન્ટસ: વાલીઓની ધીરજ વચ્ચે બાળકોએ સંગીત, ડ્રોઈંગ, ડાન્સ સહિતની કલાઓ શીખી

કોરોનાની મહામારીના કારણે સમગ્ર દેશ થંભી જવા પામ્યો છે. ત્યારે હાલમાં બધા લોકોએ ઘરના મોભીની વાત કરી છે. કે તેઓના ધંધા વ્યવસાય બંધ થઈ ગયા, ગૃહિણીની વાત કરી કે તેમનું કામ અચાનક જ બમણું થઈ ગયું પરંતુ કોઈએ બાળકોની માનસીક સ્થિતિ શું છે ? ઉપરાંત તેઓ કંઈ રીતે પોતાનો સમય પસાર કરી રહ્યા છે. તે અંગે અબતક દ્વારા વિશેષ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં જાણવા મળ્યું કે આ સમયમાં અમુક બાળકોએ તબલા શિખ્યા તો અમુકે કંઈક ડ્રોઈંગ ડાન્સ, ડાન્સ શિખ્યા ત્યારે અમુક બાળકોએ માત્રને માત્ર જલસા જ કર્યા છે. ખાસ તો અબતકની ટીમ દ્વારા ઝુંપડપટ્ટીથી લઈને બંગલાઓમાં રહેતા તમામ બાળકોની મુલાકાત લઈ બાળકોની માનસીક સ્થિતિનો તાગ મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે.

અત્યારે માસ્ક પહેર્યા વગર બહાર જઈએતો પોલીસ ડંડાવાળી કરે: તનીસ્કા

તનીસ્કા નાની ઉંમરમાં જાગૃત નાગરીકની ફરજ બજાવતા કહ્યું કે હાલમાં વારંવાર હાથ ધોવા જોઈએ, માસ્ક પહેરવું જોઈએ, હાથ સેનેટાઈઝ કરવા જોઈએ ખાસ તો આ ઉપરાંત હાલમાં તે ટીવી જોઈ, ડાન્સ કરી સમય પસાર કરે છે. વધુ સમય તે તેનાભાઈ સાથે વિતાવે છે.

દાદરા પરથી ઉતરતા જ તનીસ્કાને ખબર પડી જાય છે કયું શાક બન્યું છે: સ્નેહલ બેન

તનીસ્કાના મમ્મી સ્નેહલબેને જણાવ્યું કે, મારી દિકરીનો સ્વભાવ અન્ય બાળકોથી તદ્ન અલગ છે. તે તેની મસ્તીમાજ હોય છે. ખાસ તો તેને બહારનું ફૂડ જમવું પસંદ જ નથી તેને ઘરમાં બનાવેલ કોબીઝ, ભીંડા અને ભરેલા રીંગણનું શાક ભાવે છે. તનીસ્કા ખૂબજ સ્વાદિપ્રય છે. દાદરા પરથી ઉતરે ત્યાજ સુગંધ પરથી તેને ખબર પડી જાય છે મે કયુંં શાક બનાવ્યું છે.

હું રૂમમાંથી બધા રમકડા કાઢુ તો મમ્મી ખીજાય: પ્રિન્સ નથવાણી

સીનીયર કે.જી.મા અભ્યાસ કરતા પ્રિન્સ નથવાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલમાં તે ઘરમાં બાઈક,  કાર, સ્લાઈડીંગમાં સમય વિતાવે છે. ‚રૂમમાંથી રમકડા કાઢુ તો મમ્મી ખીજાય છે. કે રમકડા કેમ બારે કાઢેશ અને ઘરની બહાર પણ નથી જવા મળતું.

પ્રિન્સના તોફાનો કયારેક એટલા વધી જાય છે કે મારે પણ રોવું પડે છે: તેજલ નથવાણી

પ્રિન્સ આખો દિવસ ફોન લઈ બધાને ફોન કર્યા કરે છે. ખાસ તો હાલમાં ઘરમાં તે ખૂબજ તોફાન કરે છે. બહારનું જમવાનો તે શોખીન છે. જેથી હવે તેને ઘરે બધુ જમાડીઓ છીએ આ ઉપરાંત ઘણીવાર એટલો હેરાન કરે છે કે રડવું પડે છે.

હું જમ્મુ-કાશ્મીર નથી ગયો એટલે લોકડાઉન ખૂલ્યા બાદ જમ્મુ કાશ્મીર જઈશ: ઋદ્રરાજ ઝાલા

બજરંગવાડીમાં રહેતા ઋદ્રરાજ ઝાલાએ જણાવ્યું કે, તેમને ફરવાનો ખૂબજ શોખ છે. તેમા પણ આ વેકેશનમાં તેઓ મામાના ઘરે નથી જઈ શકયા તેથી સંપૂર્ણ છૂટછાટ બાદ તેઓ જમ્મુ-કાશ્મીર જવાનું વધારે પસંદ કરશે. ખાસ તો હાલમાં ગરમી પણ ખૂબ છે. તેથી તેઓ જમ્મુ કાશ્મીર જશે.

ઋદ્રરાજની એક્ટિવનેશને કારણે મને સુવા પણ નથી મળતુ: ભકિતબા ઝાલા

ભકિતબાએ જણાવ્યું કે ઋદ્રરાજ રોજ સવારે મોડો જાગે છે. જેથી બપોરે સુવાને બદલે નવું નવું કંઈક ગેઈમ કે ડ્રોઈંગ કરે છે. અને મને પણ સુવા દેતા નથી. જેથી રોજે બપોરે બંને સાથે મળી નવી ડ્રોઈંગ કે નવી પ્રવૃત્તિઓ કરે છે.

અત્યારે સ્કૂલ બંધ છેતો મમ્મી-પપ્પાને મદદ ક‚છું: અલ્પા

૭ વર્ષિય અલ્પા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાલમાં તે શાળાએ જઈ શકતી નથી. ત્યારે તેના મિત્રોને તેને યાદ આવે છે ખાસ તો તેનો પરિવાર રમકડાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ત્યારે અલ્પા તેઓને પણ મદદ‚પ થાય છે.

હાલમાં અલ્પા ભણવાની સાથે કામ પણ કરે છે: સુશીલાબેન

અલ્પાના મમ્મી સુશીલાબેને જણાવ્યું કે અત્યારે રોજે બે કલાક અલ્પાને શિક્ષણ પ્રવૃત્તિ કરે છે. ત્યારે ખાસ તો હાલમાં તે ભણવાની સાથો સાથ મને કામમાં પણ મદદ ‚પથાયછે. અત્યારે તેના મિત્રો સાથે રહીને દિવસ પસાર કરે છે.

લોકડાઉનની નવરાશની પળોમાં તબલા શીખવાનું શ‚કર્યું: મલ્હાર ગોસ્વામી

સામાન્ય રીતે લોકડાઉનમાં બાળકો નવરાશની પળો માણે છે. ત્યારે મલ્હારે એક જીવંત ઉદાહરણ પૂ‚પાડયું છે કે, આ નવરાશના સમયમાં કંઈક નવું કરવાનું વિચારી તબલા શીખ્યા ખાસ તો તેના દાદાની પ્રેરણાથી તેને તબલા વગાડવાની શરૂઆત કરી.

મલ્હાર રોજે યુ-ટયુબ પરથી વાનગીઓ શોધી ફરમાઈશ કરે છે: પુનમબેન ગોસ્વામી

સામાન્ય રીતે બાળકો ફૂડ રસીકો હોય છે. ત્યારે મલ્હાર પણ જમવાનો ખૂબજ શોખીન છે. મલ્હાર યુ-ટયુબ પરથી નવી નવી વાનગીઓ શોધી લાવે છે. જેથી તેના મમ્મી તેમને વાનગીઓ બનાવી આપી આમ હું મલ્હારને રોજે યુ-ટયુબમાંથી તેને ભાવતી વાનગીઓ બનાવી આપું છું.

ઘરે મમ્મી નવુ-નવુ જમાડે છે છતાં પણ બહારના ફૂડની યાદ આવે છે: વેદાંત હીંગુ

નવ વર્ષિય વેદાંત હીંગુંએ જણાવ્યું કે તેઓ ફૂડ રસિક છે. ત્યારે હાલમાં તેમના મમ્મી નિત્ય નવિન ફૂડ બનાવે છે. છતા પણ તેને હંમેશા બહારનું ફૂડ આરોગવાની ઈચ્છા ધરાવે છે. સામાન્ય રીતે તેને મોમોઝ, લઝાનીયા ખૂબજ પસંદ છે. ત્યારે તેના મમ્મી આ વાનગી બનાવે છે.છતા પણ તેને સ્ટ્રીટ ફૂડ જેવો ટેસ્ટ નથી આવતો.

લોઢામાં ચુંબક ચોટે તેમ વેદાંત ફોનમાં વળગ્યો છે: શિતલબેન હીંગુ

વેદાંતના મમ્મી શિતલબેને જણાવ્યું કે, વેદાંત હાલમાં મોબાઈલને વધુને વધુ વળગી રહે છે. જે બાબત યોગ્ય નથી મારે તેને આજ બાબત માટે ટોકવો પડે છે અને વિશેષ તેને અલગ અલગ ફૂડ જમવું પસંદ છે. તો હું તેને બનાવી આપું છું.

આ રીતે આનંદ કયારેય વેકેશનમાં પણ નથી કર્યો: અદિતી પોપટ

હાલના સમયમાં ઘરમાં બધા એક સાથે પૂરાયા છે ત્યારે આ આનંદ અનેરો છે. કારણ કે એકબીજા સાથે હળી મળીને રહેવા મળ્યું છે. અને આ પરિસ્થિતિનું નિર્માણ વેકેશનમાં પણ ન થઈ શકે કારણ કે ત્યારે અલગ અલગ પ્રવૃત્તિ ચાલુ હોવાથી વાલીઓ તેમાં સંકળાયેલા હોય છે.

મારા મેરેજની સી.ડી. જોઈ અદિતી કહે મમ્મી આમાં હું કયાં છું?!

આખો દિવસ ઘરમાં રહેવાનું હોવાથી વીડીયોગેમ રમી, ફિલ્મો અને મેરેજ સી.ડી. જોઈને સમય પસાર કરીએ છીએ ત્યારે મેરેજની સી.ડી. જોતી વખતે અદિતી કહે મમ્મી આમાં હું કેમ નથી ! એટલે આ વાત હંમેશાને માટે યાદગાર બની ખાસ તો લગ્નના ફોટા જોઈને યાદોને વાગોળવા મળી.

અત્યારે હું ટી.વી. કે મોબાઈલ જોઉ તો પપ્પા મને ખીજાય: નુમા અવાડીયા

નુમા અવાડીયાએ જણાવ્યું કે હાલના સમયગાળામાં ટીવી જોવું. મોબાઈલ જોવું અને જલસા કર્યા હું મારી રીતે મોબાઈલ કે. ટીવી જોવ તો પપ્પા મને ખીજાય હવે એમને કોણ સમજાવે કે આખો દિવસ થોડી ભણાય મને પપ્પા વધારે ખીજાય છે.

નુમાને જીતવું વધારે ગમે છે તેથી તે દરેક ગેઈમમાં ચીટીંગ કરે છે: નૌશાદ અવાડીયા

નૌશાદભાઈ અવાડીયાએ જણાવ્યું કે, નુમાની તમામ ડિમાન્ડ મારી પાસે હોય છે. અને એ તોફાન પણ એટલા કરે છે. જેથી મારે તેને ખીજાવું પડે છે. ખાસ તો અત્યારે અમે નવી નવી ગેઈમ રમતા શિખ્યા ત્યારે નુમા અત્યારે વધારે ને વધારે ચિટીંગ કરે છે.કારણ કેતેને જીતવું જ હોય છે.

હાલનો સમય જૂની યાદો વાગોડીને જૂની રમતો રમી પસાર કરીએ છે: દર્શન રીબડીયા

દર્શન રીબડીયાએ જણાવ્યું કે ઓનલાઈન સ્ટડી કરતા શાળાએ જઈને ભણવું વધારે ગમે છે. ફોનમાં ઘણે બેઠા આરામથી ભણી શકાય છે. પરંતુ તેનો પ્રિય વિષય ગણીત હોવાથી શાળાએ જઈને ભણવું ગમે છે. હાલના સમયમાં જૂની યાદો વાગોડવાનો અને જૂની રમતો રમવાનો સમય મળ્યો છે. જેને અમે સહ પરિવાર માણીએ છે.

દર્શનને સાયકલિંગ માટે રોકવો લોઢાના ચણા ચાવવા સમાન છે: સૌમ્યાબેન રીબડીયા

દર્શનના મમ્મીએ જણાવ્યું કેતેમનો દિકરો ઓનલાઈન અભ્યાસ કરે છે. અને હું પણ તેને અલગ અલગ અભ્યાસ લક્ષી મદદ ક‚છુંદર્શનને હંમેશાથી સાઈકલીંગનો ખૂબજ શોખ છે. ત્યારે અત્યારે તેને ઘરમાં બેસાડી રાખવો ખૂબજ મુશ્કેલ છે. હાલમાં તેને ઘરમાં જ અલગ અલગ રમતો રમાડીને સમય પસાર કરીએ છીએ.

મને નવા નવા કાર્ડ અને ડ્રોઈંગ બનાવવા ખૂબજ ગમે છે: કુંજ નથવાણી

કુંજે જણાવ્યું કે હું મારી સ્કુલમાં હંમેશા નવી નવી એકટીવીટી ક‚રૂ છું મને મારા ફેમેલી મેમ્બરનાબર્થડેમાં કાર્ડ બનાવવા પણ ખૂબજ પસંદ છે. આ સાથે મારા મમ્મી મને ક્રાફટ, ડ્રોઈંગમાં મદદ‚રૂપ પણ બને છે તેથી હું અલગ અલગ પ્રકારનાં ડ્રોઈંગ બનાવું છું.

કુંજની ક્રિએટીવીટીએ ઘરનું ક્રાફટીંગ મટીરીયલ ખુટાડયું: વનિતાબેન

કુંજને ક્રિયેટીવીટીનો એટલો શોખ છે કે તે હંમેશા કંઈક નવુ ક્રિએટીવ કરવા તત્પર રહે છે. ત્યારે હાલમાં ઘરમાં ક્રાફટ પેપર્સ, ગ્લીટર સીટસ પણ ખૂટી ગઈ છે. પરંતુ કુંજની હિંમત નથી ખૂટી તે હવે રેગ્યુલર નોટબુક પેઈઝ પર ડ્રોઈંગ કરે છે.

મને શાળાએ જવું પસંદ છે પરંતુ એક પણ વિષયો ગમતા નથી: રાશી

ધો.૧માં અભ્યાસ કરતી રાશીએ જણાવ્યું કે તેને શાળાએ જવું પસંદ છે. પરંતુ એક પણ વિષય ભણવો ગમતો નથી. પરંતુ તેને શિક્ષકો સાથે વિષેશ લગાવ છે. તેથી તે સૌ પ્રથમ તેના શિક્ષકોને મળશે. આ સમયમાં તે પોતાના મમ્મી પપ્પા સાથે સમય વિતાવી રહી છે.

અત્યારે રાશી કહે છે કે મમ્મા પપ્પા તમે પણ મારી સાથે રમો: ડોલીબેન

રાશીના મમ્મી ડોલીબેને જણાવ્યું કે રાશીને અલગઅલગ રમતો રમવાનો ખૂબજ શોખ છે. રાશી તેના રમકડાથી રમે છે.પરંતુ હાલના સમયમાં તે ઈચ્છે છે કે અમે પણ તેની સાથે રમીએ. હાલનાં સમય બાળકો અને વાલીઓ માટે સુવર્ણ કાળ સમાન છે. જેથી હાલમાં રાશી સાથે અમે નવી નવી પ્રવૃત્તિઓ કરીએ છીએ.

મામાનું ઘર કેટલે? લોકડાઉનપતે એટલે!: પાર્થ પરમાર

ધો.૪માં અભ્યાસ કરતા પાર્થ પરમારે જણાવ્યુંં કે હાલમાં ફોન, ટીવી જોઈને સમય પસાર કરે છે. આ ઉપરાંત તેના ઓનલાઈન કલાસીસ શરૂ ‚હોવાથી રોજ એક કલાક ફાળવે છે. ખાસ તો તારક મહેતા કા ઉલટા ચશ્મા તેનો ફેવરીટ શો છે. અત્યારે વાહન વ્યવહાર બંધ હોવાના કારણે તે તેના મામાના ઘરે નથી જઈ શકયો તેનો અફસોસ છે. લોકડાઉન ખૂલતા પહેલા મામાના ઘરે જઈશ.

શાળાએ જવા કરતા અમારી સાથે રહીને પાર્થ ભણે છે તે વધારે ગમે છે: મનીષા બેન

પાર્થના મમ્મીએ જણાવ્યું કે આ સમય હંમેશા યાદ રહેશે અત્યારે સમગ્ર પરિવાર સાથે મળીને સમય પસાર કરીએ છીએ. ખાસ તો પાર્થ પોતાનો સમય તેના ઓનલાઈન કલાસ અને તેની બહેનો સાથે વિતાવે છે. પાર્થની ખાસીયત એ છે કે તે જરૂ‚રીયાત મૂજબ જ ફોનનો વપરાશ કરે છે. પહેલા તેનાં સમય સંપૂર્ણશાળા અને કોચીંગ કલાસમાં જતો હતો ત્યારે હાલમાં તે અમારી સાથે રહીનેભણે છે તે વધારે ગમે છે.

Loading...