Abtak Media Google News

સમગ્ર વિશ્વમાં બુઘ્ધિમતાની રમતોમાં જે રમતનું અદકેરુ સ્થાન છે. તે ચેસ રમત છે રાજકોટ સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત લેવલે જે સંસ્થાનું ચેસ માટે અગ્રેસર નામછે તે ગેસ્ફોર્ડ ચેસ કલબ દ્વારા આગામી તા. ૧૯-૫ ને રવિવારના રોજ પટેલ સેવા સમાજ, ૪૧-ન્યુ જાગનાથ પ્લોટ ડો. યાજ્ઞીક રોડ રેસકોર્ષ રોડ રાજકોટ ખાતે સ્વ. છગનભાઇ પટેલ ફિલ્મ માર્શલ ટ્રોફી ઓપન સૌરાષ્ટ્ર રેપીડ ચેસ ટુર્નામેન્ટનું જાજરમાન આયોજન સવારે ૮.૩૦ કલાકે રાખવામાં આવેલ છે.

આ ટુર્નામેન્ટમાં બાળકો માટે અન્ડર-૧૧, અન્ડર-૧૬ ઓપન કેટેગરી અને લેડીઝ એમ કુલ ચાર પ્રકારની ચેસ ટુર્નામેન્ટનું આયોજન રાખવામાં આવેલ છે. ઓપન કેટેગરીમાં પ્રથમ ૧ થી ૧પ વિજેતા ખેલાડીઓને કુલ રૂ. ૧૫ હજાર ના રોકડ ઇનામોથી નવાજવામાં આવશે. અન્ડર-૧૧ અને અન્ડર-૧૬ બાળકો માટે પ્રથમ ૧ થી ૧પ વિજેતા ખેલાડીઓને શીલ્ડ આપી તથા લેડીઝમાં પ્રથમ ૧ થી પ ખેલાડીઓને શીલ્ડ આપી સન્માનીત કરાશે. આ ટુર્નામેન્ટ સ્વીસલીગ પઘ્ધતિથી કુલ ૬ રાઉન્ડમાં રમાડવામાં આવશે.

આ ટુર્નામેન્ટના એન્ટ્રી ફોર્મ ગેસ્ફોર્ડ ચેસ કલબ કીરીટ પાન ઘર રાજકોટ (ફોન નં. ૦૨૮૧ ૨૨૨૧૭૪૬) ખાતે ભરીને તા. ૧૭-૫ સુધીમાં જમા કરવાના રહેશે.વધુ વિગત માટે કિશોરસિંહ જેઠવા (મો. નં. ૯૯૨૫૨ ૪૮૨૫૧) નો સંપર્ક કરવો. આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા માટે ગેસ્ફોર્ડ ચેસ કલબના પ્રમુખ નટુભાઇ સોલંકી, સેક્રેટરી કિશોરસિંહ જેઠવા, પૂર્વ સેક્રેટરી હર્ષદભાઇ ડોડીયા, ખજાનચી દિપકભાઇ જાની, સહમંત્રી મહેશભાઇ વ્યાસ, વલ્લભભાઇ પીપળીયા, આર.એમ.સી. કાલીદાસ વ્યાસ, અરવિંદભાઇ માલવી, ડામનેમીક ચેસ એકેડમીના મનીષ પરમાર વન્ડર ચેસ કલબના ગૌરવ ત્રિવેદી અભય કામદાર સતત જહેમત ઉઠાવી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.