કર્ણાટક સામેની મેચમાં ચેતેશ્ર્વરે રણજીમાં સાતમી બેવડી ફટકારી

શેલ્ડન જેકસેનનાં ૧૬૧ રનની મદદે ટીમનો સ્કોર ૫૮૧એ ડિકલેર કરાયો: ટીમ મજબુત સ્થિતિમાં

રાજકોટ ખાતે આવેલા માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફી મેચ રમાઈ રહ્યો છે જેમાં સૌરાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે મેચ રમાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રની ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો જેમાં સૌરાષ્ટ્રે તેની પ્રથમ ઈનીંગમાં ૫૮૧ રન નોંધાવી ૭ વિકેટના નુકસાને ટીમને ડિકલેર કરી હતી જેમાં સૌરાષ્ટ્ર તરફથી ચેતેશ્ર્વર પુજારાએ ૨૪૮ રન નોંધાવ્યા હતા અને રણજી ટ્રોફીમાં ૭મી બેવડી ફટકારી હતી તેની સાથે શેલ્ડન જેકસને પણ ૧૬૧ રનની ઈનીંગ રમી હતી ત્યારે કર્ણાટકની ટીમ પ્રથમ ઈનીંગમાં બેટીંગમાં આવતાની સાથે જ તેને ૧૩ રનમાં ૧ વિકેટ ગુમાવી દીધી છે ત્યારે ચેતેશ્ર્વર પુજારાએ બેવડી ફટકારી સૌરાષ્ટ્ર ટીમને મજબુત સ્થિતિમાં મુકી છે. બેવડી સદી ફટકારતાની સાથે જ ચેતેશ્ર્વર પુજારા નામે અનેકવિધ નવા રેકોર્ડો પણ સ્થાપિત કર્યા છે.

ભારતના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેસ્ટમેન ચેતેશ્વર પૂજારાએ શનિવારે રાજકોટમાં પોતાના કરિયરની ૫૦મી ફર્સ્ટ ક્લાસ સેન્ચુરી લગાવી. આની સાથે જ તે એક ખાસ લિસ્ટમાં શામેલ થયો છે જેમાં પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજો શામેલ છે. સૌરાષ્ટ્રના બેટ્સમેને રણજી ટ્રોફીમાં કર્ણાટક વિરુદ્ધની મેચમાં આ ખાસ સિદ્ધિ મેળવી. માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી આ મેચના પ્રથમ દિવસે નોટઆઉટ ૧૬૨ રન બનાવ્યા. તેણે શેલ્ડન જેક્સન સાથે અતૂટ ભાગીદારી કરી જેનાથી સૌરાષ્ટ્રે ગ્રુપ બીની આ મેચના પ્રથમ દિવસે બે વિકેટે ૨૯૬ રન બનાવી વિશાળ સ્કોર તરફ કૂચ કરી છે. ગાવસ્કર અને તેંડુલકરના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૮૧-૮૧ સેન્ચુરી છે, જ્યારે દ્રવિડે ૬૮ સેન્ચુરી ફટકારી છે. પૂજારા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારો ચોથો એક્ટિવ પ્લેયર છે. તેના સિવાય એલેસ્ટર કુક (૬૫), વસીમ જાફર (૫૭) અને હાશિમ અમલા (૫૨) આ લિસ્ટમાં છે. ભારતીય કેપ્ટન વિરાટના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૩૪ જ્યારે ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેના નામે ૩૨ સદી છે.

Loading...