કૃષિ સહાય બદલ મુખ્યમંત્રીનું હળ અને ગાડાથી સન્માન કરતા ચેતન રામાણી

ગુજરાત સરકારે ચાલુ સિઝનમાં અતિવૃષ્ટિના કારણે થયેલા પાક નુકસાનમાં ખેડૂતોને સહાય પેટે તાજેતરમાં જાહેર કરેલા રૂ.૩૭૦૦ કરોડના પેકેજ, ખેડૂતોને વિવિધ સ્વરૂપે મદદ કરતાં સાત પગલાં ખેડૂત કલ્યાણના, ટેકાના ભાવે પાકની ખરીદી, એપીએમસી એક્ટ કરેલા સુધારા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારે કેન્દ્રમાં ખેડૂતોના હિતમાં પસાર કરેલા ત્રણ કૃષિ બિલના નિર્ણયોને ગુજરાતના ખેડૂતોએ આવકાર્યા હતા. તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોએ રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ તેમજ સૌરાષ્ટ્રના દિગગ્જ ખેડૂત નેતા ચેતનભાઇ રામાણીની આગેવાનીમાં હળ, ગાડુ જેવા સાઘનોની ભેટ આપી સચીવાલય ખાતે આભાર માની સન્માન કર્યું હતું.

Loading...