Abtak Media Google News

ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપરકિંગ્સે (CSK)એ આગામી સિઝન પહેલા કમર કસી છે. CSK દ્વારા 2019ની IPL સિઝન માટે 22 ખેલાડીઓને રિટેન કર્યા છે.

જયારે 2018 માં ચેમ્પિયન ટીમના ત્રણ ખેલાડીઓને CSKએ રિલીઝ કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, અત્યારસુધીમાં ત્રણવાર ચેમ્પિયન બની ચુકેલી CSKની ટીમની નજર હવે ચોથીવાર ચેમ્પિયન બનવા પર છે.

CSK દ્વારા ઈંગ્લેંડના ઝડપી બોલર માર્ક વુડ ઉપરાંત ભારતના કનિષ્ક સેઠ અને ક્ષિતિજ શર્માને પણ રિલીઝ કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, IPLની ફ્રેન્ચાઇઝી ટીમોને 15નવેમ્બર સુધી આઈપીએલ સંચાલન સમિતિને 2019ની સિઝન માટેની નીલામી પહેલા પોતાના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની જાણકારી આપવાની છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.