Abtak Media Google News

હૈદ્રાબાદની સૌથી મોટી તાકાત તેની બોલિંગ ફાઇનલમાં જ ન ચાલી અને ચેન્નાઈએ ૮ વિકેટે મેચ જીતી લીધી

ત્રીજી વાર IPL ટ્રોફી હાંસલ કરતું ચેન્નઈ સુપરકિંગ્સ

શેન વોટસનની શાનદાર સદીની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને આઈપીએલ-૨૦૧૮નું ટાઇટલ જીતી લીધું છે. ચેન્નઈ સુપર કિંગ્સ ૨૦૧૦, ૨૦૧૧ બાદ ત્રીજીવાર આઈપીએલમાં ચેમ્પિયન બન્યું છે. હૈદરાબાદે ચેન્નઈને જીતવા માટે ૧૭૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ચેન્નઈએ ૨ વિકેટ ગુમાવીને હાસિલ કરી લીધો હતો. વોટસને ૫૦ બોલમાં પોતાની સદી પુરી કરી હતી. આઈપીએલની એક સીઝનમાં બે સદી ફટકારનાર વોટસન ચોથો બેટ્સમેન બની ગયો છે. આ સાથે આઈપીએલના ફાઈનલમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. વોટસન ૫૭ બોલમાં ૧૧ ફોર અને ૮ સિક્સની મદદથી ૧૧૭ રન બનાવી અણનમ રહ્યો હતો.

આ પહેલા હૈદરાબાદે શરૂઆત ૪ ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી અને માત્ર ૧૬ રન આપીને ચેન્નઈની એક વિકેટ ઝડપી હતી. ભુવીએ પોતાની બે ઓવરમાં પ્રથમ ૧૦ બોલ ખાલી કાઢ્યા હતા. શેન વોટસને ૧૧માં બોલમાં પોતાનું ખાતુ ખોલ્યું હતું. આ વચ્ચે ચેન્નઈ માટે ગત મેચનો હિરો ફાફ ડુ પ્લેસિસ (૧૦) આઉટ થયો હતો. સંદીપ શર્માને આ સફળતા મળી હતી.

પરંતુ ભુવી અને સંદીપ શર્મા દ્વારા બનાવેલા દબાવને બીજા બોલર્સો બનાવી રાખવામાં નિષ્ફળ રહ્યાં હતા. ઈનિંગમાં ૧૧માં બોલે પોતાનું ખાતુ ખોલનાર વોટસને ૩૩ બોલમાં પોતાની અર્ધસદી પુરી કરી લીધી હતી. રૈના અને વોટસને બીજી વિકેટ માટે ૧૧૭ રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર ૧૩૩ રન હતો ત્યારે રૈના બ્રેથવેટની બોલિંગમાં આઉટ થયો હતો. રૈનાએ ૨૪ બોલમાં ૩ ફોર અને ૧ સિક્સની મદદથી ૩૨ રન બનાવ્યા હતા.

આઈપીએલની ફાઇનલમાં યૂસુફ પઠાણની શાનદાર ઈનિંગની મદદથી હૈદરાબાદે ચેન્નઈને જીતવા માટે ૧૭૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈનિંગની ૧૩મી ઓવરમાં બેટિંગ કરવા આવેલા યૂસુફે મહત્વની મેચમાં ૨૫ બોલ પર ૪૫ રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે ૨ સિક્સ અને ચાર ફોર ફટકારી હતી. બીજી તરફ અંતિમ ઓવરોમાં બ્રેથવેટ ૧૧ બોલમાં ૩ સિક્સની મદદથી ૨૧ રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી જાડેજા, કર્ણ શર્મા, લુંગી એન્ગિડી, ડ્વેન બ્રાવો અને શાર્દુલ ઠાકુરે એક-એક વિકેટ ઝડપી હતી.આ પહેલા ચેન્નઈએ ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું.

SRHની શરૂઆત  ખરાબ રહી અને મેચની બીજી ઓવરમાં શ્રીવત્સ ગોસ્વામી (૫) રન આઉટ થયો. ગોસ્વામી બે રન લેવાના પ્રયાસમાં  કર્ણ શર્માન થ્રો દ્વારા રનઆઉટ થયો હતો. પ્રથમ વિકેટ પડ્યા બાદ કેપ્ટન કેન વિલિયમસને શિખર ધનન સાથે મળીને ૫૧ રનની ભાગીદારી કરી. બંન્નેએ ટીમનો  સ્કોર ૬૪ રન પર પહોંચાડ્યો હતો. ત્યારે ધોનીએ જાડેજાને બોલ આપ્યો અને જાડેજાએ પ્રથમ ઓવરમાં શિખર ધવન  (૨૬) રને બોલ્ડ કરી દીધો. કુલ ૬૪ રનના સ્કોરે હૈદરાબાદની બીજી વિકેટ પડી હતી. ધવને ૨૬ રન બનાવવા માટે ૨૫  બોલનો સામનો કર્યો હતો, જેમાં ૨ ફોર અને એક સિક્સ સામેલ છે.

ત્રીજી વિકેટ માટે કેન વિલિયમસનની સાથ આપવા માટે શાકિબ અલ હસન આવ્યો અને તેણે ઝડપી રન બનાવવાનું  શરૂ કર્યું. બંન્નેએ ટીમનો સ્કોર ૧૦૦ રનને પાર પહોંચાડ્યો હતો. આ વચ્ચે વિલિયમસન (૪૭) કર્ણ શર્માની બોલિંગમાં  સ્ટંમ્પ આઉટ થયો હતો. કેને ૩૬ બોલમાં ૫ ફોર અને ૨ સિક્સ ફટકારી હતી.

આઈપીએલ ૨૦૧૮ના એવોર્ડસ

ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ: ઋૃષભ પંત

ફેયર પ્લે એવોર્ડ: મુંબઈ ઈન્ડિયન્સ

કેચ ઓફ ધ ટૂર્નામેન્ટ: ટ્રેટ બોલ્ટ (વિરાટ કોહલીનો કેચ)

સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન: સુનીલ નરેન

સ્ટાઇલિશ પ્લેયર ઓફ ધ સેશન: ઋૃષભ પંત

ઈનોવેટિવ થિંન્કિંગ: એમ એસ ધોની

પર્પલ કેપ: એડ્રયૂ ટાય

ઓરેન્જ કેપ: કેન વિલિયમસન

મોસ્ટ વેલ્યુબલ પ્લેયર: સુનીલ નરેન

૨૦૧૮: ટોપ-૫ બોલર્સ

૧. એડ્રયૂ ટાય (પંજાબ) ૧૪ મેચ ૨૪ વિકેટ (પર્પલ કેપ)

૨. રાશિદ ખાન (હૈદરાબાદ) ૧૭ મેચ ૨૧ વિકેટ

૩. સિદ્ધાર્થ કૌલ (હૈદરાબાદ) ૧૭ મેચ ૨૧ વિકેટ

૪. ઉમેશ યાદવ (બેંગલુરૂ) ૧૪ મેચ ૨૦ વિકેટ

૫. હાર્દિક પંડ્યા (મુંબઈ) ૧૩ મેચ ૧૮ વિકેટ

૨૦૦૮-૨૦૧૮ ચેમ્પિયન્સ લિસ્ટ

૨૦૦૮: રાજસ્થાન રોયલ્સ (ચેન્નઈને ૩ વિકેટ હરાવ્યું)

૨૦૦૯: ડેક્કન ચાર્જર્સ (બેંગલુરૂને ૬ રનથી હરાવ્યું)

૨૦૧૦: ચેન્નઈ સુપર કિંગ્સ (મુંબઈને ૨૨ રને હરાવ્યું)

૨૦૧૧: ચેન્નઈ સુપક કિંગ્સ (બેંગલુરૂને ૫૮ રને હરાવ્યું)

૨૦૧૨: કોલકત્તા નાઇટ રાઇડર્સ (ચેન્નઈને ૫ વિકેટે હરાવ્યું)

૨૦૧૩: મુંબઈ ઈન્ડિયન્સ (ચેન્નઈને ૨૩ રને હરાવ્યું)

૨૦૧૪: કોલકત્તા નાઇટ રાઇડર્સ (પંજાબને ૩ વિકેટે હરાવ્યું)

૨૦૧૫: મુંબઈ ઈન્ડિયન્સ (ચેન્નઈને ૪૧ રને હરાવ્યું)

૨૦૧૬: સનરાઈઝર્સ હૈદરાબાદ(બેંગલુરૂને ૮ રનથી હરાવ્યું)

૨૦૧૭: મુંબઈ ઈન્ડિયન્સ (રાઇજિંગ પુણેને ૧ રને હરાવ્યું)

૨૦૧૮: ચેન્નઈ સુપર કિંગ્સ (સનરાઇઝર્સ હૈદરાબાદને ૮ વિકેટે હરાવ્યું)

૨૦૧૮: ટોપ-૫ બેટ્સમેનોનું લિસ્ટ

૧. કેન વિલિયમસન (હૈદરાબાદ): ૧૭ મેચ, ૭૩૫ રન, ૮૪ બેસ્ટ, ૫૨.૫૦ એવરેજ (ઓરેન્જ કેપ)

૨. ઋૃષભ પંત (દિલ્હી): ૧૪ મેચ, ૬૮૪ રન, ૧૨૮ બેસ્ટ, ૫૨.૯૧ એવરેજ

૩. લોકેશ રાહુલ (પંજાબ): ૧૪ મેચ, ૬૫૯ રન, ૯૫ બેસ્ટ, ૫૪.૯૧ એવરેજ

૪. અંબાતી રાયડૂ (ચેન્નઈ): ૧૬ મેચ, ૬૦૩ રન, ૧૦૦* બેસ્ટ, ૪૩.૦૭ એવરેજ

૫. શેન વોટસન (ચેન્નઈ): ૧૫ મેચ, ૫૫૫ રન, ૧૧૭* બેસ્ટ, ૩૯.૬૪ એવરેજ

  • વિજેતા  ચેન્નાઇ સુપર કિંગ્સને મળ્યા ૨૦ કરોડ
રનર્સ-અપ સનરાઇઝર્સ હૈદરાબાદને મળ્યા ૧૨.૫ કરોડ રૂપિયા

આખરે ચેન્નઈ સુપર કિંગ્સ ૭ વર્ષ બાદ ફરી ચેમ્પિયન બની. આઈપીએલની ૧૧મી સીઝનનું ટાઇટલ તેણે પોતાના નામે કર્યું. બે વર્ષના પ્રતિબંધ બાદ પરત ફરેલી ચેન્નઈએ ટાઇટલ જીતીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. ચેન્નઈએ ૨૦૧૦ અને ૨૦૧૧માં આઈપીએલનું ટાઇટલ જીત્યું હતું.

ફાઇનલમાં ધોનીના ધુરંધરોએ દેખાડ્યું કે, કેમ તેની ટીમ આઈપીએલના ઇતિહાસમાં સૌથી સફળ ટીમોમાંથી એક છે. આ ટાઇટલ સાથે ચેન્નઈએ મુંબઈની બરોબરી કરી લીધી છે, જેણે ત્રણ આઈપીએલ ટાઇટલ પોતાના નામે કર્યા છે.

આઈપીએલની ૧૧મી સીઝનના ફાઇનલ બાદ ઈનામોનો વરસાદ થયો. ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સને ૨૦ કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી. ફાઇનલમાં હારેલા હૈદરાબાદની ટીમને ૧૨.૫ કરોડ રૂપિયાનું ઈનામ મળ્યું. આ સિવાય અલગ-અલગ ઈનામોનો વરસાદ થયો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.