Abtak Media Google News

હડતાલની જાહેરાતથી અનેક કેમીસ્ટો અજાણ! દવાનાં ઓનલાઈન વેચાણને બંધ કરાવવા જિલ્લા કલેકટરને આવેદન પાઠવશે

ઓનલાઈન દવાના વેચાણ સામે આજે કેમિસ્ટો દ્વારા હડતાલ પાડવામાં આવી છે. આશ્ર્ચર્યની વાત તો એ છેકે આ હડતાલથી અનેક કેમીસ્ટો તો અજાણ પણ છે. જેથી આ હડતાલને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. Dsc 1944ઓનલાઈન શોપીંગનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતુ જઈ રહ્યું છે સામે ગ્રાહકોમાં પણ ઓનલાઈન શોપીંગનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. Dsc 1949ગ્રાહકો બજારમાંથી વસ્તુ ખરીદવાને બદલે ઓનલાઈન વસ્તુની ખરીદી કરવાનું વધુ પસંદ કરે છે. આમ ઓનલાઈન દવાના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી કેમીસ્ટો દ્વારા ઓનલાઈન દવાના વેચાણ સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.Dsc 1946

જેના પગલે કેમીસ્ટોએ આજે હડતાલની જાહેરાત કરી હતી પરંતુ અમુક કેમીસ્ટો હડતાલની જાહેરાતથી અજાણ હતા જેથી આ હડતાલને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. આજરોજ ૧૧ કલાકે રાજકોટનાં મોટી ટાંકી ચોક ખાતે કેમિસ્ટો એકઠા થઈને જિલ્લા કલેકટરને આ મુદ્દે આવેદન પણ પાઠવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.