જેતપુરમાં રેલવેના પુલ પાસે ભાદર નદીમાં ફરી કેમીકલયુકત પાણી છોડાયુ

પ્રદુષિત પાણીની ખેતરાવ જમીનને નુકશાન થતા ખેડૂતોમાં રોષ

સત્વરે કોઇ ઉકેલ નહીં આવે તો ખેડૂતો આંદોલન કરશે

જેતપુરમાં રેલ્વેના જૂના પુલ પાસે ભાદર નદીમા કોમકલ યુકત પાણી ધોડવાથી ખેડૂતો તેમજ જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

જેતુરમા આવેલી ભાદરનદીમા ઘણા સમયથી છોડવામા આવતુ લાલ કેમીકલયુકત પાણી ખેડૂતો માટે માથાના દુ:ખાવા સમાન બની ગયુ છે. ગત સારા વરસાદને કારણે ભાદર નદીમા અવાર નવાર પુર આવતા ભાદર નદીનુ પાણી એકદમ ચોખ્ખુ બની ગયુ છે. પરંતુ ઉદ્યોગો દ્વારા અવાર નવાર સાલ પાણી છોડવાથી કરી પુદષિત પાણી ભાદર નદીને પ્રદુષીત બનતી જઇ રહી છે. હાલ જીપીસીબી તેમજ ડાઇગ એન્ડ પ્રિન્ટીગ એસો. દ્વારા તમામ કારખાને દારો તેમજ ડાઇગ એન્ડ પ્રિન્ટીંગ એસો. દ્વારા તમામ કારખાને દારોને લાલ કેમીકલયુકત પાણી ટેન્કર દ્વારા પહોંચાડવાનુ સુચના આપેલી હતી. તો આ લાલ પાણી ભાદર નહીના કયાથી આવે છે? જેતપુરમા જી.પી.સી.બી.ના આદેશથી ડાઇગ એન્ડ પ્રિન્ટીંગ એસો.ની લાલ પાણીની ગટરો બંધ કરવામાં આવેલ હોય તેમજ ભાદર નદીમા આવેલ સંપપણ બંધ કરવામાં આવેલ હોય. તેમ છતા ભાદર નદીમા બેફામ પ્રદુષિત પાણી કયાથી આવે છે. એ સવાલ લોકો કરી રહ્યા છે. આ પાણીથી ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. આ જેતપુરમા આવેલી ભાદર નદીનુ પાણી જેતપુર ગ્રામ્ય વિસ્તાર તેમજ ધોરાજી ગ્રામ્ય વિસ્તાર થઇ ભાદર ડેમ-૨ માંથી સિધ્ધુ માધુપુર ઘડ સુધી પહોંચે છે. તો આ પાણી હજારો ખેડૂતોની જમીન બંજર બનાવી રહ્યું છે. કાલે ભાદર નદી ઉપર આવેલા રેલ્વેના જૂના પુલ પાસે બે ફામ પ્રદુષિત પાણી છોડવામા આવેલુ હતુ. જેથી આ પાણી તાત્કાલીક બંધ નહી કરવામાં આવે તો ખેડૂતો તેમજ જીવદયા પ્રેમીઓ આંદોલન કરશે. તેવુ જણાવી રહ્યા છે. હાલ બે ત્રણ પહેલા ભાદર નદીમા પુર આવેલુ હોવાથી ચોખ્ખુ પાણી વહી રહ્યું છે. અને તેમની સાથે લાલ કેમીકલ યુકત પાણી વહી રહ્યુ હોવાથી તસ્વીર બતાવી રહી છે. આ પાણી બંધ કરવા લોક માંગણી છે.

Loading...