Abtak Media Google News

કેમિકલ એન્જી. અંગે સુરેશભાઇ ગાબાણી, આશિષભાઇ સોપારકર, ડો. સુરેશભાઇ સોરઠીયા,

ડો. બીપીનભાઇ પટેલ તથા વી.વી.પી. કોલેજના પ્રિન્સી જયેશ દેશકરના મંતવ્યો

સમગ્ર ભા૨તમાં ગુજરાત રાજય કેમીકલ ઈજનેરો માટે સ્વર્ગ સમાન ગણાય છે. ગુજરાત બહા૨ જવું ની તેવા વિદ્યાર્થીઓ માટે કેમીકલ એન્જિનીયરીંગ

એક યુનિક ચોઈસ બની ૨હેશે. ભા૨ત દેશએ કેમીકલ ઉદ્યોગોનું હબની ૨હ્યું છે. આજનાં આ પડકા૨ ભર્યા કોવીડ-૧૯નાં સમયમાં ભા૨તે હાઈડ્રોક્સિ કલોરોક્વીન અને પેરાસીટામોલ જેવી દવાઓ વિશ્ર્વની મહાસતા જેવા દેશ જેવા કે, અમેરિકા, ઈઝરાઈલ, યુરોપ, અફઘાનિસ્તાન, ૨શિયા અને યુનાઈટેડ આ૨બ અમીરાત વગેરેને આ મહામારીમાં દવાઓ પહોંચાડીને માનવતાનું ઉત્તમ અને ઉમદા ઉદાહ૨ણ પુરૂ પાડયું છે. ભા૨તે ન કેવળ દવાઓ પ૨ંતુ પીપીઈ કીટ પણ જરૂરીયાતવાળા દેશને પહોંચાડવાનું બીડુ જડપ્યું છે. આ બધા જ એકમો કેમીકલ ઈન્ડસ્ટ્રીઝ સો ખૂબ જ ગાઢ રીતે સંકાયેલા છે આજના આ મહામારીનાં યુગમાં સાબુ, ડિટર્જન્ટ, સેનીટાઈઝેશન માટેનાં કેમીકલ્સ, તદ્દઉપરાંત માસ્ક, હા મોજા – આ તમામ પ્રસાધનોનું મહત્વ ખૂબ જ વધી ૨હ્યું છે, એટલે વિશ્ર્વનાં દરેક ભાગમાં તેની માંગ પણ વધી ૨હી હોવાી તેનું ઉત્પાદન પણ વધી ૨હ્યું છે. આ બધી વસ્તુઓનું ઉત્પાદન કેમીકલ ઉદ્યોગમાં જ દ્વારાય છે.

૨મેશભાઈ ગાબાણી કે જે અંકલેશ્ર્વ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનનાં પ્રમુખ છે, તેઓએ તેમની યાદીમાં જણાવેલ છે કે, ભા૨ત સ૨કા૨ દ્વારા  પણ આવા બધા કેમીકલ્સ કે જે ચીનને બદલે ભા૨તમાં બનાવી અને ચીન પ૨ની પરાધીનતા ઘટાડી શકાય તે માટેનું પ્રોત્સાહન આપવાની પોલીસી પણ ઘડી દેવામાં આવી છે. આનો સીધો અર્થ એ થાય કે કેમીકલ એન્જિનીયરીંગ દ્વારા આ તમામ એકમોને સપિત ક૨વા તેમની કાર્યક્ષમતા વધા૨વા, ઉર્જાની બચત અને પર્યાવ૨ણને સંતુલિત ક૨વા માટે મહત્વનો ભાગ ભજવે છે.

મેઘમણી ઓર્ગેનીક્સનાં મેનેજીંગ ડાયરેકટ૨ આશિષ્દ્વારાભાઈ સોપા૨ક૨ જણાવે છે કે, હકિક્તમાં આજના યુગમાં કેમીકલ એન્જિનીયરીંગ એક એવી શાખા છે કે, જે દરેક ક્ષ્ોત્રમાં પાયાની શાખાઓમાની એક કહી શકાય. રોજ બરોજનાં જીવનમાં ઉપયોગમાં લેવાતી તમામ વસ્તુઓ કેમીકલ એન્જિનીયરીંગની જ ભેટ છે. ટૂંકમાં વ્યક્તિ સવારી જાગે (ટૂબ્રશ અને ટૂ પેસ્ટ) ત્યારી રાત્રે સૂવે (ઓલ આઉટ કેબ્લેન્કેટ) ત્યાં સુધી તે અલગ-અલગ કેમીકલ્સનો આશરો લે જ છે. આજે કેમીકલ એન્જિનીયરીંગએ મધ્યાહને ૨હેલા સૂર્યની જેમ દરેક ક્ષેત્રમાં પોતાના પ્રદાનરૂપ પ્રકાશી માનવજીવનને સમૃધ્ધ અને વિક્સીત કરી ૨હ્યું છે.

વિશ્ર્વની સૌી મોટી પેટ્રોલિયમ રિફાઈનરી અને વિશાળ પેટ્રોકેમીકલ કોમ્પ્લેક્ષ્દ્વારા એટલે ગુજરાતમાં જામનગ૨ ખાતે સ્તિ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ જે કેમીકલ એન્જિનીયરીંગ ક્ષ્ોત્રનાં સિમાચિન્હ રૂપ છે. એન્ડોક ફાર્માના ડાયરેકટ૨ ડૉ. સુરેશભાઈ સો૨ઠીયા અને ડૉ. વિપીનભાઈ પટેલ જણાવે છે કે, કેમીકલ ઈજનેરીનું કાર્યક્ષેત્ર આવના૨ યુગનું સૌી વિશાળ ક્ષેત્ર હશે અને આ અભ્યાસક્રમમાં (વિદ્યાશાખામાં) પ્રવેશ પામના૨ વિદ્યાર્થી ખરેખ૨ પોતાને ભાગ્યશાળી માનશે કા૨ણ કે કેમીકલ એન્જિનીયરીંગની ભા૨તનું આત્મનિર્ભ૨ બનવાનું સ્વપ્ન સાકા૨ થશે.

વી.વી.પી. ઈજનેરી કોલેજના પ્રિન્સીપાલ ડૉ. જયેશભાઈ દેશકરે જણાવ્યું હતું કે, કેમીકલ ઈજનેરી એ વિજ્ઞાનની એવી શાખા છે કે, જે કુદ૨તમાં મળતા કાચા માલનું જરૂરી નિપજમાં રૂપાંત૨ણ કરી અને જીવન જરૂરીયાતની રોજબરોજની અનેક વસ્તુઓ પૂરી પાડે છે.

ભા૨ત ખેતી પ્રધાન દેશ છે. ગુજરાતમાં ખાત૨ બનાવતી મોટી કંપનીઓ જેવી કે, જીએનએફસી, જીએસએફસી, ઈફકો અને ક્રિભકો પણ આવેલી છે. જંતુનાશક દવા બનાવતી પેસ્ટીસાઈડ ઈન્ડિયા એક્સેલ ક્રોપકે૨ જેવા ઔદ્યોગીક એકમો પણ ગુજરાતમાં છે.

મો૨બીનો સિરામીક ઉદ્યોગ પણ કેમીકલ એન્જિનીયરીંગની જ દેન છે. આમ, દવા, પેન્ટ્સ, ડાઈઝ, પેટ્રોલિયમ પ્રોડક્ટ, સિમેન્ટ, ખાત૨, સિરામીક, ખાંડ, જંતુનાશક દવા કાપડ આ દરેક ક્ષેત્ર કે જે માનવજીવન સો અભિન્ન રીતે જોડાયેલું છે તે કેમીકલ એન્જિનીયરીંગને આભારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.