Abtak Media Google News

શહેરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધવાથી અને લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હોવાથી લેવાતો નિર્ણય

જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધ્યું હોવાથી અને ખાસ કરીને લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા ન હોવાથી જામનગર શહેરના જુદા જુદા ઝોન બનાવ્યા પછી શહેરના એક ઝોનમાં ડેપ્યુટી ડીડીઓની નિમણૂક કરવામાં આવી છે, અને તેઓની રાહબરી હેઠળ જામનગર મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ સહિતની સંયુક્ત ટૂકડી દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉપરાંત સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવા અંગેની લોકોને જરૃરી સમજ આપવામાં આવી રહી છે, જો કે કેટલાક વિસ્તારોમાં નિયમભંગ કરનારા સામે દંડકીય કાર્યવાહી પણ કરાઈ છે અને ૪ઢ,૦૦૦ નો દંડ વસૂલાયો છે, જ્યારે શોપીંગ મોલ અને ચા-પાનની હોટલ કેબિનોના સ્થળે જો ભીડ એકઠી થશે તો તેઓને સીલ કરવાની પણ આખરી ચેતવણી અપાઈ છે.

જામનગર સહિત સમગ્ર દેશમાં હાલ કોવિડ-૧૯ ની મહામારીના નિયંત્રણ માટે વહીવટી તંત્ર વિવિધ પગલાંઓ અને ગાઈડલાઈન જારી કરી રહ્યા છે, તેવા સમયે આ કામગીરીના ભાગરૃપે જામનગર જિલ્લા વહીવટી તંત્રએ જામનગર શહેરના અર્બન હેલ્થ સેન્ટરવાઈઝ અને ગ્રામ્યના તાલુકાવાઈઝ વર્ગ-૧ ના લાઈઝન અધિકારીઓની નિમણૂક કરીને કોરોના મહામારીને નાથવા ઘનિષ્ઠ પગલાં લેવાનું શરૃ કર્યું છે. જે દરમિયાન જામનગર શહેરના કામદાર કોલોની અર્બન હેલ્થ સેન્ટર તથા તેના હેઠળના વિસ્તારોમાં કોવિડ-૧૯ ના નિયંત્રણ માટે નિમાયેલા લાઈઝન અધિકારી મતી કીર્તન પરમાર (જી.એ.એસ) ડેપ્યુટી ડી.ડી.ઓ. (વિકાસ), જિલ્લા પંચાયત, જામનગરની રાહબરી હેઠળ મેડિકલ ઓફિસર, કામદાર કોલોની યુ.એચ.સી.ના મેડિકલ ઓફિસર, સિટી સી ડિવિઝનના પી.એસ.આઈ., જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ ઓફિસર અને ફૂડ ઈન્સ્પેક્ટર સહિતની ટીમને સાથે રાખીને આજે સવારથી જ રણજીતનગર શાક માર્કેટ, ખોડિયાર કોલોની, ક્રિસ્ટલ મોલ વગેરે સ્થળોએ પગપાળા ફરીને ચેકીંગ હાથ ધરાયું હતું.

Gtry

ઉપરોક્ત વિસ્તારની દુકાનો, દવાખાના, ચા-પાનની, શાકભાજીની અને શેરડીના રસની રેંકડીઓ તથા દુકાન, સુપરમાર્કેટ અને મોલના વેપારીઓ, સ્ટાફ, ગ્રાહકો તથા નાગરિકોને માસ્ક અને સોશિયહલ ડિસ્ટન્સીંગ સહિતની અમલવારી કરવા તથા એપેડેમિક એક્ટના ભંગના કિસ્સાઓમાં કાયદાકીય કાર્યવાહીની તાકીદ કરવામાં આવી હતી.

આ ઉપરાંત બાંકડાઓ ઉપર બેસીને અને વાહનો પાર્ક કરીને ભીડ વધારતા લોકોને બિનજરૃરી રીતે બહાર ન નીકળવા તાકીદ કરી હતી. આ ડ્રાઈવને લીધે કોરોના સંબંધે સરકારની અને જાહેર સ્વાસ્થ્યની માર્ગદર્શિકાનું પાલન ન કરતા નાગરિકો અને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.જેઓને કાયદાનું પાલન અને સ્વયં શિસ્ટનું ભાન કરાવવામાં આવ્યું હતું. સાથોસાથ કેટલાક લોકો પાસેથી રૃપિયા ચાલીસ હજારની દંડકીય વસૂલાત પણ કરવામાં આવી હતી. જે જાહેર સ્થળો પર ભીડ થતી હોય તેવા શોપીંગ મોલ, દુકાનો, ચા-પાનની દુકાનોના વેપારીઓ વગેરેને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કડક સૂચના હતી અને ભવિષ્યમાં તેની અમલવારી નહીં થાય તો સીલ કરવાની પણ ચેતવણી ઉચ્ચારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.