Abtak Media Google News

કોર્પોરેશનને ત્રણ માસથી પેમેન્ટ ન કર્યું હોય એજન્સીએ ચેકિંગ અટકાવી દીધુ: કિરણ સિકયુરીટીને નોટિસ: બ્લેક લીસ્ટ કરવાની તૈયારી

શહેરમાં આંતરીક પરિવહન માટે ચલાવવામાં આવી રહેલી સિટી બસમાં ટિકિટ અંગેનું ચેકિંગ છેલ્લા બે દિવસથી બંધ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ માટે અધિકારીઓ અલગ અલગ બહાના આપી રહ્યાં છે. પરંતુ વાસ્તવમાં ‘વહિવટ’ કારણભૂત હોવાનું વિશ્ર્વસનીય સૂત્રો જણાવી રહ્યાં છે. ચેકિંગ માટે મેઈન પાવર પૂરો ન પાડતા કિરણ સિકયુરીટી નામની એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે અને બ્લેક લીસ્ટ કરવાની પણ તૈયારી ચાલી રહી છે.

સિટી બસમાં મુસાફરોએ ટિકિટ લીધી છે કે કેમ તે માટે ચેકિંગ કરવામાં આવે છે. આ માયે મેન પાવર પૂરો પાડવા કિરણ સિકયુરીટી એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. એજન્સીને સ્ટાફના પીએફ એકાઉન્ટ નંબર સહિતના ડોકયુમેન્ટ આપવા તાકીદ કરવામાં આવી હતી. દરમિયાન એજન્સીએ માત્ર ૭૦ ટકા જ ડોકયુમેન્ટ આપ્યા હોય. છેલ્લા ત્રણ માસથી મહાપાલિકાની દ્વારા પેમેન્ટ કરવામાં આવ્યું નતી. આ આંકડો છ લાખે પહોંચી ગયો છે. ચાર-ચાર માસથી કિરણ સિકયુરીટી દ્વારા માણસોને પગાર ચૂકવવામાં આવ્યો ન હોય ગઈકાલ બપોર પછીનો સ્ટાફ કામે આવ્યો ન હતો જેના કારણે સિટી બસમાં ચેકિંગ અટકી ગયું હતું. જો કે, મહાપાલિકાએ બીઆરટીએસમાં ચેકિંગ માટે મેન પાવર સપ્લાય કરતી જે.કે.એજન્સી પાસેથી માણસો લઈ ચેકિંગ ચાલુ રાખ્યું છે. દરમિયાન કિરણ સિકયુરીટીને નોટિસ ફટકારવામાં આવી છે અને ખુલાસો રજૂ કરવા તાકીદ કરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કિરણ સિકયુરીટીનો કોન્ટ્રાકટ પૂર્ણ થઈ ગયો છે. ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા પરંતુ તેમાં એક માત્ર ટેન્ડર કિરણ એજન્સીનું જ આવ્યું હતું જે સરકારની અન્ય સંસ્થામાં બ્લેક લીસ્ટ થઈ હોવાના ટેકનીકલી ગેરલાયક ઠરી હતી. જેના કારણે હવે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સિટી બસના ચેકિંગ બંધ હોવા માટે અધિકારીઓ દ્વારા અલગ અલગ કારણ આપવામાં આવી ર્હયાં છે. પરંતુ વાસ્તવમાં આ માટે વહીવટ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મેન પાવર સપ્લાય કરતી એજન્સીએ અધિકારીઓને સાચવ્યા ન હોવાના કારણે પેમેન્ટ અટકાવી દેવામાં આવ્યું છે અને અલગ અલગ સાચા-ખોટા કારણો શોધી એજન્સીને નોટીસ આપવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.