Abtak Media Google News

હાઇસાઇઝ બિલ્ડીંગ પરથી ભકિતનગર અને માલવીયાનગર પોલીસ સ્ટાફે છ ને ઝડપી પાડયા

હાલમાં લોકડાઉનનો સમય હોય અને જાહેર જનતામાં કોરોના વાયરસનો ચેપ વધુ પ્રસરે નહી તેવા સુભ હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સંયુકત પોલીસ કમશ્નર ખુરશીદ અહેમદ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ શહેરમાં લોકડાઉનનું સંપૂર્ણ ચુસ્તપણે પાલન કરાવવા રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે.

રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકડાઉન દરમ્યાન ચેકપોસ્ટ તથા પેટ્રોલીંગમાં રહેલ પોલીસ બંદોબસ્ત અધિકારીઓ તથા કર્મચારીઓને સંવેદનશીલતા દાખવી પોતાની ફરજ નીષ્ઠાથી બજાવવા સુચનો કરવામાં આવેલ છે તેમજ લોકડાઉનનું પાલન જાહેર જનતા દ્વારા કરાવમાં આવે તે માટે જરુરી સુચનાઓ આપવા તેમજ છતા અમુક લોકો દ્વારા લોકડાઉન તથા જાહેરનામાનો ભંગ કરવામાં આવે છે જે લોકો જાહેર જીવનમાં બેદરકારી દાખવી કોરોના વાયરસ સામેની લડતમાં બાધારુપ થતા હોય છે જેથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ લોકડાઉન તથા જાહેરનામાનું ચુસ્તપણે પાલન થાય તેવા સુભ હેતુથી શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બીલ્ડીંગો ઉપર પોલીસ બંદોબસ્ત ફાળવી બાયનોકયુલર દ્વારા વિસ્તારમાં વોચ રાખી લોકડાઉન તથા જાહેરનામાનું પાલન નહીં કરનાર ઇસમોને પકડી પાડવા પહેલ કરવામાં આવેલ જેમાં શહેર પોલીસ કંટ્રોલ રુમમાં જે વિસ્તારમાંથી લોકડાઉન ભંગ અંગે વધારે ફોન આવે છે તેવા વિસ્તારોમાં લોકડાઉનનું સઁપૂર્ણ પાલન કરવવા માટેહાઇરાઇઝસ બીલ્ડીંૅગ ધારા પોઇન્ટ ઉપર પોલીસ દ્વારા ખાનગી વોચ રાખી લોકડાઉન તથા જાહેરાનામાનો ભંગ કરવા લોકોને પકડી પાડવા પહેલ કરવામાં આવી છે.ુ

શહેરમા અલગ અલગ વિસ્તારમા આવેલા હાઇરાઇઝ બીલ્ડીંગના ધાબા ઉપર પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલ હોય જે પોલીસ કર્મચારીઓ તથા ઇન્ચાર્જ અધિકારીઓએ ધાબા પોઇન્ટ ખાતે બાઇનોકયુલર દ્વારા વોચ રાખી આજ રોજ તા.૧૦ના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા બોલબાલા માર્ગ લાલપાર્ક ખાતે ધાબા પોઇન્ટ ઉપર વોચ રાખી (પ્રશાંત રમેશભાઇ અકરી પટેલ ઉ.વ.૩૦ રહે. લાલપાર્ક શેરી નં.૧ રાજકોટ તથા કલ્પેશભાઇ દીલીપભાઇ નથવાણી ઉ.વ.૩૯ રહે. શિવશ્રધ્ધા સોસાયટી લાલપાર્ક મેઇન રોડ રાજકોટ વાળાને તથા માલવીયાનગર પો.સ્ટે વિસ્તારના ગુલાબવાટીકા ખાતે ધાબા પોઇન્ટ ઉપર વોચ રાખી ચંદુભાઇ જીવરાજભાઇ વેકરીયા, પરેશભાઇ દામજીભાઇ ગધેસરીયા, ઋષીભાઇ ચંદુભાઇ વેકરીયા તથા અને પ્રેયેશભાઇ જમનભાઇ વાગડીયા નાઓને લોકડાઉન તથા જાહેરનામાનો ભંગ કરતા પકડી પાડી અલગ અલગ ફૂલ ત્રણ ગુન્હાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમન લોકડાઉન સમય દરમ્યાન રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમા ધાબા પોઇન્ટ બંધોબસ્ત કાર્યરત રાખવામા આવનાર છે અને જાહેરનામા તથા લોકડાઉનનો ભંગ કરતા ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.