Abtak Media Google News

ગુજરાતના મુખ્યમંત્રી અને લોકપાલ દ્વારા કૌભાંડની તપાસ કરાવવાની યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈની માંગ: સૌ.યુનિ.ના કુલ નાયકને આવેદન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્ષ ૨૦૦૮માં ૩.૨૮ કરોડના ખર્ચે અદ્યતન કોન્વોકેશન હોલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જો કે આજ ૧૦ વર્ષ બાદ ભ્રષ્ટાચારમા માચડારૂપ કોન્વોકેશન હોલ ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયો છે.

સમગ્ર કૌભાંડની તપાસ ગુજરાતના મુખ્યમંત્રી અને લોકપાલ દ્વારા કરવામાં આવે તે માટે આજરોજ સૌ.યુનિ.ના કુલનાયક ડો.વિજય દેસાણીને એનએસયુઆઈ અને યુક કોંગ્રેસ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ તબકકે સૌ.યુનિ.ના સિન્ડીકેટ સભ્ય ડો.નિદત બારોટ, ધરમ કાંબલીયા અને ડો.હરદેવસિંહ જાડેજા સહિત એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યાં હતા.

નિદત બારોટે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌ.યુનિ. દ્વારા કોન્વોકેશન હોલના બાંધકામમાં ગેરરીતિ થઈ હોવાનું જાણવા મળ્યું છે. યુનિ. અને રાજય સરકારના ધારા-ધોરણ મુજબ કોન્ટ્રાકટર નકકી કરી કામ આપવાનું હતું અને કોન્ટ્રાકટર પાસેથી જ કામ કરાવવાનું હતું જે મુજબ કામ ટેન્ડર દ્વારા પણ આપવામાં આવેલ નથી અને દાતાઓને સુચવેલ કોન્ટ્રાકટરોને પણ કામ આપવામાં આવ્યું નથી. ૧૦ વર્ષ વીતી ગયા છતાં આ કામ અટકેલ પડયું છે. વર્ષ ૨૦૦૮માં શરૂ થયેલ કામ કંપની પાસે કરાવવામાં આવ્યું તે કંપનીને દાતા કામ આપે તે માટેનું વર્ષ ૨૦૧૦માં મંગાવવામાં આવ્યું જેના પરથી સ્પષ્ટ સાબીત થાય છે કે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા યોગ્ય લાગ્યા તેવા કોન્ટ્રાકટર પાસે કામ કરાવવામાં આવ્યું નથી.

૧.૬૧ કરોડ જેટલી રકમ વપરાઈ ગયા છતાં બાંધકામ હજુ પૂર્ણ થયું નથી. કોન્ટ્રાકટરો પણ ભાગી ગયા. અગાઉ બે મહિના પહેલા કાર્યકારી કુલપતિ નિલાંમ્બરીબેન દવેને સમગ્ર પ્રકરણની તપાસ કરવાનો કોઈ જ આદેશ આપ્યા ન હોય તેવી પણ માહિતી આરટીઆઈ દ્વારા મળી છે તો હવે આ સમગ્ર મામલે રાજયના મુખ્યમંત્રી અને યુનિવર્સિટીઓમાં લોકપાલની પણ નિયુક્તિ ન થઈ હોવાના કારણે આ સમગ્ર પ્રકરણની તપાસ ગુજરાતના લોકપાલને મોકલી આપે તેવી અમારી માંગણી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.