Abtak Media Google News

ગોધરાના સસ્તા અનાજના દુકાનદાર ઉપર ગ્રાહકે કરેલા હુમલાના રાજ્યભરમાં પડઘા કોન્ટ્રાકટરોના વાંકે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે ઘર્ષણના બનાવો બનતા હોવાનો આક્ષેપ

તાજેતરમાં ગોધરામાં સસ્તા અનાજના દુકાનદાર ઉપર ગ્રાહકે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેના વિરોધમાં આજે રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારો હડતાલ ઉપર ઉતર્યા છે. જેના કારણે રેશનીંગ કાર્ડ ધારકોને આજે હાલાકીનો સામનો કરવો પડશે. સસ્તા અનાજના દુકાનદારોએ એવો આક્ષેપ કર્યો છે કે, કોન્ટ્રાકટરના વાંકે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે હંમેશા ઘર્ષણ થતું રહે છે. ત્યારે આ મામલે ત્વરીત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

ગોધરામાં સસ્તા અનાજના દુકાનદાર ઉપર અંગુઠો લેવા બાબતે એક ગ્રાહકે છરી વડે હુમલો કર્યો હતો. જેની મળતી વિગત મુજબ આદર્શ પ્રમાણીક સસ્તા અનાજના દુકાનદાર અશરફભાઈ અને તેના નાનાભાઈ ઉપર જથ્થો લેવા માટે અંગુઠો આપવા આવનાર ગ્રાહકે છરી વડે હુમલો કર્યો હતો. જેમાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.  દુકાનદારના નાનાભાઈ તેમને છોડાવવા માટે ગયા હતા ત્યારે તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવને સમગ્ર રાજ્યના સસ્તા અનાજના દુકાનદારોના સંગઠનોએ વખોડી કાઢયો છે. આ હુમલાખોર તત્ત્વોની ત્વરીત ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે ગઈકાલે તમામ સંગઠનોએ આવેદનપત્ર પણ પાઠવ્યા હતા. આ ઉપરાંત આજરોજ આ ઘટનાનો વિરોધ દર્શાવવા માટે સમગ્ર રાજ્યના સસ્તા અનાજના દુકાનદારોએ હડતાલ પાડી છે.

સસ્તા અનાજના દુકાનદારોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ચાર મહિનાી એડવાન્સ જથ્ાના રૂપિયા ભરવા છતાં ૨૦ થી ૨૫ દિવસે ગોડાઉનમાંથી જથ્થો મળે છે. આ બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત સર્વર ખૂબ ધીમુ ચાલતુ હોવાી અંગુઠા લેવામાં પણ તકલીફનો સામનો કરવો પડે છે. આમ અનેક મુશ્કેલીઓ હોવાી ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે વારંવાર ઘર્ષણના બનાવો સામે આવતા હોય છે. આમ કોન્ટ્રાકટરો અને તંત્રના વાંકે સસ્તા અનાજના દુકાનદારોને ભોગ બનવું પડે છે. ત્યારે આ મામલે તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે.

ગોધરામાં જે ઘટના બની તેના વિરોધમાં આજે સમગ્ર રાજ્યના સસ્તા અનાજના દુકાનદારોએ બંધ પાડયો છે. જેના કારણે આજે રાશનકાર્ડ ધારકોને કોઈ ચિજ-વસ્તુ સસ્તા અનાજની દુકાનમાંથી મળી શકશે નહીં આજે એક દિવસ માટે રાશનકાર્ડ ધારકોને હાલાકીનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે, સસ્તા અનાજના દુકાનદારોના સંગઠનો દ્વારા એવી પણ માંગણી ઉઠાવવામાં આવી છે કે, રાશનકાર્ડના જથ્ામાં વચ્ચે જે કોન્ટ્રાકટરની કડી આવે છે તેને હટાવી દેવામાં આવે. આ અંગે  રાજ્ય સરકારમાં રજૂઆતો પણ કરવામાં આવી છે અને રાજ્ય સરકારે આ મામલે હકારાત્મક વલણ પણ દાખવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.