Abtak Media Google News

પ્રમુખ, ઉપપ્રમુખ બાદ મહત્વની કારોબારી સમિતિમાં મહિલાની વરણી થતા પંચાયતમાં મહિલાઓનું રાજ

ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ બાદ આજે કારોબારી અને ન્યાય સમિતિની મળેલી મીટીંગમાં કારોબારી સમિતિમાં ચાવડા અને ન્યાય સમિતિમાં ચૌહાણની વિના વિરોધે વરણી થવા પામી હતી.

તાલુકા પંચાયતના સભા ખંડમાં તાલુકા વિકાસ અધિકારી, ડઢાણીયાની હાજરીમાં પંચાયત પ્રમુખ જયાબેન ડાંગરની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની મીટીંગ મળી હતી. તેમાં તાલુકા પંચાયતની લાઠ બેઠક ઉપરથી ચૂંટાયેલા ગીતાબેન ભૂપતભાઈ ચાવડાની વરણી કરવામાં આવી હતી ત્યારબાદ સામાજીક ન્યાય સમિતિ બેઠક મળતા તેમાં સમઢીયાળાની બેઠક ઉપરથી ચૂંટાયેલા દલીત યુવા અગ્રણી નરેન્દ્રભાઈ ચૌહાણની વરણી કરવામાં આવી હતી. નવ નિયુકત ચેરમેનોને ધારાસભ્ય લલીતભાઈ વસોયા માજી ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, જીલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન ખાટરીયા, જીલ્લા કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ વોરા, ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન ડાંગર ઉપપ્રમુખ નશીમાબેન સુમરા પંચાયત સભ્યો લાખાભાઈ ડાંગર, પ્રતાપભાઈ પટેલ કિશોરભાઈ ઝાલાવડીયા, જયદેવસિંહ વાળા પંચાયતના સભ્ય સોમભાઈ મકવાણા દલસાણીયા રાજુભાઈ મકવાણા, વલ્લભભાઈ મુરાણી, દિનેશભાઈ સોજીત્રા, રઘુવીરસિંહ સરવૈયા, સહિત કોંગ્રેસના અગ્રણીઓ આવકારી શુભેચ્છા પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે અગાઉ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાયેલ ચૂંટણીમાં બંને પદ માટે મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી આજે યોજાયેલ મહત્વની કારોબારી સમિતિમાં પણ મહિલાની વરણી કરવામાં આવતા તાલુકા પંચાયતમાં મહિલા રાજ આવ્યું છે. પંચાયતના ઈતિહાસમાં પંચાયતના ત્રણેય મહત્વના હોદા ઉપર મહિલાઓ ચૂંટાઈ આવી હોય તેવી પ્રથમ ઘટના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.