Abtak Media Google News

પાંચ કિમીનું અંતર કાપવા ગ્રામજનોને ૪૦ કિમી લાંબુ ચકકર લગાવવાની મજબુરી

ચોટીલા તાલુકાના મોરસલ ગામે કોઝ-વે તુટી જતાં ચોટીલાથી બોટાદ જતા રોડ બંધ થયો. ગત રાત્રે ભારે વરસાદના કારણે મોરસલ ગામ પાસે આવેલો કોઝવે તુટી ગયો હતો. જેના કારણે બોટાદ તરફ અને આજુબાજુ ગામ જેમ કે પીપરાળી, સોખડા, ધાંધલપુર, ધજાળા પાડયા જેવા અનેક ગામોની અવર જવર બંધ થઈ હતી. ગત વર્ષે પડેલા ભારે વરસાદના કારણે અહીં અવરજવર માટે કામ ચલાઉ માટી નાખીને પુલ બનાવવામાં આવેલા એક વર્ષ બાદ ફરીથી આ વરસાદ આવતા ફરીથી આ પુલ ધોવાઈ જતા આજુબાજુના લોકો ખુબ રોષે ભરાયા હતા.

એક વર્ષનો સમય થયા છતાં હજી કોઈતંત્ર દ્વારા અને કોઈ વ્યવસ્થા ન થઈ હતી. જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અનેકવાર આજુબાજુ ગામના સરપંચોએ રજુઆત કરી પણ તેનો નિકાલ ન આવ્યો. અહીંથી પીપરાળી, સોખડા, ધાંધલપુર, ધજાળા જેવા ગામોના વિદ્યાર્થીઓ ચોટીલા અભ્યાસ કરવા જતા હોય છે તેને પણ ખુબ તકલીફ પડે છે. પાંચ કિલોમીટરનું અંતર કાપવા માટે ૪૦ કિલોમીટર જેટલું ફરીને જવું પડે છે. સિઝનનો આ અહીં પ્રથમ જ વરસાદ છે અને ધોવાણ થઈ જતા લોકોને ખુબ તકલીફોનો સામનો કરવો પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.