Abtak Media Google News

ચિલઝડપ કરી કનકનગરમાં વહેચવા જતા ગાંધીગ્રામ પોલીસે ઝડપી: રૂ.૪૧ હજારનો ચેઈન કબ્જે

શહેરનાં રૈયારોડ પર આવેલા વૈશાલીનગરમાં વૃધ્ધાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરવાના ગુનામાં સંડોવાયેલી ચુનારાવાડની મહિલાની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી તેણી પાસેથી રૂ. ૪૧ હજારનો સોનાનો ચેઈન કબ્જે કર્યો છે.

વૈશાલીનગર શેરી નં.૬માં રહેતી હર્ષાબેન જયમલભાઈ ચૌહાણ નામની ૭૭ વર્ષની વૃધ્ધા ગત તા.૧૨મીએ સ્વામીનારાયણ મંદિરે દર્શન કરીને પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા અજાણ્યા યુવક અને યુવતીએ રૂ.૪૧ હજારની કિંમતનો દોઢ તોલાના સોનાનો ચેઈનની ચીલઝડપ કર્યાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમા નોંધાઈ હતી.

સોનાના ચેઈનની ચીલ ઝડપના ગુનામાં સંડોવાયેલી રેખા લખન માલાણી સોનાનો ચેઈન કનકનગરમાં વહેચવા આવ્યાની બાતમીનાં આધારે પીઆઈ વી.વી. ઓડેદરા, પી.એસ.આઈ.આર.જે. જાડેજા, હેડ કોન્સ. રાહુલભાઈ વ્યાસ અને કિશોરભાઈ દુધાત સહિતના સ્ટાફે રેખા માલાણીની ધરપકડ કરી રૂ. ૪૧ હજારની કિંમતનો સોનાના ચેઈનની ચીલઝડપની કબુલાત આપતા પોલીસે ચેઈન કબ્જે કરી તેની સાથે સંડોવાયેલા વિપુલ ખોડા કોળીની શોધખોળ હાથ ધરી છે. રેખા માલાણીનો પતિ લખન બચુ માલાણી હત્યાની કોશિષના ગુનામાં જેલમાં હોવાથી તેના મિત્ર વિપુલ ખોડા સાથે મળી સોનાના ચેઈનની ચીલ ઝડપ કરતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.