કોરોનાકાળ વચ્ચે આવતીકાલથી ચાર્ટડ એકાઉન્ટન્ટ પરિક્ષાઓનો પ્રારંભ: 31000 વિદ્યાર્થીઓ નહિં રહી શકે હાજર

ભારતમાં ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે તેમાંની એક પરીક્ષા છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ( સી. એ )ની પરીક્ષા. આ પરીક્ષા આખા વર્ષમાં બે વાર લેવામાં આવે છે .આ પરીક્ષા આજના યુવાધન માટે ખૂબ જ આવશ્યક છે.કોરોનાના સમયમાં આ વર્ષે સી.એ ની પરીક્ષા ખૂબ જ મોડી લેવામાં આવી છે.

સરકારની માર્ગદર્શિકા મુજબ આ પરીક્ષાઓ નવેમ્બર મહિનામાં યોજવામાં આવી છે જે કાલથી શરુ થવાની છે.આ પરીક્ષા 21 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે .કોરોનાની મહામારીમાં આ પરીક્ષાનું આયોજન કરવાનો સાહસ આઈ .સી.એ.આઈ દ્વારા કરવામાં આવ્યું છે. સી.એ પરિક્ષાકેન્દ્રમાં ઘણા બધા ફેરફારો સાથે આ પરીક્ષાઓ લેવામાં આવશે.આ ફેરફારોની જાણ સી.એ વિદ્યાર્થીઓને થાય તે માટે સરકારે આઇ. સી.એ.આઈ ( ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા ) ની વેબસાઈટ ઉપર નોટિસ મુકવામાં આવી છે .

કોરોનાના કારણે 31,000 વિધાર્થીઓ પરીક્ષા દેવા અસમર્થ

સરકારની માર્ગદર્શિકા મુજબ કુલ 30 સેકટરમાં બદલાવ કરવામાં આવ્યા છે.નવેમ્બરમાં લેવામાં આવતી પરીક્ષામાં કેન્દ્રોની સંખ્યા 915 કરવામાં આવી છે. રાયપુર ,અલ્હાબાદ ,વડોદરા સિવાય બધા જ સેકટરમાં નાના મોટા બદલાવ કરવામાં આવ્યા છે 4.7 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા દેવા માટે ઉત્સુક છે .કોરોનાની મહામારીમાં 31,000 વિદ્યાર્થીઓ પરીક્ષા દેવાના નથી કારણકે અડધા લોકો કોરોના થી સંક્રમિત છે અથવા આ વાતાવરણમાં લોકો જવાથી ડરે છે.બાકી વધેલા 11,687 વિધાર્થીઓ આવનાર વર્ષમાં મેં મહિનામાં પરીક્ષા આપશે .ઘણા લોકો એવા પણ છે જે અત્યારે આ મહામારીમાં પોતે કોરોના વોરિયર તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓ કદાચ તેઓ પણ સંક્રમિત હોય શકે છે તેના નર્સ વગરે લોકો આ પરીક્ષાઓ આપી શકશે નહીં.જે 31,000 ઉમેદવારો અત્યારે પરીક્ષા આપવાના નથી તેઓ જાન્યુઆરી 2021માં પરીક્ષા આપશે.

ઉમેદવારોએ ફરજિયાતપણે કરવું પડશે કોરોના ગાયડલાયન પાલન

આ પરીક્ષાને બે તબક્કાઓમાં વહેચવામાં આવી છે 21નવેમ્બર થી 6 ડિસેમ્બર સુધી ફાઇનલ કોર્સની પરીક્ષાઓ ચાલુ રહેશે અને 8 ડિસેમ્બર થી 14 ડિસેમ્બર સુધી ફાઉન્ડેશન કોર્સની પરીક્ષા ચાલુ રહેશે.આ પરીક્ષામાં બધા જ ઉમેદવારોએ સરકાર દ્વારા આપવામાં એવેલી કોરોના ગાયડલાયન્સનું પાલન કરવું પડશે.આ પરીક્ષામાં તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવશે અને માસ્ક બધા જ વિદ્યાર્થીઓ માટે ફરજીયાત હશે . પરીક્ષાકેન્દ્રમાં પણ સ્ટાફ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવશે અને જ્યાં સુધી પરીક્ષા પુરી ન થઈ જાય ત્યાં સુધી સ્ટાફ પણ ગલ્વઝ અને માસ્કમાં રહેશે.

પરીક્ષા શરૂ થશે તે પહેલાં પરીક્ષાકેન્દ્રોને સેનીટાઈઝ કરવામાં આવશે. વિદ્યાથીનું શરીરનું તાપમાન માપવામાં આવશે. વિદ્યાર્થીઓને 1 વાગ્યે પ્રવેશ આપવા દેવામાં આવશે અને 4 વાગ્યે જ બહાર જાવા દેવામાં આવશે.

Loading...