Abtak Media Google News

નિકાસકારો માટે સારા સમાચાર

દેશમાં ઓછામાં ઓછા દોઢ લાખ નિકાસકારો કાર્યરત ૨૫ ટકાથી વધુ એસબીઆઇ સાથે જોડાયેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલરનુ વિરાટ રૂપ આપવાનું જોયેલુ સ્વપ્ન સાકાર કરવા માટે દેશના નિકાસક્ષેત્રનું અનુકુળતા આપવાની દિશામાં એસબીઆઈ એ લીધેલા એક મહત્વના નિર્ણયમાં એસબીઆઈ નિકાસકારો પાસેથી લેવામાં આવતા બેંક રિયલાઈઝેશન સર્ટીફીકેટ ઈબીઆરસીની ફી ન લેવાનું નકકી કરી ચૂકી છે.

નિકાસકારો માટે ઈબીઆરસી ઈસ્યુ કરવા માટે બેંક નિકાસકારો દ્વારા મોકલવામાં આવતા પ્રત્યેક જથ્થા માટે રૂપીયા ૧૦૦૦ની ફી વસુલ કરતી હતી કેન્દ્રીય વ્યાપાર અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોએલની દરમિયાનગીરી બાદ એસબીઆઈએ નિકાસકારો પાસેથી લેવામાં આવતી ઈબીઆરસીની ફી નહિ લેવાનું જાહેર કયુર્ંં છે. વ્યાપાર અને ઉદ્યોગમંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતુ કે એસબીઆઈએ નિકાસકારો પાસેથી લેવામાં આવતી આ રકમ ઉઘરાવવાનું બંધ કરી દીધું છે. અને હજુ પણ નિકાસકારો પાસેથી કોઈપણ રીતે અયોગ્ય લાગતા વેરાઓ ઉઘરાવાતા હશે તો તેને પણ બંધ કરી દેવાશે.

ડિસે. ૧૯ના રોજ વ્યાપાર અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોએલ સાથે નિકાસકારોની ઉચ્ચસ્તરીય બેઠકમાં બેંકના વધુ પડતાભારે ચાર્જની ફરિયાદ ઉઠી હતી નિકાસકારોએ ફરિયાદ કરી હતી કે એસબીઆઈએ ઈબીઆરસીની ફી વધારીને ૧૦૦૦ કરી દીદી છે. તેથી મંત્રીએ બેંક અધિકારીઓને નિકાસકારોને પડતો બોજ ઘટાડવા નિર્દેશ કર્યો હતો. ભારતીય નિકાસ પરિષદના સીઈઓ ડો. અજય સહાયે આ નિર્ણય નિકાસકારો માટે રાહત રૂપ જણાવ્યું હતુ.

7537D2F3 18

સહાયે કહ્યું હતુ કે એસબીઆઈએ આ નિર્ણય હવે લીધો છે. અન્ય બેંકો પણ આ નિર્ણયને અનુસરે તેવી વિનંતી કરવામાં આવી છે. દેશમાં ઓછામાં ઓછા દોઢ લાખનિકાસકારો કાર્યરત છે. તેમાં ૨૫%થી વધુ એસબીઆઈ સાથે જોડાયેલા છે. તેનો મતલબ એ થયો કે ઈબીઆરસી ચાર્જ પડતો મૂકવાના આ નિર્ણયનો ૪૦ થી વધુ નિકાસકારોને સીધો ફાયદો થશે તેમ એસબીઆઈ ના સીઈઓ શ્રી સહાયે જણાવ્યું હતુ. ઈબીઆરસી પડતા મૂકવાની એસબીઆઈની આ પહેલ એક નવી જ દિશાના દરવાજો ખોલનારૂ બન્યો છે. અમે અન્ય બેંકોને પણ આ ફી લેવાનું બંધ કરવાની વિનંતી કરીશું નિકાસકારોને રાહત અપાવવા માટે વેપાર ઉદ્યોગ મંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો છે.

ફેડરેશન ઓફ ઈન્ડીયન ઓર્ગેનાઈઝેશન અને એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સીલના પ્રતિનિધિઓ ૧૯મી ડિસે. મળ્યા હતા. અને તેમણે આ મુદો ઉઠાવતા તાત્કાલીક મંત્રી એસબીઆઈના ચેરમેન રજનીશકુમારને આ મુદે સૂચનાઓ આપી હતી અને બીજા દિવસે એસબીઆઈએ ઈબીઆરસી ચાર્જ બંધ કરવાની જાહેરાત કરી હતી દરેક નિકાસકાર વર્ષે ઓછામાં ઓછા ૫૦ ક્ધટેનર વિદેશમાં મોકલતા હોવાથી ઈબીઆરસીનાં ૫૦ હજાર રૂપીયા ભરતા હોય છે. સહાયે જણાવ્યું હતુ કે મંત્રી પિયુષ ગોયેલની દરમિયાનગીરીથક્ષ નિકાસકારોને માત્ર રાહત જ નહિ પરંતુ તેમને ધંધા વિકાસવવા વધુ અનુકુળતા મળશે અને દેશના અર્થતંત્ર ૫ ટ્રિલીયન ડોલરનું કદ આપવા માટે સહાયરૂપ થવા હિમંત આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.