Abtak Media Google News

સારી કામગીરી કરતા મહીલા અધિકારી રાજકીય લોબીનો ભોગ બન્યાની શંકામેહુલ બલદેવ ભરવાડ

મોરબી જીલ્લાના ડેપ્યુટી કલેકટરને હળવદ તાલુકામાં ડેપ્યુટી કલેકટરનો ચાર્જ સોપાયો હતો અંદાજે પાંચ મહીના ઇન્ચાર્જ ડેપ્યુટી કલેકટરના સમયગાળા દરમીયાન રેતી માફીયાઓ અને તાલુકામાં થતાં ગેર કાયદેસર બાંધકામો સામે લાલ આંખ કરતા તાલુકામાં ભારે પ્રશશા પ્રાપ્ત થઇ હતી. પરંતુ કોઇ અગમ્ય કારણોસર આ મહીલા અધિકારી પાસેથી હળવદનો ઇન્ચાર્જ ડે.કલેટકર તરીકેનો ચાર્જ પરત ખેંચી લેવામાં આવ્યો છે. સાથે જ ચાર્જ આંચકી લેવાયા છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ સુ.નગરના પાટડી અને નવ નિયુકત મોરબી જીલ્લામાં ડેપ્યુટી કલેકટર તરીકે મહેસુલ પુરવઠા, આધાર કાર્ડ,  સહીતનાી વહીવટી કાર્ય અને કુનેહના લીધે મહીલા અધીકારી દમયંતીબેન બારોટને મોરબી ઉપરાંત હળવદમાં ઇન્ચાર્જ ડેપ્યુટી કલેકટરનો વધારાનો ચાર્જ સોંપ્યો હતો. સરકારની હળવદ  ખાતે ઇન્ચાર્જ ડે.કલેકટર તરીકેના ચાર્જને સાર્થક કરતા કામો શરુ કર્યા હતા. જેમાં આધાર કાર્ડ ની પ્રસંશનીય કામગીરી રેવન્યુ વિભાગની જેવા અનેક કામો કરવામાં આવી રહ્યા હતા. જયારે બીજી તરફ હળવદમાં રેતી ખનન માફીયાઓ સામે અને ગેરકાયદેસર બાંધકામો સામે પણ તવાઇ બોલાવી હતી. તાજેતરમાં જ પાલીકા દ્વારા બનાવવામાં આવતા નવનીર્માણ કોમ્પલેક્ષ ધારકો ને કારણદર્શક નોટીસ ફટકારી ગેરકાયદેસર બાંધકામ અટકાવવામાં કડક કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. હળવદ ના ડે.કલેકટર ઇન્ચાર્જ તરીકે પાંચ માસ જેટલા ટુંકા ગાળામાં કડક કાર્યવાહીના લીધે કેટલાક રાજકીય આગેવાનો અને આગેવાનોના કઠપુતળા બનેલા અધિકારીઓ અને પદાધિકારીઓને કડક કાર્ય પઘ્ધતિ આંખમાં કણાની જેમ ખુંચવા લાગ્યા હોવાની ચર્ચાઓ ઉઠવા પામી હતી.

હાલ હળવદનો ઇન્ચાર્જ ડે.કલેટકરનો ચાર્જ પરત ખેંચી લેવામાં આવતા સાથે રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.

રાતોરાત આ કડક મહીલા અધિકારી પાસેથી હળવદનો ચાર્જ આચકી લેવાં પાછળ રેત માફીયાઓ કે ગેરકાયદેસર બાંધકામના અટકાવવાની કાર્યવાહીએ ભોગ લીધાની ચર્ચાઓ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.