સપ્તાહના આરંભે જ શેરબજારમાં ૫૬૦ પોઈન્ટની અફરાતફરી

ઉછાળા સાથે ખુલ્યા બાદ ૩૯,૦૦૦ની સપાટી વટાવ્યા પછી બજારમાં ગાબડુ: સેન્સેકસ અને નિફટી રેડ ઝોનમાં

સપ્તાહના આરંભે ભારતીય શેરબજારમાં ૬૫૦ પોઈન્ટથી વધુની અફરાતફરી જોવા મળી હતી. એક તબક્કે ૪૦૦થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ૩૯૦૦૦ની સપાટી કુદાવ્યા બાદ ઉંચા મથાળે વેંચવાલીનો દૌર શરૂ થતાં સેન્સેકસ ઉંધામાથે પટકાયો હતો અને ફરી ૩૯,૦૦૦ની અંદર ગરકાવ થઈ ગયો હતો. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ અને નિફટી બન્ને રેડ ઝોનમાં કામકાજ કરી ર્હયાં છે.

આજે સપ્તાહના પ્રથમ દિવસે જ મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ ઉછાળા સાથે ખુલ્યા હતા. સેન્સેકસે ૩૯,૦૦૦ પોઈન્ટની સપાટી ઓળંગી આજે ઈન્ટ્રાડેમાં ૩૯૨૩૦ની સપાટી હાંસલ કરી હતી. તો નિફટીએ પણ આજે ૧૧૫૬૮ પોઈન્ટની સર્વોચ્ચ સપાટી હાસલ કરી હતી. ત્યારબાદ ઉંચા મથાળે વેંચવાલીનો દૌર શરૂ થતાં માર્કેટ ફરી મંદીમાં ગરકાવ થઈ ગયું હતું. એક તબક્કે ૩૫૦થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે કામ કરેલો સેન્સેકસ જોરદાર રીતે નીચો પટકાયો હતો. જોત જોતામાં સેન્સેકસે ૩૯,૦૦૦ની સપાટી તોડી હતી અને દિવસ દરમિયાન ૩૮૫૭૩ પોઈન્ટની નીચી સપાટીએ પહોંચી ગયો હતો તો નિફટીમાં પણ આજે જોરદાર ગાબડુ પડ્યું હતું અને ૨૭૫ પોઈન્ટ જેવી અફરા-તફરી જોવા મળી હતી. નિફટીએ ૧૧,૫૬૮ પોઈન્ટની સર્વોચ્ચ સપાટી હાસલ કર્યા બાદ ત્યાંથી ગબડયુ અને ૧૧૩૮૩ની સપાટીએ પહોંચ્યો હતો. એક તબક્કે ડોલર સામે ભારતીય રૂપિયો ૨૪ પૈસા જેટલો મજબૂત હતો. જે બજાર તુટતા ૬ પૈસા સુધી આવી ગયો હતો. આજે સપ્તાહના પ્રથમ દિવસે જ બજારમાં ૬૫૦ પોઈન્ટથી વધુની અફરાતફરી જોવા મળી હતી.

આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૧૪૭ પોઈન્ટના ઘટાડા સાથે ૩૮૭૦૭ અને નિફટી ૪૨ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૪૨૧ પોઈન્ટ પર કામકાજ કરી રહ્યો છે જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૬ પૈસાની સામાન્ય મજબૂતાઈ સાથે ૭૩.૪૮એ ટ્રેડ કરી રહ્યો છે.

Loading...