આત્મ નિર્ભર ભારત વિષય ઉપર બનાવાય ચેન્જીંગ વિન્ડસ  શોર્ટ ફિલ્મ

રાજકોટનાં યુવા કલાકારોની આ શોર્ટ ફિલ્મ યુ ટયુબ ઉપર રીલીઝ

વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરી અને સ્વદેશી વસ્તુઓ અપનાવીએ એ સંદેશ સાથે લોક જાગૃતિ આવે એ હેતુથી યુ ટયુબ ચેનલ એન્જીગ વીન્ડસ દ્વારા હોલી આઇડીયા પ્રોડકશનના સહયોગથી એક અદભુત શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે. સ્વદેશ અપનાઓ, દેશ બચાઓ એ શીર્ષક હેઠળ બનેલી તથા મુંબઇના જાણીતા લેખક પરેશ હિંગુ દ્વારા લિખીત આ શોર્ટ ફિલ્મ વંદન કાનાબાર દ્વારા પ્રોડયુસ કરવામાં આવી છે તથા દિગ્દર્શન રાજકોટના યુવા ડિરેકટર હર્ષિલ કાનાબાર દ્વારા કરવામાં આવ્યું છે. સિનેમેટોગ્રાફી યોગેશ સોલંકી દ્વારા થઇ છે. રાજકોટના જાણીતા કલાકારો શિવલાલભાઇ સૂચક, મહેશભાઇ કોટેચા, વિશાલ પાંભર તથા યુવા કલાકારો પાવક ઉનડકટ, કૌશલ રાઠોડ, ધ્રુવીલ કાનાબાર, પારસ લીંબસીયા, નીરવ પાંભર વગેરે એ સુંદર અભિયન કર્યો છે. પોસ્ટ પ્રોડકશન વર્ક ક્રિષ્ના સોની તથા મોહિત દુધૈયા દ્વારા થયું છે. આ શોર્ટ ફિલ્મ એન્જીગ વીન્ડસ યુ ટયુબ ચેનલ પર નિહાળી શકાશે. જેની યુ ટયુબ લીક https://youtu.be/biiz-c-mk8y પર નિહાળી શકશો.

Loading...