Abtak Media Google News

વિધ્નો બાદ અંતે બોલાવાયેલી સામાન્ય સભામાં વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા: સિંચાઈના કામો પુરા થતા ન હોવાથી સભ્યોમાં અસંતોષ: સભ્યો ન હોય તેવા લોકો પણ સભામાં ઘુસી જતા હોબાળો

વિવાદો અને વિખવાદ બાદ અંતે આજે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી.જેની શ‚આત જ જેઓ સભ્ય ન હોય તે સભાખંડમાં બેસી જતા હોબાળાથી થઈ હતી અને સામ-સામા આક્ષેપો શ‚ થયા હતા. હંગામો શાંત થયા બાદ સામાન્ય સભાની કામગીરી શ‚ કરવામાં આવી હતી. જેમાં સિંચાઈ, બાંધકામ, આરોગ્ય સહિતની બાબતોએ પ્રશ્ર્નો અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા સભ્યના પતિદેવોને સામાન્ય સભામાં આવવા ન દેતા પણ મામલો ઉગ્ર બન્યો હતો. જયારે સામાન્ય સભાના અંતમાં અર્જુન ખાટરીયાએ ચંદુ શિંગાળા ઉપર આક્ષેપ કરીને કહ્યું હતું કે કોંગ્રેસમાંથી ચુંટાયેલા સભ્યો ભાજપ અને એનસીપીને ટેકો આપી રહ્યા છે અને પુરાવા ‚પે સભામાં ફોટા ઉડાડયા હતા.

સામાન્ય સભા અહીં શ‚આતમાં વિવિધ સમીટો માટેના નામોની દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ જિલ્લા પંચાયતની ૨૦૧૬-૧૭નું સુધારેલું અને ૨૦૧૭-૧૮નું અંદાજપત્ર મંજુર કરવા માટે પણ ઠરાવ થયો હતો. અંદાજપત્રના ઠરાવ બાદ સામાન્ય સભામાં અનુદાન તેમજ સ્વભંડોળની યોજનાઓની સમીક્ષા વગેરેનું કામ ઉઠાવવામાં આવ્યું હતું. આ કામગીરી બાદ રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિમાં વધુ એક નામ ઉમેરવું, આદિવાસી જનજાતીની ગ્રાન્ટ નિયમ પ્રમાણે ફાળવી, જિલ્લા પંચાયત સ્વભંડોળથી ડો.બાબા સાહેબ આંબેડકરનું નવું સ્ટેચ્યુ બનાવવું વગેરે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સામાન્ય સભામાં રાજકોટ જિલ્લાના રસ્તાને લગતી કેટલી રજુઆતો થાય છે અને તે પૈકીના કેટલા કામો થયા છે તે બાબતે પ્રશ્ર્ન પુછવામાં આવતા તેની માહિતી આપવામાં આવી હતી. તેમજ જે જગ્યાએ કામગીરી બાકી છે તેને ઝડપથી પુર્ણ કરવા માટે સુચનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના સિંચાઈ વિભાગના કામો માટેનો પ્રશ્ર્ન પુછવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગના કામો પૂર્ણ થયા ન હોવાથી ભારે મુશ્કેલી પડતી હોવાનું સભ્યો દ્વારા કહેવામાં આવ્યું હતું.

વધુમાં કહ્યું હતું કે, ઘણા જળાશયો જર્જરીત હાલતમાં હોવાથી કોઈપણ સમયે દુર્ઘટના બની શકે છે ત્યારે આ બાબતે કામગીરી થવી જોઈએ. તેવું સખ્ત શબ્દોમાં સુચન આપવામાં આવ્યું હતું. સિંચાઈના પ્રશ્ર્ન બાદ રાજકોટ જિલ્લામાં નવા પ્રાથમિક આરોગ્ય બાબતના પ્રશ્ર્નના જવાબમાં કહ્યું હતું કે, જિલ્લામાં સરકાર દ્વારા ૧૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવ્યા છે. જેમાં તમામ કામગીરી પણ શ‚ થઈ ચુકી છે. આ ઉપરાંત સામાન્ય સભામાં કુલ ૧૭૪ શાળાઓને ફિ નિયમન બાબતે નોટિસ ફટકારવામાં આવ્યું હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના રીનોવેશનની કામગીરી, આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની અરસ-પરસ બદલી, શિક્ષકો સામે શિક્ષાત્મક પ્રક્રિયા, શિક્ષકો વિરુઘ્ધની ફરિયાદોનો નિકાલ, બાંધકામ વિભાગના કેટલા કામો પૂર્ણ થયા, જિલ્લામાં બે વર્ષની અંદર સિંચાઈ વિભાગ દ્વારા બનાવવામાં આવેલા ચેકડેમો, તળાવો બાબતના પ્રશ્ર્નો પુછવામાં આવ્યા હતા. જેમાં બાકી રહેલા કામોને તાકીદે પૂર્ણ કરવા અને જ‚ર પડયે નવા ઠરાવો પણ તાકીદે મંજુર કરવા માટેનું સુચન કરવામાં આવ્યું હતું. જેમાં સભ્યોની રજુઆત હતી કે મોટાભાગના કામો કર્મચારીઓના અભાવે પુરા થતા નથી. છેલ્લા લાંબા સમયથી સિંચાઈ બાબતના કામો પણ આજ કારણ કરીને કહીને પુરા કરવામાં આવતું ન હોવાનું કહેતા તાકીદે જ‚રી કર્મચારીઓને કોન્ટ્રાકટ ઉપર રોકીને કામગીરી પૂર્ણ કરવા માટેની તૈયારી બતાવવામાં આવી છે. સામાન્ય સભાની તારીખ નકકી થયા બાદની જ વિધ્ન આવ્યા હતા અને સામાન્ય સભામાં પણ હંગામો જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયતની બોડી ઉપર વિધ્નો આવી રહ્યા છે તેવામાં લોક જ‚રી પ્રશ્ર્નો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટેના પ્રયાસો થયા હતા અને જ‚રી બાબતોએ ઉચ્ચ કક્ષાએ પણ રજુઆત કરવાની તૈયારી બતાવવામાં આવી હતી. આજની સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના સભ્યો ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, કાર્યપાલક ઈજનેર, હિસાબી અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના વિવિધ ખાતાના અધિકારીઓ હાજર રહ્યા હતા અને કામગીરીની સમીક્ષામાં ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.