Abtak Media Google News

સિનિયર આઇપીએસ વી.કે.મલની આગેવાની હેઠળ ચાર આઇપીએસ અધિકારીની કમિટીની રચના

જુલાઇ માસમાં નવુ મેન્યુઅલ ગુજરાતી અને અંગ્રેજીમાં ઓનલાઇન ઉપલબ્ધ થશે

ગુજરાત પોલીસ એકટમાં ધરકમ ફેરફાસ કરવા આઇપીએસની કમિટિ દ્વારા કરાયેલી ભલામણ અને સુધારા સાથેના નવા કાયદાનો આગામી જુલાઇ માસથી અમલ શરૂ થવાનો છે.

ગુજરાત પોલીસ અધિનિયમમાં સુધારાની ભલામણ કરવા માટે સરકાર દ્વારા એડિશનલ ડીજી વી.કે.મલની આગેવાની હેઠળ કમિટિની રચના કરવામાં આવી છે. કમિટિમાં સિનિયર આઇપીએએસ સંજય શ્રીવાસ્તવ, મનિન્દ્રરસિંહ પવાર અને નિલેસ ઝાંઝડીયા સભ્ય છે. ચારેય આઇપીએસ અધિકારીઓ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.

દેશના તમામ રાજયના પોલીસે કાયદામાં મોડેલ પોલીસ એકટ મુજબ જરૂરી ફેરફાર કર્યા છે. આ સુધારા લોકોના વિશાળ હિતને ધ્યાને રાખીને કરવામાં આવ્યા છે. કાયદામાં અત્યાર સુધી પોલીસ કમિશનર દ્વારા અપાતી સુચનાનું ૧૪ દિવસ માન્ય રહેતી તેનો સમય વધારવા કરવામાં આવ્યાનું જેનું નવીનીકરણ જરૂરી જણાતા ફેરફાર કરાયો છે. તેમજ પોસ્ટીંગ અને ડીજીનેશનની જુની સિસ્ટમની પણ નવા સુધારા કાયદામાં સમિક્ષા કરવામાં આવી છે.

કાયદામાં જરૂરી સુધારા વધારા સાથે અસ્તીત્વમાં આવનાર નવા કાયદાનું આગામી જુલાઇ માસ સુધીમાં પૂર્ણ કરી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઓન લાઇન ઉપલબ્ઓધ કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.