Abtak Media Google News

તબીબી ઉપકરણો, વસ્તુ અને ખાદ્ય ચીજો સપ્લાય કરવા માટે વિશેષ ટાઈમ-ટેબલ પાર્સલ ટ્રેન ચલાવી

પશ્ચિમ રેલ્વે દેશના જુદા જુદા ભાગોમાં દવાઓ, તબીબી ઉપકરણો, તબીબી વસ્તુઓ, ખાદ્ય ચીજો, વગેરે જરૂરી ચીજવસ્તુઓસપ્લાય કરવા માટે વિશેષ ટાઇમ ટેબલ પાર્સલ ટ્રેન ચલાવી રહી છે. ભાવનગર મંડળના પોરબંદરી દોડતી પોરબંદર-શાલીમાર પાર્સલ સ્પેશિયલ ટ્રેનના ચાલી રહેલા દિવસોમાં બદલાવ કરવામાં આવ્યો છે.

પોરબંદરી ચાલતી પોરબંદર-શાલીમાર પાર્સલ સ્પેશિયલ ટ્રેન (૦૦૯૧૩) હવે ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૦ ી મંગળવાર, ગુરુવાર અને શનિવારે દોડશે. તેવી જ રીતે શાલીમાર-પોરબંદર પાર્સલ સ્પેશિયલ ટ્રેન (૦૦૯૧૪) શાલીમારી ૦૧ ઓક્ટોબર, ૨૦૨૦ ી ગુરુવાર, શનિવાર અને સોમવારે દોડશે.

આ પાર્સલ ટ્રેન પોરબંદરી સાંજે ૬.૦૦ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે ૦૬.૩૦ વાગ્યે શાલીમારપહોંચશે. એ જ રીતે રિટર્નમાં, આ પાર્સલ ટ્રેન શાલીમારી ૨૦.૨૫ કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે ૨૦.૦૦ વાગ્યે પોરબંદર પહોંચશે. આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નંદુરબાર, ભુસાવલ, અકોલા, બડનેરા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા જંકશન, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટા નગર, ખડગપુર જંકશન, પાનસ્કુરા અને મેકેડા સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.