Abtak Media Google News

બાઈક પર આવેલ સમડીએ વેપારીને પછાડી દઈ ઝપાઝપી કરતા હામાં ઈજા: ગુંદાવાડી મેઈન રોડ પર બનેલો બનાવ, સમડી સીસીટીવી કેમેરામાં કેદ

શહેરના માર્ગો પર મહિલાઓને સમડીએ ટાર્ગેટ બનાવી અનેક ચિલઝડપ ઈ હોવાનું અગાઉ પોલીસ ચોપડે નોંધાયું છે. ત્યારે ગુંદાવાડી મેઈન રોડ પર વહેલી સવારે સાયકલીંગ કરવા નિકળેલા સોની વેપારીને સમડીએ ટાર્ગેટ બનાવી રૂ.૫૦ હજારનો સોનાના ચેઈન લઈ જતા ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગેની માહિતી મુજબ પેલેસ રોડ પર આવેલ વર્ધમાનનગર શેરી નં.૨માં રહેતા અને ચાંદી લે-વેંચનું કામકાજ કરતા નિલેશભાઈ છગનભાઈ જોબનપુત્રા (ઉ.વ.૪૯) નામના સોની વેપારી બે દિવસ પહેલા વહેલી સવારે પોતે ઘરેથી પોતાના નિત્યક્રમ મુજબ સાયકલીંગ કરવા નિકળ્યા હતા. ત્યારે ગુંદાવાડી મેઈન રોડ પર ડો.દિનેશભાઈના દવાખાના સામેની શેરીમાં આશિષ ડેરી ફાર્મ પાસે પહોંચતા બાઈક પર પાછળ-પાછળ આવતા એક અજાણ્યા ઈસમે તેના ગળામાં ઝોંટ મારી હતી તે દરમિયાન સોની વેપારી નિલેશભાઈએ સમડીનો પ્રતિકાર કરતા બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને બન્ને પડી ગયા હતા.

જેમાં નિલેશભાઈને હામાં ગંભીર ઈજા તાં બાઈક ચાલક સમડી સોનાનો ચેઈન ચિલઝડપ કરી બાઈક ઉભુ કરી નાસી ગયો હતો. બનાવના પગલે ઈજાગ્રસ્ત હાલતમાં નિલેશભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અંગેની જાણ ભક્તિનગર પોલીસમાં કરવામાં આવતા પીએસઆઈ એ.વી.પીપરોતર હાસ્પિટલ ખાતે દોડી જઈ સોની વેપારી નિલેશભાઈની ફરિયાદ નોંધી હતી. પોલીસે ઘટના સ્ળે રહેણાંક મકાનના સીસીટીવી કેમેરાની તપાસ કરતા ચિલઝડપની સમગ્ર ઘટના તા સોની વેપારી સાઈકલીંગ કરતી વેળાએ તેનો પીછો કરતો બાઈક પર સમડી સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.