Abtak Media Google News

રાજકોટ એનએસયુઆઈની રજુઆત બાદ વીસીએ ગોંડલનું પરીક્ષા કેન્દ્ર રદ કર્યું : ગોંડલ કોંગ્રેસની પરીક્ષા કેન્દ્ર પરત આપવાની માંગ

સિન્ડિકેટની બેઠકમાં થયેલા નિર્ણયથી વિપરીત કુલપતિનું નિવેદન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ગોંડલની એમ. બી આર્ટસ એન્ડ કોમર્સ કોલજના ગોંડલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ ડમી વિદ્યાર્થી બેસાડ્યો હોવા છતાં સતાધીશો કાંઈ કરી ના શક્યા પરંતુ માસ કોપીકેશના પગલે પરીક્ષા કેન્દ્ર રદ કર્યુ. ગત સિન્ડિકેટમાં નિર્ણય લેવાયો કે ગોંડલની આ કોલેજના વિદ્યાર્થીઓને રાજકોટ પરીક્ષા આપવા આવવું પડશે અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ કોલેજે ભોગવવાનો રહેશે જો કે આજે ગોંડલ કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર રજુઆત કરતા કુલપતિએ ફેરવી તોડયું કે ગોંડલના વિદ્યાર્થીઓને રાજકોટ પરીક્ષા આપવા આવવું નહીં પડે.

ગોંડલ તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ ગત તા. ૪ ડીસેમ્બરના બી.એ સેમ-૧ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસાડ્યો હોવાના ઘટસ્ફોટ સાથેની રજુઆત થતા તાલુકા શહેર કોંગ્રેસના ભાર્ગરાજસિંહ સહિતના આગેવાનો આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પહોંચ્યા હતા અને અલ્પેશ ઢોલરીયા સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સુત્રોચાર પોકાર્યા હતા. ત્યારબાદ તેઓ કુલપતિ ડો.નીતિન પેથાણી સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા હતા દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ કુલપતિને સવાલ કર્યો હતો કે, અલ્પેશ ઢોલરીયા સામે કાર્યવાહી કરવાં ને બદલે વિદ્યાર્થીઓને સજારૂપ પરીક્ષા કેન્દ્ર શા માટે રદ કર્યું? સાથે જ અલ્પેશ ઢોલરીયા સામે કાર્યવાહી કરવામાં તમે નબળા પડો છો તેવું રોકડું પરખાવ્યું હતું.

ગોંડલના વિદ્યાર્થીઓને રાજકોટ પરીક્ષા આપવા આવવું પડે તે વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી રૂપ છે જેથી ગોંડલના વિદ્યાર્થીઓની ત્યાં જ પરીક્ષા લેવાય તેવી માંગ કરી હતી. તે સમયે કુલપતિએ તુરંત જ ખાતરી આપી હતી કે ગોંડલના વિદ્યાર્થીઓને રાજકોટ પરીક્ષા આપવા નહીં આવવું પડે. જો કે હકીકત એ છે કે તાજેતરમાં મળેલી સિન્ડિકેટની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, ગોંડલના વિદ્યાર્થીઓને રાજકોટ પરીક્ષા આપવા આવવાનું રહેશે. આ રીતે કુલપતિએ સિન્ડિકેટના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો અને કોંગ્રેસના આગેવાનોનો રોષ શાંત પાડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.