Abtak Media Google News

આપણા દેશમાં ઘણી બધી નબળાઇઓ પ્રવર્તે છે. ઓછામાં પૂરૂ આપણા જ દેશના આગેવાનો આ નબળાઇઓને ઊઘાડી કરતા રહે છે.

આપણા એક ટોચના ઉઘોગપતિએ એવી મહતવની ટકોર કરી હતી કે, આપણો દેશ અને તેના નેતાઓ આપણી નબળાઇઓનો અણસાર આપણા શત્રુઓ પ્રતિસ્પર્ધીઓને આવવા દઇને બહુ ખોટું કરે છે. ચાણકયે તો એવું કહ્યું છે કે, આપણી નબળાઇઓનો અણસાર, શત્રુઓને અને હરીફોને ન આવવા આપણું ભલુ લેખાય

એક સમયે દિલ્હી હાઇકોર્ટ પાસે થયેલા બ્લાસ્ટ અંગે તપાસનીશ ટીમને કોઇ ઠોસ કડી ન મળતાં સત્તાવાળાઓએ અમેરિકાની સહાય માગવાનો સંકેત આપ્યો હતો એ પછી તો જે કાંઇ બન્યું તે બન્યું, પરંતુ આપણી નબળાઇનો અણસાર આપણા શત્રુને ન આવવા દેવાનો સિઘ્ધાંત ન ટકયો અને નેતૃત્વની ઉપણ દેખાઇ આવી.

રાજકારણમાં કે અન્ય ક્ષેત્રે નેતાની પસંદગી કે ગુરુવર્ચની પસંદગીમાં ભૂલ ખાવી એ કોઇ ખાસ વ્યકિતને કે દેશને પોસાય નહી, નેતૃત્વ વિનાની સેના કાંઇપણ કરવા સમર્થ હોતી નથી. સબળ અને સક્ષમ સેનાપતિ જ યુઘ્ધમાં જીત અપાવી શકે એ કોણ નથી જાણતું?

આપણે ત્યાં કેટલા બધા મોટા ગણાતા લોકો આકાશમાં કેટલાક વાદળની જેમ ગાજયા જ કરે છે, પણ નથી વરસતા કે નથી વિખરાઇ જતાં.

આપણે જેને સર્વોપરી ગણાવીએ છીએ અને મંદિરની ઉપમા આપીએ છીએ એ સંસદ કશું જ કામકાજ જ કરી શકાય.

એટલે હદે ધાંધલ ધમાલ અને દેકારો વચ્ચે સમાપ્ત થાય છે ત્યારે આપણા દેશની નબળાઇ ખુલ્લી થયા વિના રહેતી નથી. ચાણકયના મતે એ લગીરે ડહાપણ ભર્યુ નથી. એમાં ખુલ્લો થતો એકાત્મતાનો અભાવ બુઘ્ધિગમ્ય લોકોને અને વતનપરસ્ત લોકોને અકળાવ્યા વિના રહેતો નથી.

એક આદર્શ અને વિશ્ર્વભરમાં સન્માનીય હિન્દુ રાષ્ટ્રને આવી ગંદી છાપ શોભે નહિ…

આપણી ગૌમાતા આદર્શ હિન્દુ રાષ્ટ્રની સૌથી વધુ મૂલ્ય પ્રતીક છે. તુલસીકયારા પાસે સતત પ્રજવળતો દિવો પણ આદર્શ હિન્દુ રાષ્ટ્રનું પ્રતિક છે. શ્રીરામ અને સીતારામ તથા ગોપાલ કૃષ્ણ આદર્શ હિન્દુ રાષ્ટ્રના પ્રતિક છે.

આવા રાષ્ટ્રમાં એકાત્મતાનો અભાવ એ અપશુકન લેખાય અને લજિજત થવા જેવું ગણાય.

આમ તો એકાત્મતા અદ્વિતીય છે, જેમાં ભારતની સંસ્કૃતિના પરંપરાના દર્શન થાય છે. આપણા રાષ્ટ્રીય જીવનમાં વિવિધતામાં અનેકતાની અનુભુતિ થાય છે. આ સ્ત્રોત્ર રાષ્ટ્ર માનસ ઉ૫ર દેખાય છે. શુઘ્ધ, સાત્વીક ચેતના અર્થાત સમગ્ર સચ્ચિદાનંદ, બાહ્મ સાત્વીક ચેતના અર્થાત સમગ્ર શિવ, સુંદર, ઉપકાર એવમ કૃપા તેની વર્ષા કરવા વાળા છે. આજ કારણે પંચમહાભૂત, પૃથ્વી, જલ,વાયુ, અગ્ની અથવા ઉજા અને આકાશમાં અભિવ્યકત ભગતવ કૃપાનું આહવાન છે. અને રાષ્ટ્રનું સ્મરણ જયારે કરીએ છીએ ત્યારે પર્વત, નદીઓ, સમગ્ર સૃષ્ટિની રચના આરાધના બ્રહ્માજી દ્વારા થઇ છે. જયાં બંકીમચંદ્ર એ એની વિઘા, લક્ષ્મી અને દુર્ગાની ત્રિમૂર્તિ સ્વરુપમાં વંદે મારતમ દ્વારા પૂજા કરી છે., અસંખ્ય પવિત્ર તીર્થ છે જયાં યાત્રાઓ, મેળાઓમાં લાખો લોકો દૂરદૂરથી એકત્ર થાય છે.

પ્રકૃતિ પંચભૂત નવગ્રહ, ત્રણ લોક, સાત સ્વર, દસ દિશા, ત્રણ કાળ બધાનું મંગલ કરે, રત્નોની ખાણ, સમુદ્ર જેના પગ ધોવે છે. હિમાલય જેનો મુકુટ છે. બ્રહ્મર્શી તથા રાજર્ષિ રુષિ જેવા ભારતમાતાની વંદના કરું છું. ભારતની ચારેય દિશામાં મહેન્દ્ર, મલય, શૈહ્યાદ્રી, હિમાલય, રૈહીવતક, વિઘાચલ, અરવલ્લી પર્વતોથી શોભાયમાન છે.

આપણા રાષ્ટ્રના નેતાઓ-સુકાનીઓ વિકાસની વાતો કરે છે, પણ એક આદર્શ અને વિશ્ર્વભરમાં સન્માનીત હિન્દુ રાષ્ટ્ર કેવું હોય અને તેમાં શું શું બેનમુન હોય એ વિષે બધું જાણતા હોય એમ જણાયું નથી…

એટલે જ એ સિઘ્ધાંત પોકારી પોકારીને કહેતો રહે છે કે નેતાની પસંદગીમાં ભૂલ કરવી એ કોઇપણ દેશને પોસાય નહિ, અને જે દેશમાં સન્માન ન મળે, આજીવિકા ન મળે, આર્દશ ભાઇ ભાંડુ ન મળે અને ભાઇભાંડુઓ વચ્ચે એકાત્મતા ન હોય, સારા ભણતર કે અભ્યાસની સગવડ ન હોય તે દેશમાં ન જ રહેવું જોઇએ એવો ચાણકયનો મત છે, અને આ બાબતોમાં આપણો દેશ અર્ધદગ્ધ રહ્યો છે, એ વાત સૌથી વધારે નેતાઓ, રાજકારણીઓ, સુકાનીઓ તેમજ ખુદ ધર્મસત્તા જાણે છે!

આપણા ગુજરાત-સૌરાષ્ટ્ર અને રાજકોટમાં મોટા કદના ભજનિક તરીકે તથા રાષ્ટ્રકત તરીકે પંકાયેલા શ્રી અરામ ભગતને આ બધી બાબતોના સાક્ષી તરીકે યાદ કરવા જેવા છે.

મહાત્મા ગાંધી પણ એમના ચાહક હતા એમ ઇતિહાસ કહે છે.

એમનું નામ ઇબ્રાહિમ હતું પણ હિન્દુ ભજનીક તરીકે આખા સમાજમાં ખ્યાતનામ હતા.

કનુાઇ બારોટ, દુલા ભગત જેવા એ સમયના ગુજરાતના ખ્યાતનામ ભજન ગાયકોની વચ્ચે લોકચાહનાની દ્રષ્ટિએ અગ્રીમ સ્થાન મેળવ્યું . ભજન ઉપરાંતઅભરામ ભગત આખ્યાન ની કળામાં પણ માહેર હતા. નરસિંહ મહેતાનું કુવરબાઇનું મામેરું, આખ્યાન તેમના કંઠે સાંભળવું એ અનેરો લ્હાવો ગણાતો. આખ્યાન ઉપરાંત કાવ્યપ્રકાશની દ્રષ્ટિએ અલગ અલગ રીતે ગવાતી એવી આરાધ, કટારી, પ્રભાતિયા, રામગરી જેવી ભજનની અનેક વિવિધ ગાયકીમાં તેમણે મહારત હાંસલ કરી હતી. જોતજોતામાં તેમની ખ્યાતિ દુર દુર સુધી ફેલાઇ ગઇ.

સૌરાષ્ટ્ર ગુજરાતના નાનામોટા શહેરોમાં તો ઠીક, મુંબઇમાં પણ તેમના શો હાઉસફુલ થવા લાગ્યા. કોલંબિયા અને એચએમવી જેવી નામી રેકોર્ડ કંપનીઓએ બહાર પાડેલી તેમના ગાયેલા ગુજરાતી તેમજ હિન્દી ભજનોની એલપી રેકર્ડ વિક્રમજનક સંખ્યામાં ચપોચપ વેચાઇ જવા લાગી!તેમણે હિન્દીમાં ગાયેલા સાંઇબાબા ભજનોની એલપી રેકર્ડ વિક્રમજનક સંખ્યામાં ચપોચપ વેચાઇ જવા લાગી! તેમણે હિન્દીમાં ગાયેલ સાંઇબાબા ભજનોની શ્રેણી એટલી પ્રખ્યાત થઇ કે લોકો એ જ હોટલમાં જવાનું પસંદ કરતા કે જયાં તેમના ગાયેલા ભજનોની રેકર્ડ વાગતી હોય ! અભરામ ભગત આ અગણિત ચાહકોની યાદીમાં એક નોંધપાત્ર નામ મહાત્મા ગાંધીનું પણ હતું!

પૂ. બાપુએ વ્યકિતગત રીતે તેને કાગળ લખીને પોતાનો રાજીપો વ્યકત કયો હતો! એટલું જ નહીં ૧૯૬૫માં ભારત-પાકિસ્તાન યુઘ્ધમાં સધળી આવક પ્રધાનમંત્રી રાહત ફંડમાં દાન આપી દેનાર આ અલગારી ભગતને તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ ખાસ આમંત્રણ આપીને દિલ્હી તેડવ્યા હતા. ત્યાં તેમણે રજુ કરેલા ભજન સાંભળીને પોતે અભિભુત થઇ ગયા હતા એવું ખુદ શાસ્ત્રીજીએ તેમને લખેલા પત્રમાં જણાવ્યું હતું.

એક પગ અપંગ એવા અભરામ ભગત પ્રસિઘ્ધના એક પછી એક વણસ્પર્શ્યો શિખરસર કર્ય જતા હતા. દેશ વિદેશમાંથી તેમને ભજન ગાવા માટે આમંત્રણ મળી રહ્યા હતા.

એ ૧૯૭૩ની સાલ હતી. ભગતને અમેરિકા સોસાયટી ફોર ઇસ્ટર્ન આર્ટસ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ પોગ્રામસ એન્ડ સર્વિસ જેવી સંસ્થાઓતેમજ ન્યુયોર્ક સ્ટેટ યુનિવર્સિટી ના શિક્ષણ વિભાગ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું. આખરે વર્ષ ચાલેલી આ યાત્રામાં ન્યયોર્ક વોહિંગ્ટન:, શિકાગો સહીત અમેરિકાના વિવિધ શહેરોમાં યોજાયેલા તેમના કાર્યકમોમાં શ્રોતાઓએ ભરચક હાજરી આપી. અમેરિકા ઉપરાંત તેમણે

કેનેડા, યુકે તેમજ પૂર્વ આફ્રિકા અને યુરોપના અનેક દેશોનો પ્રવાસ પણ કર્યો. મજાની વાત એ હતી કે અક્ષરજ્ઞાનની દ્રષ્ટિએતદન અભણ એવા અભરામ ભગતની આ સઘળી વિદેશયાત્રાઓ દરમિયાન ગુજરાત સરકાર તરફથી એમના દુભાષીયા તરીકે માહીતી ખાતાના અધિકારી પી.એલ. સાધુની નિમણુંક કરાઇ હતી. નસીબની બલિહારી જુઓ માંડ એક ચોપડી સુધી શાળાએ જઇ શકેલા અભરામ ભગતે પોતાના પુત્ર માહિરને એક સમયે જયા રાજવી પરિવારના સંતાનોને જ પ્રવેશ અપાતો એવી રાજકોટની પ્રખ્યાત રાજકુમાર કોલેજમાં ભણવા મુકેલો!

નાણાની અવિરત રેલમછેલ વચ્ચે પણ સાદુ સંયમિત જીવન જીવતા અભરામ ભગતે ર૭ ફેબ્રુઆરી ૧૯૮૮ ના રોજ કોઇ જાતની બિમારી વિના જ શાંતિથી આ જગતમાંથી વિદાય લીધી. આ જગતમાંથી વિદાય લીધી એ સમયે બધા જ અખબારોએ તેમના દેહાવસાનની નોંધી લીધી હતી. તાનપુરાનો એક તાર તુટી ગયો, આવી અદભુત ભાવાંજલી અખબારો દ્વારા તેમને આપવામાં આવેલી.

અભરામ ભગત જે આજે સ્થૂળ દેહે ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમણે આપણ જે વારસામાં આપેલો ભજન સરવાણીનો અણમોલ ખજાનો સદાયે તેમની યાદ જીવંત રાખશે. તેમણે ગાયેલું એક અતિ પ્રાચીન લોક ગીત કું તા અભિમન્યુને બાંધે રાખડી રે લોલ….

આ ઉદાહરણને રખે કોઇ ઓછું ગંભીર ગણે!

આપણા અત્યારનાં રાજકારણમાં તો એ વધુ નોંધપાત્ર ગણાયા હોત!

પક્ષાંતરનું રાષ્ટ્રદ્રોહી અનિષ્ટ એમને કદાપિ ગમ્યું ન હોત.

તેમણે નાત, જાત, કોમ કે ધર્મની ઓથો થતાં પક્ષાંતરને આઘ્યાત્મિક દ્રષ્ટિએ પણ કદાપિ કોઠું એમના એક ભજનને યાદ કરીએ

આ વનવગડાના વણઝારા, જોને મારગ ચીંધે તને ગગનના

તારા, ઓ વનવગડાના વણઝારા!

આપણા નેતાઓને ગગનના તારા માર્ગ ચીંધે એવી પ્રાર્થના ! કારણ કે પક્ષાંતરનું રાજકારણ દેશને અંધકારમાં ડૂબાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.