Abtak Media Google News

ચોટીલા હાઇવે પર આવેલ પોલીસ ચોકી ઘણાંજ સમય થી જર્જરિત હોવાથી પોલીસ દ્વારા આ ચોકી નવી બનાવવાનું અષાઢી બીજના દિવસે આ ચોકી નું ખાતમુહૂર્ત કરાયું

ચોટીલા હાઇવે ઉપર આવેલ પોલીસ ચોકી નવી બનાવવા નો પ્રારંભ થયો છે. રૂ.૧૭ લાખ ના ખર્ચે આ નવી ચામુંડા  પોલીસ ચોકી બનાવવા માં આવશે.

ચોટીલા ના હાઇવે ઉપર અત્યારે પોલીસ ચોકી કાર્યરત છે ત્યારે રૂ.૧૭ લાખના ખર્ચે નવી  પોલીસ ચોકી બનાવવાના ભાગ રૂપે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુ.

આ નવી પોલીસ ચોકી માં કંટ્રોલ રુમ તથા સી.સી.કેમેરા થી સજજ કરવામાં આવશે. જ્યારે આ પોલીસ ચોકીનું ખાત મુહૂર્ત ચોટીલાના પી. આઈ.ભાવનાબેન પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ   મોલડી પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ.ડી.બી.ચૌહાણ ચોટીલા પોલીસ સ્ટેશન ના ભગીરથસિંહ સોલંકી અને અન્ય સ્ટાફ સાથે ચોટીલા ગામના આગેવાનો આ પ્રસંગે હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.