Abtak Media Google News

ચેમ્બરનાં પ્રમુખ વી.પી. વૈષ્ણવ, સીજીએસટીના જોઈન્ટ કમિશનર અભિલાશ શ્રીનિવાસન, એસજીએસટીના ડી.વી. ત્રિવેદી સહિતનાઓએ વેપારીઓને માર્ગદર્શન આપ્યું

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તેમજ સીજીએસટી ઓડિટનાં સંયુકત ઉપક્રમે જીએસટીમાં નવા નિયમ પ્રમાણે વાર્ષિક રીટર્ન ફાઈલીંગ કરવા અંગે તાજેતરમાં રાજકોટ ચેમ્બર હોલ ખાતે સેમીનારનું આયોજન કરાયું હતુ. આ સેમિનારમાં ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, સીજીએસટી જોઈન્ટ કમિશ્નર અભિલાસ શ્રીનિવાશન, વિશાલ માલાણી, મનિષકુમાર ચાવડા, એસજીએસઆઈ જોઈન્ટ કમિશ્નર ડી.વી. ત્રિવેદી, ડે. કમિશ્નર ડી.એન. ગોયાણી ઉપસ્થિત રહી વેપારીઓને જાણકારી માર્ગદર્શન આપ્યું હતુ. સેમીનારના પ્રારંભે રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાએ સૌને આવકારી હાલમાં પણ વેપારીઓને જીએસટીમાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે જીએસટીમાં નવા નિયમ પ્રમાણે વાર્ષિક રીટર્ન કેવી રીતે ફાઈલીંગ કરવુંતેની સંપૂર્ણ માહિતી વેપારીઓને મળી રહે તે ઉદેશથી રાજકોટ ચેમ્બર સીજીએસટી ઓડિટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ સેમીનારનું આયોજન કરેલ છે.

સીજીએસટીના જોઈન્ટ કમિશ્નર અભિલાસ શ્રીનિવાસનએ પ્રાસંગીક ઉદબોધન કરી આ સેમીનારનું આયોજન કરવા બદલ રાજકોટ ચેમ્બર પ્રત્યે આભાર વ્યકત કરેલ અને જીએસટીમાં વાર્ષિક રીટર્ન ફાઈલીંગ તથા ઓડિટની જોગવાઈ અંગે છણાવટ કરેલ. સીજીએસટીના જોઈન્ટ કમિશ્નર મનિષકુમાર ચાવડા દ્વારા જીએસટીમાં ઓડિટ કરવા અંગેના નીતિ નિયમો, વાર્ષિક રીટર્ન કેવી રીતે ફાઈલીંગ કરવું તે અંગે ફોર્મ જીએસટીઆર. ૯ અને જીએસટીઆર. ૯સી વગેરે જેવા વિવિધ મુદાઓ ઉપર વિસ્તૃત છણાવટ કરી પાવર પોઈન્ટ પ્રઝન્ટેશન દ્વારા વેપારીઓને માર્ગદર્શન પૂ‚ પાડયું હતુ.

રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા વેપાર-ઉદ્યોગકારોના જટીલ પ્રશ્ર્નો કે નીતિ વિષયક પ્રશ્ર્નો બાબતે અવાર નવાર કેન્દ્ર સરકાર અને રાજય સરકારમાં રજૂઆતો કરેલ છે. અને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરેલ છે. તેમ છતા વેપારીમિત્રોને કોઈપણ સમસ્યા કે પ્રશ્ર્નો હોય તો રાજકોટ ચેમ્બરને મોકલી આપી તેનું ચોકકસપણે નિરાકરણ લાવવા પ્રયત્નો કરીશું તેવું આહવાન કર્યું હતુ.

સીજીએસટી જોઈન્ટ કમિશ્નર વિશાલ માલાણી દ્વારા કેન્દ્ર સરકારએ તા.૧.૯.૨૦૧૯થી સબકા વિશ્ર્વાસ સ્કિમ ૨૦૧૯ અમલમાં મૂકેલ છે. તે; અંતર્ગત મળવાપાત્ર લાભો તથા યોજના અંગેની અન્ય સુવિધાઓ બાબત જાણકારી આપેલ. એસજીએસટી જોઈન્ટ કમિશ્નર ડી.વી. ત્રિવેદી તથા ડે. કમિશ્નર ડી.એન. ગોયાણી દ્વારા રાજય સરકારએ તા.૧૫.૯.૨૦૧૯થી વેરા સમાધાન યોજના ૨૦૧૯ અમલમાં મૂકેલ છે.તેની સંપૂર્ણ માહિતી પૂરી પાડેલ અને આ યોજનાની તારીખ સરકાર દ્વારા લંબાવીને તા.૧૦.૧.૨૦૧૯ કરવામાં આવેલ છે. આથી આ યોજનાનો લાભ લેવા વેપારી મીત્રોને જણાવેલ. સમગ્ર સેમિનારનું સંચાલન રાજકોટ ચેમ્બરના મંત્રી નૌતમભાઈ બારસીયાએ કરેલ તેમજ ઉપસ્થિત અધિકારીઓ તથા વેપારી મિત્રોનો સેમિનારમાં હાજરી આપવા બદલ રાજકોટ ચેમ્બરના સહમંત્રી કિશોરભાઈ ‚પાપરાએ આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.