Abtak Media Google News

ઈન્ટરિમ પ્રમુખની નિમણૂંકને પડકારઃ

ચીફ જસ્ટિસે પોતાને સુનાવણીથી અલગ કર્યા

ન્યાયાધીશ રંજન ગોગોઈએ એમ નાગેશ્વર રાવને CBIનાં ઈન્ટરિમ પ્રમુખ બનાવવા સામે વિરોધ કરતી અરજી પર સુનાવણી કરવાથી પોતાને અલગ કરી લીધા છે. તેમણે કહ્યું કે, તેઓ CBIનાં ડાયરેક્ટરોની પસંદગી કરતી ઉચ્ચ સ્તરીય સમિતીનાં સભ્ય છે, એવામાં તેમને આ મુદ્દે સુનાવણી કરવાનું યોગ્ય ન લાગ્યુ, હવે આ અરજી પર સુનાવણી 24 જાન્યુઆરીએ બીજી બેંચ કરશે.

1979ની બેચનાં આઈપીએસ અધિકારી વર્માને સિવિલ ડિફેન્સ, ફાયર સર્વિસેસ અને હોમ ગાર્ડ વિભાગનાં ડિરેક્ટર જનરલ બનાવાયા હતા. જો કે તેમણે સીબીઆઈ પદ પરથી હટાવ્યાનાં બીજા દિવસે જ રાજીનામુ આપી દીધુ હતુ. આલોક વર્માનો સીબીઆઈમાં કાર્યકાળ 31 જાન્યુઆરીએ પુરો થઈ રહ્યો હતો.

આ અરજીમાં એમ નાગેશ્વરને સીબીઆઈનાં ઈન્ટરિમ પ્રમુખ બનાવવા અંગેના નિર્ણયને પડકાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સીબીઆઈનાં ડિરેક્ટરોની પસંદગી અને નિમણૂકમાં પારદર્શિતા લાવવાની માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.