Abtak Media Google News

સુવિધા આપવામાં ઉદાસીનતા: ગમે તેવી પરિસ્થિતિમાં ખેલાડીઓના જુસ્સાના કારણે જ હોકી જીવંત: ભગીરથસિંહ

હોકીના નેશનલ પ્લેયર્સ સાથે ‘ચાયે પે ચર્ચા’

ગર્લ્સને હોકી રમવા માટે ગુજરાતમાં પ્રોત્સાહન ઓછુ પરંતુ ભવિષ્ય ઉજળુ: સેજલ દવે મહેતા

આંતરરાષ્ટ્રીય સ્તરે હોટ ફેવરીટ ફુટબોલના કક્ષાની આપણી રાષ્ટ્રીય રમત હોકી પુરતા પ્રોત્સાહનના અભાવે ભુલાઈ રહી છે. આ રમતને જીવંત રાખવા સરકાર તેમજ કોમર્શીયલ ક્ષેત્ર પણ પ્રયત્નશીલ છે. હોકી લોકપ્રિય બને અને યુવાનો આ રમત તરફ આકર્ષાય તે માટે રાજકોટમાં પણ પ્રયાસો થઈ રહ્યા છે. શહેરમાં સ્પાર્ટન સ્પોર્ટસ મેનેજમેન્ટ દ્વારા રેસકોર્સના મેજર ધ્યાનચંદ્ર હોકી ગ્રાઉન્ડ ખાતે રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે. જેનો આજથી પ્રારંભ થયો છે. ટુર્નામેન્ટમાં ૧૬ ટીમો વચ્ચે ટકકર થશે. મહિલા હોકી ટીમ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ટુર્નામેન્ટનું ચેનલ પાર્ટનર ‘અબતક’ છે. ત્યારે હોકી અંગે લોકો વધુને વધુ માહિતગાર થાય તે માટે ‘અબતક’ ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ત્યારે નેશનલ લેવલે હોકી રમેલા અને હાલ ૧૨ વર્ષથી બીસીસીઆઈમાં ઓફિસિયલ સ્કોરર તરીકે ફરજ બજાવતા સેજલ દવે મહેતા તેમજ નેશનલ લેવલે રમેલા અને હાલ સિટી પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેર સાથે વિશેષ મુલાકાત થઈ હતી.

હોકીમાં ગર્લ્સ માટે કેટલી તકો ઉપલબ્ધ છે?

‘અબતક’ ચાય પે ચર્ચાની શ‚આતમાં હોકી નેશનલ પ્લેયર સેજલ દવેએ જણાવ્યું હતું કે, મહિલાઓ માટે રાજકોટમાં હોકી રમવા માટે ઘણી બધી તકો ઉપલબ્ધ છે. રાજકોટની મોટાભાગની સ્કુલોમાં હાલ સ્પોર્ટસને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે પરંતુ ગર્લ્સ આગળનું વિચારે તો હાઈ લેવલમાં જવુ થોડુ મુશ્કેલ છે. ક્રિકેટમાં બીસીસીઆઈ ગર્લ્સ માટે ખૂબ જ મદદ‚પ છે એની સરખામણીમાં હોકી માટેનું પ્રોત્સાહન ગર્લ્સને ઓછુ મળી રહ્યું છે. ત્યારે પ્રોફેશનલ તરીકે ગુજરાતમાં હોકીનું મહત્વ ઘણુ જ ઓછુ જોવા મળી રહ્યું છે અમે રમતા ત્યારે તો કંઈ નહોતુ એમ કહીએ તો પણ ચાલે. નેશનલ લેવલે પહોંચતા સુધીમાં જ પૂર્ણ વિરામ લાગી જાતુ. સામાન્ય રીતે સેમી ફાઈનલ ફાઈનલમાંથી જ આગળની પસંદગી થતી હોય છે ત્યારે આપણી ટીમ લીડમાં જ જો આગળ વધી શકતી ન હોય તો ગર્લ્સ માટેનો સ્કોપ ત્યાંથી જ અટકી જતો હોય છે. ગુજરાતમાં હોકીમાટે હવેના સમયમાં ઘણી બધી સારી એકેડેમી ઉપલબ્ધ છે ત્યાં સારી એવી ટ્રેનીંગ અપાઈ રહી છે એ ટ્રેનીંગના લીધે હવે ઘણી બધી ગર્લ્સ આગળ વધી શકે છે ત્યારે હવેના સમયમાં ગુજરાતમાં પણ ગર્લ્સ માટે હોકીમાં ઘણા બધા સ્કોપ ખુલતા જાય છે અને સાથો સાથ આજના પેરેન્ટસ પણ એમાય ખાસ કરીને ગર્લ્સના માતા-પિતા બહુ જ સપોર્ટીંગ હોય છે અને ગર્લ્સ ખૂદ પોતે પણ હવે સમજતી થઈ છે કે એમના માટે કાંઈ જ મુશ્કેલ કે અધરું નથી અને કોઈપણ ફિલ્મમાં આગળ વધવા તેઓ બહાર જતી હોય છે. મારી ખુદની વાત કરુ તો મને શ‚આતના સમયથી જ મારી ફેમીલીનો ખૂબ જ સહકાર છે.

સુવિધાના અભાવે ભારતીય હોકી પ્લેયરો પાછળ…!!

અબતક ચાય પે ચર્ચાને આગળ વધારતા ભગીરથસિંહે જણાવ્યું હતું કે એક સમય એવો હતો કે હોકીની આગવી ભવ્યતા હતી. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ભારતની હોકી માટે અનોખી છાપ હતી ત્યારની અને આજની સરખામણીમાં ઘણો ફરક પડયો છે. ઉજરડા વનમાં એરંડો પ્રધાન એ રીતે પહેલાના સમયમાં ભારત સિવાય અન્ય દેશોને હોકી વિશે બહુ ઓછો ખ્યાલ હતો. ઓલમ્પીકમાં પણ હોકીએ પોતાનો દબદબો યથાવત જાળવી રાખ્યો હતો પરંતુ સમય જતા અન્ય દેશોમાં હોકી માટે અવેરનેશ આવતી ગઈ એમ એ લોકો ફેસેલીટીમાં આપણા કરતા ઘણા આગળ વધતા ગયા. હોકીમાં ભારતનું ટેલેન્ટ સારામાં સારુ છે પરંતુ આપણા પ્લેયરો ફેસેલીટીના અભાવે પાછળ છે.

આપણી પાસે સારામાં સારા ખેલાડીઓ છે પરંતુ ગ્રાઉન્ડનો અભાવ છે ભારતની સરખામણીએ ન્યુઝીલેન્ડ કે કોઈ અન્ય દેશ સાથે કરીએ તો ભારતમાં માત્ર ૨૦ થી ૩૦ જ હોકીના મેદાનો છે જયારે ન્યુઝીલેન્ડ ક્ષેત્રની સરખામણી એ માત્ર ગુજરાત જેવડુ હોવા છતા ત્યાં ૪૦૦ ઓસ્ટોડપ ગ્રાઉન્ડ છે. આપણે ફેસેલીટીમાં બહુ જ પાછળ છીએ ત્યારે રાજકોટના ગ્રાઉન્ડની વાત કરુ તો ‘વર્લ્ડ ઈન્ડિયા હોકી ફેડરેશન’ દ્વારા એપ્રુઅડ ગ્રાઉન્ડ છે અન્ય રમતોની સરખામણીએ હોકી રાષ્ટ્રીય રમત હોવા છતા એટલુ મહત્વ અપાતુ નથી તેમ છતા હોકીના ખેલાડીઓમાં ખેલદીલીની ભાવના હોવાથી સુવિધા ગમે તેવી મળે તેઓ જુસ્સાભેર રમી જાણે છે ત્યારે હાલમાં ગુજરાતનું લેવલ હોકીમાં શ્રેષ્ઠ છે.

અન્ય રમતોની સરખામણીમાં હોકી ગેઈમ એકસપેન્સીવ

અન્ય રમતોની સરખામણીમાં હોકીની રમત ખૂબ જ એકસપેન્સીવ છે હોકી સ્ટીક એની તમામ કીટ એ બધુ થોડુક મોઘુ આવતુ હોય છે. ફેસીલીટી વાઈઝ અમુક જગ્યાએ આ બધુ પોસીબલ જ હોતુ નથી. રાજકોટ કે ગુજરાતના ગામડાઓમાં જેમને હોકી શીખવુ છે એમના માટે તો હોકીની બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવી પોસાતી ન હોવાથી તેઓ પ્રોપરલી હોકી શીખી શકતા નથી એટલે હવે તેઓ સિલેકટ થઈને ઉપર નેશનલ લેવલે જાય તો પણ ત્યા બધુ પ્લેટફોર્મ સેટ હોવાથી ત્યાં આપણા બાળકો આ રીતે પાછળ રહી જતા હોય છે એટલે હોકીમાં ફેસેલીટીએ ખુબ જ મહત્વની બાબત છે.

નેચરલ ગ્રાસ ગ્રાઉન્ડ અને એસ્ટોટક ગ્રાઉન્ડ વચ્ચેનો તફાવત

સામાન્ય રીતે નેચરલ ગ્રાસમાં રમવુ સરળ છે પરંતુ જો એસ્ટ્રોટેફ ગ્રાઉન્ડની વાત કરુ તો તેમા સ્પીડ વધી જાય છે. ગેઈમ રમવાની શ‚આતમાં બોલનું જજમેન્ટ વધુ આવે છે. ઉપરાંત ખાસ બાબત એ કે એસ્ટ્રોટફ ગ્રાઉન્ડમાં રમવા માટે ફીટનેશની બાબત વધુ મહત્વ ધરાવે છે. તેમાં વધુ સ્ટેમીનાની જ‚ર પડે છે. સોનલ દવેએ પોતાની અંગત વાત કરતા જણાવ્યું હતું કે મારી ખુદની વાત કરુ તો મેં વચ્ચે અમુક સમય રમવાનું બંધ રાખ્યું હતું અને અચાનક જ મેં એસ્ટ્રોટફમાં રમવાનું શ‚ કર્યું તો મને રીઈન્જરીના ચાન્સીસ વધી ગયા. એના માટે સ્પેશ્યલ ફીઝીયોથેરાપી લેવી પડે એટલે અચાનકથી જ તમે એસ્ટ્રોટફમાં રમી શકતા નથી. એના માટે અગાઉથી ઘણી બધી કેઅર કરવી પડતી હોય છે.

આ મામલે વધુ ચર્ચા કરતા ભગીરથસિંહે જણાવ્યું હતું કે હોકીનું એસ્ટ્રોટફ ગ્રાઉન્ડ આખુ વોટર બેઈઝડ હોય છે કે જે પાણીથી જ તમે એમા રમી શકો છો. પાણી વગર આ ગ્રાઉન્ડમાં રમવુ શકય નથી. એસ્ટ્રોટફમાં કલાક અને અન્ય ગ્રાઉન્ડમાં ૩ કલાક રમો બન્નેની સરખામણીમાં સરખો જ સ્ટેમીના યુઝ થાય છે.

હોકીમાં રાજકોટની પોઝીશન

હોકીની રમતમાં રાજકોટની સ્થિતિ વર્ણવતા ભગીરથસિંહે જણાવ્યું હતું કે છેલ્લા ૪ થી ૫ વર્ષોમાં રાજકોટની હોકીની ટીમ ગુજરાતમાં ફર્સ્ટ-સેક્ધડ, ફર્સ્ટ સેક્ધડ જ રહી છે. હાલમાં અત્યારે બરોડામાં જે એકેડેમી ચાલે છે એની સરખામણીમાં આપણી રાજકોટની ટીમ સરખી જ છે અને આપણા છોકરાઓ ખુબ જ સંઘર્ષ કરી તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી શ્રેષ્ઠ પરીણામ આપી રહ્યા છે એટલે રાજકોટમાં અત્યારે હોકી લેવલે જોવો તો સારામાં સારુ પર્ફોમન્સ છે. અમે જયારે રમતા એની સરખામણીમાં હાલ સુવિધાઓ પણ સારી મળી રહી છે.

હોકીની રમતમાં ખેલાડીઓ માટે ડાયટ, નોનવેજ ફુડ અને કોચના દબાણનું કેટલુ લીમીટેશન્સ?

હોકીની રમતમાં ખેલાડીઓ માટેની અમુક લીમીટેશન્સ વિશે ચર્ચા કરતા સોનલ દવેએ જણાવ્યું હતું કે હું પોતે શુઘ્ધ શાકાહારી છું હું જયારે રમતી ત્યારે અમુક સમયે હું કેપ્ટનપદે પણ રહી ચુકી છું ત્યારે એ સમયે એવુ નહોતુ લાગતુ કે સ્ટેમીના માટે નોનવેજ ખાવુ પડે. કદાચ ઈન્ટરનેશનલ લેવલમાં હોય શકે તેમ છતા ઈન્ટરનેશનલ લેવલે પણ વેજીટેરીયન પ્લેયરો રમે જ છે. સ્ટેમીના રેગ્યુલર પ્રેકટીસથી પણ ડવેલોપ કરી શકાય અને આપણા વેજીટેરીયન ફૂડમાં પણ ઘણા એવા ફુડ છે જેમાંથી આપણને વિટામીન્સ અને પ્રોટીન્સ મળી રહે વેજીટેરીયન ફૂડમાં પ્રોપર ડાયા લેવાથી નોનવેજ ફુડ જેટલુ જ સ્ટેમીના જાળવી શકાય છે. વધુમાં સોનલ દવેએ જણાવ્યું હતું કે, માત્ર ૧૨ વર્ષની ઉંમરથી મેં સ્કૂલ લેવલે હોકી રમવાનું શ‚ કર્યું હતું અને ત્યારબાદ કોલેજમાં જતા કોલેજ અને યુનિવર્સિટીમાં પણ હોકી લાવવાની રજુઆત અમે કરી અને અમારી કોલેજની ટીમ બનાવી ત્યારબાદ ઘણી ઈન્ટર કોલેજ ટુર્નામેન્ટ રમ્યા અને સૌરાષ્ટ્ર યુનિ. અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે પણ હોકીની ટુર્નામેન્ટ રમાણી હતી.

વધુમાં ભગીરથસિંહે જણાવ્યું હતું કે ગોલ સુધી પહોંચવુ મહત્વની બાબત છે હું નાનો હતો ત્યારે રાજકોટ અને વડોદરા સિવાય બીજે કયાંય હોકી રમાતુ નહોતુ ત્યારે વડોદરાની ટીમ અને સાંઈ હોસ્ટેલની ટીમ સારામાં સારી ગણાતી. એ સમયે વજુભાઈ વાળા રાજકોટના મેયર હતા અને એમણે જોયુ કે મારા રાજકોટમાં પણ સારુ હોકી રમાય છે અને સારા ખેલાડીઓ છે બસ ત્યારથી જ રાજકોટમાં હોકી લેવલનું ડેવલોપમેન્ટ સારુ થયું છે. સરકાર દ્વારા અમુક ભરતી સ્પોર્ટસ કવોટા માટે રખાય છે જયારે આપણે ત્યાં સ્પોર્ટસ કવોટામાં બીજી ભરતી થતી નથી. ઈન્ડી વિઝયુઅલ ગેઈન્સમાં બહુ ઓછી ભરતી થાય છે એટલે બીજા રાજયની સરખામણીમાં હોકીમાં ગર્વમેન્ટ જોબમાં થોડાક પાછળ છીએ વધુમાં ભગીરથસિંહે જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સ્પોર્ટસ પ્રત્યે એટલા સજાગ છે કે કોઈપણ વ્યકિત કોઈપણ ગેઈનમાં જયારે રમવા જાય છે ત્યારે એમને ઓફીસીયલી લીવ આપી અને પર્સનલી પણ તેઓ ખૂબ જ પ્રોત્સાહન આપે છે. હાલમાં પણ અમે જયારે હોકી ગ્રાઉન્ડમાં હોય અને સર ત્યાં હોય તો એ ફુલ સપોર્ટ આપે છે. સુરક્ષા સેતુ કોઈપણ ભોગે સ્પોર્ટસને આગળ વધારવાકાર્યરત છે.

હોકીમાં અલગ-અલગ પોઝીશનનું મહત્વ

હોકીમાં પસંદગીના એરીયા જે-તે વ્યકિતની પોઝીશન હોય છે હું સેન્ટર હાફ રમુ છુ ત્યારે હાલ જનરેશન પ્રમાણે હોકીની રમત અત્યારે ઘણી જ ફાસ્ટ બની ગઈ છે એટલે આપણા ગુજરાતના ખેલાડીઓ ધીમે ધીમે ઘણા આગળ વધી રહ્યા છે.

હોકીમાં પોઝીશન અંગે સોનલ દવેએ વાત કરતા જણાવ્યું હતું કે પહેલા હું ડીફેન્સ રમતી પરંતુ હમણાથી મેં પાછુ શ‚ કયુર્ં ત્યારથી મેં ફોરવર્ડ લાઈન રમવાનું ચાલુ કર્યું છે. ડીફેન્સમાં ઈન્જરીના ચાન્સીસ વધારે હોય છે. આ મામલે ભગીરથસિંહે જણાવ્યું હતું કે હોકી રમત એ ટીમ ગેઈમ છે. ૧૧ ખેલાડીઓના સાથ સહકારથી જ ગેઈમ ચાલવાની છે એટલે હોકીની તમામ પોઝીશન ખૂબજ મહત્વની છે મેઈન પોઝીશનમાં સેન્ટર ફોરર્વડ, સેન્ટર હાફ અને મેઈન ગોલકીપર મહત્વની ભૂમિકા ભજવે છે. આ ત્રણેયને કરોડરજજુ સમાન ગણવામાં આવે છે. આ ત્રણેય પ્લેયરો આખુ ગ્રાઉન્ડ સંભાળીને રમતા હોય છે. અન્ય પ્લેયરો માટે પોઝીશન ફીકસ કરી દેવામાં આવી હોય છે. અને અત્યારે તો એટલું મોર્ડન હોકી થઈ ગયું કે પોઝીશનનું ધ્યાન ખાલી આપણે ભારતીયો જ રાખીએ છીએ હોકી ખૂબજ ફાસ્ટ ગેમ છે. એમાં સેક્ધડના અડધા ભાગમાં પણ ખેલાડીએ ઝહપથી નિર્ણયો લેવા પડતા હોય છે. એક કલાકની રમતમાં એક ખેલાડી પાસે વધીને ચારથી પાંચ મીનીટ માટે બોલ આવતો હોય છે. એટલે માત્ર ૪થી મીનીટમાં જ ખેલાડીએ પોતાનો સંપૂર્ણ કરતબ બતાવવાનો હોવાથી હોકીમાં માઈન્ડ ખૂબજ શાપર હોવું જોઈએ અને ઝડપી ડીશીઝન પાવર લેવાની ક્ષમતા પણ એટલી જ મહત્વની છે.

મેચ પહેલાની તૈયારીઓ

હોકીની મેચ શ‚ થતા પહેલા તમામ ખેલાડીઓના ડાયટનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. રમત શ‚ થતા પહેલા વધુ વોર્મઅપ પણ નથી કરાવાતું તેમજ મુખ્ય વાતાવરણ મોટી અસર ઉભી કરે છે. જેમકે આપરે ગુજરાતમાં રમતા હોયતો ગરમીનો માહોલ હોય તો હવે તેને બહાર મોકલીએ તો એના કોચીસ એના ફીઝીયો અને એટમોસપીયરને ધ્યાને લઈને એ મુજબનં જ વોર્મઅપ કરાવાતું હોય છે. અને જ્ઞખાસ કરીને હોકીના ખેલાડીઓ માટે ડાયટ ખૂબજ અગત્યની બાબત છે.

હોકીની સ્િિત સુધરી રહી છે

લોકોમાં હોકી રમત વિશે જાગૃતિ ઓછી છે. ઘણા લોકો હોકીના નિયમોી પણ અજાણ હોય છે. ક્રિકેટની સરખામણીમાં હોકી વિશે લોકો પાસે ઓછુ જ્ઞાન છે. પહેલાના સમય કરતા હવે કેન્દ્રીય કક્ષાએી હોકીરમતમાં વધુ સહયોગ મળી રહ્યો છે. હોકીી નોકરી પણ મળવા લાગી છે. ફુટબોલની જેમ હોકીની પણ કલબ બનાવીને ટૂર્નામેન્ટ રમાડવામાં આવે છે. હોકી રમત પ્રત્યે સુધારા આવી રહ્યાં છે તેવું લાગી રહ્યું છે.

સરકાર રમત પ્રત્યે સજાગ

ક્રિકેટની અન્ડર ૧૬ની ટીમ માટે ્રી સ્ટાર હોટેલોની સુવિધા પુરી પાડવામાં આવે છે. જયારે હોકીની અન્ડર-૧૬ની ટીમ માટે આ પ્રકારની સુવિધાઓ અપાતી ની. આ કારણે ખેલાડી હોકી કરતા બીજી રમતમાં વધુ ધ્યાન આપે છે. વધુમાં ભગીરસિંહ ખેરે જણાવ્યું હતું કે, લગાવ હતો જેી બીજાના કહેવાી પણ અમે રમત બદલાવી ન હતી. ત્યારે અમે એવું માનતા કે રાષ્ટ્રીય રમત પ્રત્યે ોડો શોખ બતાવશું તો આગળ જતા સ્િિત સુધરશે. હોકીએ અમને ઘણુ બધુ આપ્યું છે.

હાલમાં સરકાર રમતો પ્રત્યે સજાગ છે. કોઈ પણ રમતમાં નેશનલ લેવલે રમેલા ખેલાડીઓને નોકરી માટેના ઈન્ટરવ્યુમાં ચોક્કસ માર્કસ આપવામાં આવે છે. નાનપણી અમે હોકી રમવાનું શ‚ કર્યું હતું અને હજુ સુધી જાળવી રાખ્યું છે. આપણે અહીં બાળકોના ભણતર પર વધુ ભાર આપવાી બાળકો રમતમાં ઓછો સમય ફાળવી શકે છે. અમે સૌપ્રમ વખત હોકીની નાઈટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું છે. હોકીમાં સામાન્ય રીતે ડે ટૂર્નામેન્ટ રમાતી હોય છે.

ટૂર્નામેન્ટમાં મોટી પ્રાઈઝ મની અપાશે

રાજકોટમાં ગેમ્સ માટેનો રેસકોર્ષનો જે માહોલ છે તે સમગ્ર ગુજરાતમાં બીજે કયાંય ની. આ ટૂર્નામેન્ટી હોકી ગેમ અને રાજકોટ શહેરની નોંધ લેવાય તેવી અપેક્ષા છે. હોકી રમતમાં મોટાભાગે પ્રાઈઝમની આપવામાં આવતી ની અને ઘણી વખત આપવામાં આવે તો પણ તે સાવ નજીવી હોય છે. અમારે આ ટૂર્નામેન્ટમાં પ્રાઈઝમની વધારે આપવી છે. જેના કારણે અમે સ્પોન્શરશીપ આપી રહ્યાં છીએ.

આઈપીએલ જેવો માહોલ ઉભો કરવા સતત પ્રયાસ

અમે રાજકોટમાં એક પ્રકારનો માહોલ ઉભો કરવા ઈચ્છીએ છીએ. આઈપીએલમાં જે પ્રકારનો માહોલ બને છે તેવો માહોલ બનાવવાનાં અમે પ્રયત્નો કરી રહયાં છીએ. અમે ટૂર્નામેન્ટની એવી રીતે તૈયારી કરી છે કે ભવિષ્યમાં બીજીવાર જયારે ટૂર્નામેન્ટનું આયોજન કરવાનું ાય ત્યારે પણ તમામ સહયોગ મળી રહે. શહેરીજનો રાત્રે નવરાશની પળોમાં આ ટૂર્નામેન્ટનો આનંદ લઈ શકે તે હેતુ માટે અમે રાત્રે ટૂર્નામેન્ટનું આયોજન કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.