જસદણમાં ૨૫ બેડની કોવિડ હોસ્પિટલ ખુલ્લી મૂકતા ચેરમેન ડો.ભરત બોઘરા

જસદણમાં કોરોના પોઝિટિવ દર્દીઓ વધી રહ્યાં છે દર્દીઓને સારવાર માટે રાજકોટ મોકલવામાં આવતાં હતાં ત્યાં પણ પથારીઓ ખૂટી પડતાં સ્થાનિક લેવલે સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા રવિવારે વિરનગર ગામે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ૭૦ બેડની કોરોના હોસ્પિટલ ખુલ્લી મૂકી હતી અને મંગળવારે સવારે રાજ્યની સરદાર સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ડો.ભરતભાઈ બોધરાએ જસદણમાં ૨૫ બેડની કોરોના હોસ્પિટલ ખુલ્લી મુક્તા હવે જસદણ વીંછીયા પંથકના કોરોના પોઝિટિવ દર્દીઓને રાહત થશે નોંધનીય છે કે બન્ને તાલુકામાં કુંવરજીભાઇ બાવળીયા અને ડો. ભરતભાઈ બોધરાની કામગીરી શ્રેષ્ટ રહેતાં પ્રજામાં રાહત છે.

Loading...