Abtak Media Google News

રાજ્યમાં મહિલાઓની સુરક્ષા મામલે સરકારે આજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. ચેઈન સ્નેચિંગ કરનારને 5 વર્ષથી 10 વર્ષ સુધીની સખત કેદની સજા અને 25 હજારનો દંડ કરવાની ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી. સાથે જ ચીલ ઝડપમાં મૃત્યુ કે ઈજા કરે કે ભય ઊભો કરે તો પણ 3 વર્ષની સખત કેદની સજાની જાહેરાત કરી હતી. ચીલ ઝડપમાં મૃત્યુ કે ઈજા થાય તો પ્રયાસ કરનારને ઓછામાં ઓછી સાત વર્ષથી લઈને 10 વર્ષ સુધીની સખત કેદની સજા થશે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે જણાવ્યું હતું કે મહિલાઓને સુરક્ષા પાડવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતાછે. મહિલાની સુરક્ષા માટે સરકારે નક્કર પગલું ભરીને મંગળસૂત્ર, ચેઈન અને કિંમતી ઘરેણા જેવી સ્નેચિંગની ઘટનાને અંકુશમાં લેવા માટે કડક હાથે કામ લેવા આઈપીસીની નવી કલમો ઉમેરીને કડક સજાની જોગવાઈનો નિર્ણય કર્યો છે. સરકાર વટહુકમ બહાર પાડીને મહિલાઓને વધુ સુરક્ષા પુરી પાડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.