Abtak Media Google News

કહેવાય છે ને કે પુરતી ઉંઘ દુનિયાનું સૌથી મોટુ સુખ છે, જે વ્યક્તિ શાંતિથી ઉંઘી શકતું હોય તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. પરંતુ આજની દોડ-ભાગની જીંદગી અને નોકરી, ઘર-પરિવારના તણાવને લીધે ઘણી વખત ઉંઘ આવતી નથી પરંતુ જો તમે આમાંથી એક હોય તો તમારા માટે આ ખૂબ જ ફાયદાકારક છે.

અખરોટ…..

અખરોટમાં ઉંઘ વધારનારા હામોન ટ્રિપ્ટોફૈનના તત્વો રહેલા હોય છે, મુઠ્ઠી ભરીને અખરોટ પીવાથી ભૂખ તો મટે છે અને ઉંઘ પણ જલ્દી આવશે.

બદામ :

બદામમાં પણ ઘાટી ઉંઘ માટે મેગ્નીશિયમ રહેલું છે માટે તેને ડાયેટમાં જોડવુ ફાયદાકારક છે બદામનું સેવન તમારી મિનરલની જરુરતો પૂર્ણ કરે છે.

– ડેરી પ્રોડક્ટસ :

ચીઝ, દહીં, દુધમાં કેલ્શિયમનું પ્રમાણ હોય છે માટે મગજમાં ટ્રિપ્ટોફોનનો સારો ઉપયોગ થાય છે, સામાન્ય રીતે લોકો સુતા પહેલા આ વસ્તુઓનું સેવન કરતા હોય છે.

– ચેરી જ્યુસ

જે લોકો ચેરી જ્યુસનું સેવન કરે છે તેની ઉંઘની ક્વોલિટીમાં સુધારા અનુભવાયા છે.

– હોલ ગ્રેન વિધ આલ્મંડ બટર

એક ટેબલસ્પુન આલ્મંડ બટરમાં મેગ્નેશિયમનું સારુ પ્રમાણ રહેલું હોય છે.

તેથી તમને નિદ્રાની કમી મહેસુસ થશે નહીં.

– જીંજર ટી વિથ ડ્રાઇડ ડેટ્સ

સ્લીપ એક્સપર્ટ સુતા પહેલા ચા પીવાને એક પ્રકારનું સ્લીપિંગ અલાર્મ માને છે. એક નિશ્ર્ચિત સમયે ચા પીવાથી મગજ પણ શાંત થાય છે. આ સાથે તમે ડ્રાય ફુટ્સ પણ લઇ શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.