Abtak Media Google News

ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત બેરોજગાર યુવકો અને યુવતીઓ માટે વિવિધ તાલીમોનું રાજકોટ અને મોરબી જીલ્લાના અલગ અલગ તાલુકાના લાભાર્થીઓ માટેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમમાંથી બેંક સખી તેમજ જીએસટી સહાયકની તાલીમ પ્રાપ્ત કરેલ તાલીમાર્થીઓમાંથી પસંદગી પામેલા તાલીમાર્થીઓને વર્ક ઓર્ડર અને પ્રમાણપત્રો હેમુગઢવી હોલ ખાતે તાજેતરમાં ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આજીવીકા દિવસની ઉજવણી નિમિતે સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે આપવામાં આવશે.

વિશેષમાં ગુજરાત લાયવલીહુડ પ્રમોશન કંપની લી. ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજીત જીએસટી સહેલી તથા મુખ્યમંત્રી ગ્રામોદય યોજના શુભારંભ કાર્યક્રમ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહાનુભાવોમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મંત્રી ગ્રામ વિકાસ કૃષિ, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, વાહન-વ્યવહાર આર.સી.ફળદુ, રાજ્ય કક્ષાના મંત્રી ગ્રામ વિકાસ પશુપાલન, ગૌ-સંવર્ધન બચુભાઇ ખાબડ, ઉચ્ચ પદાધિકારીઓ, વિવિધ એજન્સીના પ્રતિનિધિઓ, સખી મંડળ અને વિવિધ સ્વ સહાય જૂથના બહેનો પણ હાજર રહ્યા હતા.

આ અવસરે ધોરાજી તાલુકાના બે તાલીમાર્થીઓ ક્રિષ્ના પ્રવીણભાઇ ઠુમ્મર અને જીનલ જમનભાઇ વેગડ જીએસટી સહેલી તથા મુખ્યમંત્રી ગ્રામોદય યોજના શુભારંભ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કેબીનેટ મંત્રી આર.સી. ફળદુના હસ્તે ભારતીય સ્ટેટ બેંક-ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, રાજકોટ દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્ર તથા ભારતીય સ્ટેટ બેંક ધોરાજી બ્રાંચ દ્વારા આપવામાં આવેલી લોન મંજુરી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.