Abtak Media Google News

સરકાર સમક્ષ જીએસટી ઘટાડવા પૂરતા પ્રયત્ન કરવાની ખાતરી આપતા મોહનભાઇ

કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા  જીએસટી ટેક્સ માળખામાં ફેરફાર સાથે રિવાઇઝડ ટેક્સ માળખું જાહેર કરતા આ ફેરફાર માં સિરામિક ઉદ્યોગને ધારણા મુજબ ટેક્સ ઓછો કરવામાં ન આવતા  સિરામિક એસોસિએશનના હોદેદારોએ છેલ્લા પ્રયાસરૂપે સાંસદ મોહનભાઇ કુંડારીયા સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી.

મોરબી સિરામિક એસોસીએશન દ્વારા સિરામીક પ્રોડક્ટ પર લાગુ કરાયેલ ૨૮ ટકા જીએસટી ટેક્સ ઘટાડવા ગુજરાતથી લઇ છેક દિલ્લી સુધી રજૂઆતો કરી છે. તેવામાં  કેન્દ્ર સરકાર કાજુ,અથાણાં,અગરબત્તી, ઈન્સ્યુલીન,ટ્રેક્ટર પાર્ટ્સ,સ્કૂલબેગ,પ્લાસ્ટિક આઈટમ,કટલેરી,પ્રિન્ટર,અને સ્ટેશનરી આઈટમ સહીત અનેક ચીજવસ્તુ પર નો જીએસટી દર ઘટાડવાની જાહેરાત કરી હતી.

પરંતુ ધારણા મુજબ મોરબી સિરામિક ઉદ્યોગ ને આ જાહેરાતમાં કોઈ લાભ ન મળતા મોરબીના સીરામીક એસોસીએશન અને ઉદ્યોગકારો નારાજ થયા છે. જેથી  બાબતે આજે વહેલી સવારે સાંસદ મોહન કુંડારીયાને તેમના  નવા બસસ્ટેન્ડ ખાતેના કાર્યાલયે રૂબરૂ મળી રજુઆત કરી હતી. સિરામિક એસોસિએશન ની રજૂઆત બાદ મોહનભાઈ કુંડારીયાએ સરકાર સમક્ષ તેમની રજૂઆત રજુ કરી જીએસટી દર ઘટાડવા પૂરતા પ્રયત્ન કરશે તેવું જણાવી સિરામિક ઉદ્યોગ પર નંખાયેલા ૨૮% ટેક્સમાં બને એટલો ઘટાડો થાય તેવા પ્રયાસ કરશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છેકે જીએસટી માં રાહત મળે તે માટે આ છેલ્લી તક હોવાનું જણાવી સિરામિક એસોસિએશન ના પ્રમુખ કે.જી.કુંડારીયા,નિલેશભાઈ જેતપરિયા તથા પ્રફુલભાઈ દેત્રોજા એ કહ્યું હતું કે જો હવે સરકાર ટેક્સ નહિ ઘટાડે અને માંગણી નો  ઉકેલ નહી લાવી તો સિરામિક ઉધોગ  કાયમી માટે ૨૮% માં જ રહેશે આથી સરકાર સમક્ષ એસો.ની રજૂઆત અસરકારક રીતે પહોંચાડવા એસોસિએશન ના હોદેદારોએ ભાર પૂર્વક જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.