Abtak Media Google News

કોરોના મહામારીને રોકવા માટે રાજ્ય સરકારોની સાથોસાથ કેન્દ્ર સરકારે પણ કડક ગાઇડલાઇન જાહેર કરી છે. અત્યાર સુધી તહેવારોના કારણે લોકોના ટોળેટોળા એકઠા થતા કોરોનાના કેસ સતત વધ્યા છે જેના પરિણામે ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં સરકારે નિયંત્રણ લાદયા છે. અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ સહિતના શહેરોમાં કરફ્યુનું પાલન પણ કરાવવામાં આવ્યું છે.

દરમિયાન આજે કેન્દ્ર સરકારે પણ કોરોનાને લઈ નવી કડક ગાઈડલાઈન બહાર પાડી હતી જે મુજબ હવે કન્ટેન્ટ ઝોન પર વધુ કડકાઈથી પગલાં લેવામાં આવશે. કેન્દ્રિય ગૃહમંત્રાલયે ઘણા રાજ્યોમાં ઝડપથી વધી રહેલા કેસોમાં કન્ટેન્ટમેન્ટ ઝોન, સર્વેલન્સ અને તકેદારી માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. તેમાં જણાવાયું છે કે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કન્ટેનમેન્ટ ઝોનમાં નિયમોનો સખત અમલ કરવો પડશે. આ માર્ગદર્શિકા કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 1 ડિસેમ્બરથી વર્ષના અંત સુધી 31 ડિસેમ્બર 2020 સુધી જાહેર કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.