Abtak Media Google News

ચાલુ વર્ષે જ રેલવેના મહત્વકાંક્ષી પ્રોજેકટોને સરકાર હાથ ઉપર લેશે

સરકાર દ્વારા તબકકાવાર રેલવેના વિવિધ વિભાગના ખાનગીકરણની પ્રક્રિયાને લીલીઝંડી આપવાનું કરવામાં આવી રહ્યું છે ટુંક સમયમાં જ સરકાર દ્વારા ઈન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન આઈઆરસીટીસી અને ઈન્ડીયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશન આઈઆરએફસી કંપનીઓને લીસ્ટીંગ કરવા મૂડી બજારમાં ચાલુ ર્વે જ રેલવેન મહત્વ કાંક્ષી ખાનગીકરણના પ્રોજેકટને સરકાર હાથ ઉપર લેશે.

ગઈકાલે ગરૂવારે આઈઆરસીટીસી એ બે કરોડ શેર વેચવાનો મુસદ્દો રજૂ કરીને કેન્દ્રના ભારણને ૧૨% જેટલુ ઘટાડવા દેશની સૌથી મોટી ઈ કોમર્સ કંપનીના નિર્માણ માટેના ચક્રોગતિમાન કર્યા છે.

રેલવે પ્લેટફોર્મર ટીકીટનું વેચાણ જેવી અનેક કામગીરીઓનું ભારણ ઘયાડવા માટે અનેક સેવાઓના ખાનગીકરણની યોજનાઓ ઘડી રહી છે. બે વર્ષ પહેલા જ સરકારે રેલવેની પાંચ કંપનીઓ આઈઆરસીઓએલ, આઈઆરટીઈએસ રેલવે વિકાસ નિગમ, આઈઆરઈસી અને કેટરીંગ સર્વીસ જેવી કંપનીઓ જાહેર સાહસ તરીકે મૂડી બજારમાં મૂકવાનું આયોજન કરી રહી હતી હવે આઈઆરસીટીસીના લિસ્ટીંગથી ૫૦૦ થી ૬૦૦ કરોડ રૂપીયા અને આઈઆરઈસી દ્વારા ૨૦૦૦ કરોડ રૂપીયાનું ભંડોળ ભુ કરી રેલવે આ બંને કંપનીઓનાં લિસ્ટિંગથી કાર્યભારતની સાથે સાથે વધારાની આર્થિક જોગવાઈ ઉભી કરી રેલવેને પણ અન્ય કોર્પોરેટ ક્ષેત્રની જેમ સરકારની સહાયકારી યોજનાઓ અને લોકભાગીદારી વિકાસનો લાભ મલી રહે તે માટે રેલવેની બે કંપનીઓની રચના કરવા જઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.