Abtak Media Google News

હવે રાજય સરકાર દ્વારા આખરી મંજુરી મળતા વિકાસ કામો માટે મોટા પાયે અભિયાન હાથ ધરાશે

રાજકોટના નાગરીકોમાં આનંદની લાગણી પ્રસરે તેવા એક અહેવાલ અનુસાર ભારત સરકારશ્રીના “સ્માર્ટ સિટી મિશન”ના ત્રીજા રાઉન્ડમાં ૩૦ શહેરોની યાદીમાં ત્રીજા ક્રમે પસંદગી પામનાર રાજકોટ શહેર માટે કેન્દ્ર સરકારશ્રીએ ોડા સમય પૂર્વે જ ગ્રાન્ટ મંજુર કરી દીધા બાદ હવે સ્માર્ટ સિટી મિશન હેઠળના પ્રોજેક્ટના અમલીકરણ માટે રચવાની તી “રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ”ને પણ કેન્દ્રના કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે રજિસ્ટર્ડ કરી આપતા રાજકોટ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી અભિયાને વિકાસની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ ડગલું માંડ્યું છે તેમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જાહેર કર્યું હતું.રાજકોટ મહાનગરપાલિકાએ એસ.પી.વી. માટે કેન્દ્ર સરકારશ્રીને જરૂરી ડોક્યુમેન્ટ્સ અને ડીકલેરેશન સો અરજી કરી હતી. ત્યારબાદ કેન્દ્રીય કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા કંપનીઝ એક્ટ, ૨૦૧૩ ની કલમ ૭ ની પેટા કલમ  (૨) તેમજ કંપનીઝ ( ઇન્કોર્પોરેશન ) રૂલ્સ, ૨૦૧૪ ના નિયમ-૧૮ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની આ અરજી મંજુર કરી રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ નું રજિસ્ટ્રેશન કરવામાં આવેલ છે.  આ કંપનીનો સી.આઇ.એન. U74999GJ2017 PLC098761છે. આ કંપનીનું રજિસ્ટ્રેશન ઇ જતા હવે રાજ્ય સરકાર દ્વારા “રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ”ને એડમિનિસ્ટ્રેટીવ સંબંધી આખરી ઓપ આપવામાં આવશે.મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ ખુશી વ્યક્ત કરી કેન્દ્ર સરકાર પ્રત્યે આભારની લાગણી પ્રગટ એમ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારશ્રી તરફી સ્માર્ટ સિટી મિશનમાં રાજકોટના સમાવેશ બાદ તુર્ત જ રૂ. ૧૯૪ કરોડની ગ્રાન્ટ મંજુર કરી દેવામાં આવેલ હતી. સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં મુખ્ય બે કોમ્પોનન્ટ છે. જેમાં (૧) જે તે ચોક્કસ વિસ્તાર આધારિત વિકાસ અને (૨) સમગ્ર શહેરને આવરી લેતા એટલે કે “પાન સિટી સ્માર્ટ સોલ્યુશન પ્રોજેક્ટ” નો સમાવેશ ાય છે.રાજકોટ શહેરને સ્માર્ટ સીટી તરીકે વિકસાવવા માટે સ્માર્ટ સીટી પ્લાન અંતર્ગત ઉપરોક્ત વિગતોએ રજુ યેલા સ્માર્ટ ઉપાયોમાં એરીયા બેઇઝ્ડ ડેવલપમેન્ટમાં મુખ્ય ધટકો જેવા કે મેનેજમેન્ટ ક્ધવેન્શન કમ ઇન્ડોર/આઉટડોર એક્ઝીબીશન સેન્ટર, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, સ્માર્ટ મીટર તા આધુનિક સ્કાડા સીસ્ટમ દ્વારા ૨૪૭ વોટર સપ્લાય,અંડરગ્રાઉન્ડ કેબલીંગ તા સર્વિસીઝ માટેયુટીલીટી ડક્ટ, સ્માર્ટ મલ્ટી લેવલ કાર પાર્કીંગ, એન્વાયરમેન્ટ મોનીટરીંગ સ્ટેશન,જાહેર સલામતીનાં હેતુસર સર્વેલન્સ માટે સી.સી.ટી.વી પી.ટી.ઝેડ કેમેરા, લીફ્ટ તાએસ્કેલેટર સોનાં ફુટ ઓવરબ્રિજ, એફોર્ડેબલ હાઉસીંગ, એમ્યુઝમેન્ટ પાર્ક સો ૩ તળાવોનું નવિનીકરણ, ગ્રામ હટ અને કલ્ચરલ સેન્ટર, વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ એરેના સોનું ઇન્ડોર/આઉટડોર સ્ટેડીયમ, ન્યુ રેષકોર્ષ, ૨ મેગાવોટ કેપેસીટીનાં સોલાર પ્રોજેક્ટ,નોન-મોટરાઇઝ્ડ ટ્રાન્સ્પોર્ટ તા ગ્રીન-વે, જુદા જુદા જાહેર સાર્વજનિક સ્ળોએ વાઇફાઇની સુવિધા, વિગેરે તા પાન સીટી સ્માર્ટ સોલ્યુશનમાં મુખ્ય ધટકો જેવા કે સ્માર્ટ શહેરી પરીવહનની સુવિધા, સ્માર્ટ પાર્કીંગ સોલ્યુશન, સ્માર્ટ કાર્ડ સોલ્યુશન, ઇન્ટેલીજન્ટ ટ્રાફીક મેનેજમેન્ટ સીસ્ટમ, સ્માર્ટ વોટર સપ્લાય અને વેસ્ટ મેનેજમેન્ટ, સ્માર્ટ ગવર્નન્સ, ઇન્ટીગ્રેટેડ કમાન્ડ  કંટ્રોલ સેન્ટર,જી.આઇ.એસ. સોલ્યુશન, સ્માર્ટ ડીસ્પ્લે, આર.એમ.સી. ઇ.આર.પી., રાજકોટ બિઝનેશ પોર્ટલ, પબ્લીક એનાઉન્સમેન્ટ સીસ્ટમ,વિગેરેવિકાસકામો માટે અનુક્રમે રૂ.૨૧૭૭.૪૬ કરોડ તા રૂ.૪૪૫.૫૫ કરોડ મળી કુલ રૂ.૨૬૨૩.૦૧ કરોડનો ખર્ચ અંદાજવામાં આવેલ છે. શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ તા વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૫૦૦ કરોડ, રાજ્ય સરકાર દ્વાર રૂ.૨૫૦ કરોડ, અને રૂ.૨૫૦ કરોડ મ્યુની. કોર્પોરેશનનો ફાળો ગણી કુલ રૂ.૧૦૦૦ કરોડના વિકાસ કામો તાત્કાલિક હા ધરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.