Abtak Media Google News

ભથ્થા વધારાનો ૪૮.૪૧ લાખ કર્મીઓ અને ૬૧.૧૭ લાખ પેન્શનરોને આગામી ૧લી જાન્યુઆરીથી મળશે લાભ

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર છે. કેન્દ્રએ કર્મીઓનાં મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો કર્યો છે. અત્યારે કર્મચારીઓને ૫ ટકા ભથ્થુ મળે છે. જે હવે, આગામી ૧ લી જાન્યુઆરી, ૨૦૧૮થી ૭ ટકા મળશે.

૧.૧૦ કરોડ એમ્પ્લોઈ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થુ ડીઅરનેસ અલાઉન્સ ૨ ટકા વધ્યું છે. મોંઘવારી ભથ્થાના વધારાને બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંજુરી આપી દીધી છે. આ વધારો આગામી ૧ લી જાન્યુઆરીથી લાગુ થશે કેન્દ્ર સરકારના સ્ટેટમેન્ટ મુજબ, આ મોંઘવારી ભથ્થાનો લાભ ૪૮.૪૧ લાખ કર્મચારીઓ અને ૬૧.૬૭ લાખ પેન્શનરોને મળશે.

કેન્દ્ર સરકારનાં આ નિર્ણયથી દર મહિને ૬,૦૭૭,૭૨ કરોડ ‚પીયાનો ખર્ચ થશે, જણાવી દઈએ કે, સેન્ટ્રલ પે કમિશનની ભલામણોને આધારે મોદી સરકારે ભથ્થામાં વધારો કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.