Abtak Media Google News

રૂ.૫૩૭૦ કરોડનો જલ વિકાસ માર્ગ પ્રોજેકટ માર્ચ ૨૦૨૩ સુધીમાં પૂરો થશે તેવો લક્ષ્યાંક નિર્ધારીત કરાયો છે

દેશના પૂર્વોત્તર રાજયોમાં જળપરીવહનને કેન્દ્રની મંજૂરી મળી ગઈ છે. સરકારે રૂ.૫૩૬૯ કરોડના જલવિકાસ માર્ગ પ્રોજેકટને મંજૂરી આપી દીધી છે.

આ પ્રોજેકટનો લાભ ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ પ. બંગાલ વિગેરે રાજયો તેમજ વારાણસી ગાઝિપુર બલીયા છાપરા પટના બેગુસરઈ ખગરીયા મુંગર ભાગલપુર, બલિહાર નૈનીહાલ ચૌબેપુર સાહેબગંજ મુરશિદબાદ હુગલી કલકતા વિગેરેને મળશે. ટૂંકમાં આ તમામ સ્થળો જળ માર્ગથી જોડાઈ જશે તે નકકી છે.

અહી ખાસ ઉલ્લેખનીય છે કે જળ વિકાસ માર્ગ પ્રોજેકટ માટે વિશ્ર્વ બેંક રૂ. ૫૩૭૦ કરોડ રૂપીયાની લોન સરકારને આપી રહી છે. આ પ્રોજેકટ માર્ચ ૨૦૨૩ સુધીમાં પૂરો થઈ જશે. તેવો લક્ષ્યાંક નિર્ધારીત કરાયો છે. આ પ્રોજેકટ શિપિંગ મિનિસ્ટ્રીના નિગરાનીમાં પૂરો થશે. આ પ્રોજેકટ પર્યાવરણને અનુકુળ છે.

આ પ્રોજેકટ થકી રોજગારી પણ ઉભી થશે. સીધી રોજગારી ૪૬૦૦ અને પરોક્ષ રોજગારી ૮૪૦૦૦ લોકોને મળશે તેવો એક અંદાજ છે.ટૂંકમાં આ પ્રોજેકટ ફિલ ગૂડ ફેકટર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.