Abtak Media Google News

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા નિકોટીનયુકત ઇ સિગરેટ, વેપ, શીશા કે ટુકડાના ખરીદ વેચાણ પર પ્રતિબંધ મૂકવા રાજયોને સુચન

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજયમાં બાળકો, કિશોરો અને મહિલાઓની સુરક્ષા માટે ઇ સિગરેટ, વેપ,  ઇ શીશા ઇ ટુકડા વગેરે સહિત ઇલેકટ્રોનિક નિકોટિન ડિલીવરી સિસ્ટમ (ઇએનડીએસ) પર પ્રતિબંધ મુકવા માટે કહ્યું છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રાજયો કે સંઘ શાસિત પ્રદેશોને સુચન આપવામાં આવે છે કે તેઓ સાર્વજનીક સ્થળો પર ધુમ્રપાન, હુકકાનું  સેવન કરતા યુવાનો તેમજ મહિલાઓનું ઘ્યાન રાખે અને ઇ સિગારેટ કે અન્ય કોઇ નિકોટીન જન્મ વસ્તુનુ ઓનલાઇન ખરીદ વેંચાણ પર બાઝ નજર રાખે આ ઉપરાંત આ પ્રકારની જાહેર ખબરો પર પણ નજર રાખવામાં આવે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિકસ એકટ ૧૯૪૦ અંતર્ગત આવા ખરીદ વેચાણ કે પ્રોડકટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

દિલ્હી હાઇકોર્ટે તાજેતરમાં જ દેશમાં ઇ સિગરેટ ના નવા ઉદભવતા ખતરા સામે લડવા માટે આ પગલું ભર્યુ છે.

ઇ સિગરેટના સંશોધનોને આધારે એવું જાણવા મળ્યું છે કે ઇએનડીએસમાં કેન્સર જેવી બિમારી ફેલાવવાનો વધુ ગુણ રહેલા છે. આમા નિકોટીનનું પ્રમાણ વધારે હોવાથી તેનો નશો ચડે છે અને તમાકુનું સેવન કરનાર લોકો આ ઇ સિગરેટનો વધુ ઉપયોગ  કરી છે. સંશોધકોના જણાવ્યાનુસાર ઇ સિગરેટ એ એક નશાનું આકર્ષક રૂપ છે જેનો નશો કરવા યુવાનો બાળકો તેમજ મહીલાઓ આકર્ષાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.