Abtak Media Google News

નાણા મંત્રાલય કાનૂન કમિટી સાથે બેઠક કર્યા બાદ જીએસટી કાઉન્સિલ સમક્ષ જશે

મોટાભાગના બિઝનેશસમેનને ત્રિમાસિક જીએસટી ફાઇલ કરવા દેવા સરકાર વિચારી રહીછે.

નાણા મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું કે આ નિયમ લાગુ કરતાં હજુ કેટલોક સમય લાગશે. કેમ કે હજુ જીએસટી કાઉન્સિલ સમક્ષ જતા પહેલાં લો કમિટી સાથે મીટિંગ કરાશે.

દરમિયાન સરકારે નવા ભાવે જૂનો માલ વેચવાની મુદત હવે ૩ મહિના વધારી દીધી છે. અસલમાં કંપનીઓ અને રિટેલરોએ સરકાર સમક્ષ માંગણી કરી હતી. હવે નવી મુદત ૩૦ સપ્ટેમ્બરથી વધારી ૩૧ ડિસેમ્બર કરી દેવામાં આવી છે. આ નિર્ણય ક્ધફર્મ છે.

નાના અને મઘ્યમ વર્ગના વેપારીઓમાં માસિક જીએસટી રિટર્ન ફાઇલ કરવાને લઇને ફેલાઇ રહેલા કચવાટને લઇને કેંન્દ્ર સરકારના નાણા મંત્રાલયે ત્રિમાસીક એટલે કે કવાટરલી જીએસટી માટે વિચારણા કરી છે જો કે સરકાર હજુ કોઇ નિષ્કર્સ પર પહોંચી નથી. વિધિવત નિર્ણય લાગુ કરવા માટે પહેલા લો કમિટી (કાનૂન સમીતી) સાથે બેઠક કરીને આખો મુસદો વ્યવસ્થિત તૈયાર કરીને જીએસટી કાઉન્સીલ સમક્ષ લઇ જવાશે ત્યાર બાદ અગર જીએસટી કાઉન્સીલ પરવાનગી આપશે તો જ બિઝનેશમેનોને કવાટરલી જીએસટી રિટર્ન ફાઇલ કરવા દેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.