Abtak Media Google News

જસદણ-વિછીંયા તાલુકામાં કૃષિ મહોત્સવ-2019 યોજાયો

રાજ્યમાં કૃષિક્ષેત્રે ગ્રામ્ય કક્ષાએ આધુનિક ઓજારો, કૃષિ પદ્ધતિઓ, જળસંચય અને વીજળી સંચયના અભિગમો ખેડૂત સુધી પહોંચે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા ખેડૂતોને ખરીફ સિઝનની પૂર્વ તૈયારી માટે વધુ આધુનિક અને વૈજ્ઞાનિક જાણકારી મળી રહે તે હેતુસર કૃષિ મહોત્સવ 2019 નું જસદણ અને વિછીયા તાલુકામાં આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકાના ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અંગેનુ માર્ગદર્શન મળી રહે તે હેતુસર કૃષિ પ્રદર્શન સ્ટોલ સાથે વૈજ્ઞાનિક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રૃષિ મહોત્સવ કાર્યક્રમની શુભ શરૂઆત પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના વરદ હસ્તે કરવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિ હંમેશા ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ રહી છે. કૃષિ મહોત્સવએ રાજ્યના મહત્વના કાર્યક્રમો પૈકીનો એક છે. ગુજરાત સરકારના આ કાર્યક્રમ થકી આખા દેશમાં  ગુજરાતે એક આગવું સ્થાન મેળવ્યું છે.

વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, કૃષિ મહોત્સવ દરમિયાન અવનવી ખેતીની પદ્ધતિઓ, ઉચ્ચતર બિયારણો, સફળ ખેતીના નવા સંશોધનો અને જુદા જુદા પ્રકારના ખેતીલક્ષી પ્રયોગોની માહિતી જસદણ અને વિછિંયા તાલુકાના એકે એક ખેડૂત સુધી પહોંચે અને તે માહિતીના માધ્યમ થકી સમૃદ્ધ બને. “પર ડ્રોપ, મોર ડ્રોપ” પ્રધ્ધતિનો ઉપયોગ કરી ખેડુતો સમૃધ્ધ  બને. તાજેતરમાં કેન્દ્ર સરકારનો સૌપ્રથમ નિર્ણય રૂ. 6000/- ની સહાય માટે 2 હેક્ટરની મર્યાદા દૂર કરવાનો હતો. મગફળીના પાક વિમાની રકમ ચુકવવામાં રાજ્ય સરકાર સફળ નિવળી છે અને ટુંક સમયમાં જ ખેડુતોને કપાસનો પાક વિમો ટુંક સમયમાં મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશિલ છે.

મંત્રી બાવળીયાએ ઉમેર્યું હતું કે, કૃષિ માત્ર વ્યવસાય જ નહિ પણ દેશની એક વિરાસત પણ છે અને આપણે એ વિરાસતની જાળવણી ધ્યાન આપીને કરવી જોઈએ. રાજ્ય સરકાર દ્વારા ટુંક સમયમાં પશુઓ માટે એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવશે. ટુંક સમયમાં એક્સ સિમેનનો પ્રોજેક્ટ ટુંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા શુભારંભ કરવામાં આવશે જેના થકી ગાય અને ભેંસો દ્વારા માત્ર વાછડી કે પાડીને જ જન્મ આપવામાં આવશે. સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ આજે ઘરે ઘરે પહોંચી છે અને ખેડૂતો તબક્કાવાર સમૃદ્ધ બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.