Abtak Media Google News

લોકોની વપરાશ શકિત, કુદરતી આફત સહિત અનેક કારણોસર જીએસટી કલેકશનનું કાર્ય બન્યું હતું જટીલ: નાણામંત્રી

ભારત દેશમાં જયારથી જીએસટી અમલી બનાવાયું ત્યારથી વ્યાપારી ધોરણે અનેકવિધ ક્ષેત્રે ઘણી ખરી તકલીફોનો સામનો કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દેશ માટે જે હાલ આવકનો સ્ત્રોત છે તે જીએસટી હોય તેવું પણ માનવામાં આવે છે પરંતુ જે રીતની આવક જીએસટી મારફતે થવી જોઈએ તે થતી નથી ત્યારે કેન્દ્ર સરકારે વળતર સ્વરૂપે જે રકમ રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપવાની હોય તે પણ આપી શકાતી નથી. જીએસટી કલેકશન  જે રાજયોમાંથી થવું જોઈએ તે પણ મહદઅંશે થતું ન હોવાથી કયાંકને કયાંક હાલત કફોડી બની હોય તેવું લાગી રહ્યું છે. આ તકે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી વળતર સ્વરૂપે ૩૫,૨૯૮ કરોડ રૂપિયા રાજયોને ફાળવવામાં આવ્યા છે.

૧લી જુલાઈ ૨૦૧૭નાં રોજ જયારથી જીએસટી અમલી બનાવાયું ત્યારે દેશને થતી નુકસાનીની ભરપાઈ અને તેને યોગ્ય વળતર ચુકવવા માટેેનું પણ પ્રવિધાન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા આવકનાં ૧૪ ટકા જેટલી રકમ વળતર સ્વરૂપે ચુકવવાનું જણાવ્યું હતું. નાણામંત્રાલય દ્વારા જયારથી જીએસટીને અમલી બનાવવામાં આવ્યું છે ત્યારથી જે રાજયોને વળતર જીએસટી પેટે આપવામાં આવે તે વળતર તમાકુ, સિગારેટ, ઓટો મોબાઈલ અને કોલસા ઉપર જે વધુ સેસ લગાવવામાં આવી છે તે મારફતે વળતરની રકમ એકઠી કરવામાં આવી રહી છે. જીએસટી લાગુ થયા બાદ વળતરની રકમ દર બે માસમાં આપવાનું સુચન અને જણાવવામાં આવ્યું હતું પરંતુ ઓગસ્ટ માસથી આ વળતર હજુ સુધી ચુકવવામાં ન આવતા અનેકવિધ પ્રશ્ર્નો ઉદભવિત થયા હોવાની સામે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી વળતર રાજયોને આપવામાં આવ્યું છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા જે જીએસટી વળતર આપવામાં આવ્યું છે તે માત્ર રાજયોને નહીં પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ આપવામાં આવ્યું છે.

જીએસટી કાઉન્સીલની યોજાયેલી ૩૮મી બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાંસદ ગૃહમાં જીએસટી વળતરનો મુદ્દો અનેક રાજય દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો જેમાં પંજાબ, પશ્ર્ચિમ બંગાળ અને કેરેલાનો સમાવેશ થાય છે. નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં અનેકવિધ વખત જીએસટી વળતર અંગેની માહિતીઓ આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ૨૦૧૭-૧૮માં ૬૨,૫૯૬ કરોડનો સેસ એકત્રિત કરવામાં આવ્યો હતો જેમાંથી ૪૧,૧૪૬ કરોડ રૂપિયાનું વળતર રાજયોને ચુકવવામાં આવ્યું હતું. જયારે બાકી રહેતા ૧૫,૦૦૦ કરોડ રૂપિયાને સેસ ફંડ તરીકે સુરક્ષિત રાખવામાં આવ્યા  હતા. જયારે ૨૦૧૮-૧૯માં સરકારે જીએસટી મારફત અને સેસ સ્વરૂપે ૯૫,૦૮૧ કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા જેમાંથી રાજયને ૬૯,૨૭૫ કરોડ રૂપિયા વળતર સ્વરૂપે ચુકવાયા હતા પરંતુ નાણા મંત્રાલય દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.

7537D2F3 13

જયારે ૨૦૧૮-૧૯માં સેસ ફંડમાં કેટલા રૂિ૫યા બચાવવામાં આવ્યા છે.નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-૨૦૧૯થી ૩૧ ઓકટોબર સુધી ૫૫,૪૬૭ કરોડ રૂપિયા સેસ સ્વરૂપે એકત્રિત કરવામાં આવ્યા હતા જેમાંથી ૬૫,૨૫૦ કરોડ રૂપિયા વળતર સ્વરૂપે ચુકવવામાં આવ્યા છે ત્યારે તેઓએ અંતમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં એકત્રિત થયેલી સેસની રકમની સામે ૯,૭૮૩ કરોડ રૂપિયા સેસ સ્વરૂપે રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપવામાં આવ્યા છે. ઓગસ્ટ માસ બાદ જે વળતર રાજયોને ચુકવવા માટે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું તે મુદ્દે નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, કલેકશન અને માળખાકિય સુવિધાઓનાં અભાવનાં કારણે રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વળતર ચુકવવામાં આવ્યું નથી પરંતુ તેનો મતલબ એ નથી કે દેશનાં રાજયો તેનાં વળતર માટે માંગણી ન કરી શકે અને એ વાત સાચી છે કે છેલ્લા બે માસનું વળતર ચુકવવામાં આવ્યું ન હતું પરંતુ હવેથી આ સ્થિતિનું નિર્માણ નહીં થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.