Abtak Media Google News

મેઘકહેરમાં ૬ વ્યક્તિઓના મોત: એનડીઆરએફ અને એરફોર્સની ટીમોને રેસ્કયુ માટે ઉતારાઈ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સતત વડોદરાના સંપર્કમાં, અનેક સોસાયટીઓમાં ચાર થી પાંચ ફૂટ પાણી ભરાયા: વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ: વડોદરામાં વરસાદે ૩૫ વર્ષનો  રેકોર્ડ તોડયો

વડોદરામાં બુધવારે આકાશી સુનામીએ ભારે તબાહી મચાવી દીધી છે. ૧૦ કલાકમાં સુપડાધારે ૨૦ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં સમગ્ર વડોદરામાં પાણી પાણી થઈ ગયું છે. મેઘકહેરમાં ૬ વ્યક્તિઓના મોત નિપજયા છે. અનેક સોસાયટીઓમાં કેડસમાણા પાણી ભરાઈ ગયા છે. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ વહી રહી છે. વરસાદે ૩૫ વર્ષનો રેકોર્ડ તોડયો છે. વડોદરામાં રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એરફોર્સની ટીમો ઉતારી દેવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સતત વડોદરાના સંપર્કમાં છે. પાણી ઉલેચવા માટે ૪૦૦થી વધુ પમ્પો ચાલુ કરી દેવામાં આવ્યા છે. ગઈકાલે બપોરી મધરાત સુધી સુપડાધારે વરસાદ વરસ્યા બાદ મધરાતી મેઘરાજાએ વિરામ લેતા વડોદરાવાસીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

વડોદરામાં ગઈકાલ બપોરે બારેમેઘ ખાંગા યા હતા. બપોરે ૨ વાગ્યાી લઈ રાત્રીના ૧૨ વાગ્યા સુધીના ૧૦ કલાકના સમયગાળામાં વડોદરામાં ૪૯૯ મીમી એટલે કે ૨૦ ઈંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી પરિસ્થિતી સર્જાવા પામી છે. વિશ્ર્વામિત્રી નદી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે અને નદીના પાણી શહેરમાં ઘુસવાની તૈયારીમાં છે. નીચાણવાળા વિસ્તારોમાં માાડુબ પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદમાં દિવાલ ધરાશાયી થતાં ચાર વ્યક્તિઓના મોત નિપજયા હતા. તો અન્ય બે બનાવમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. મેઘકહેરમાં વડોદરામાં ૬ વ્યક્તિના કરુણ મોત થયા છે.

Celestial-Tsunami-In-Vadodara:-Flooding-With-20-Inches-Of-Rain
celestial-tsunami-in-vadodara:-flooding-with-20-inches-of-rain

રાત્રીના ૧૨ વાગ્યા બાદ મેઘરાજાએ વિરામ લેતા વડોદરાવાસીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. શહેરમાં વરસાદ છેલ્લા ૩૫ વર્ષનો રેકોર્ડ તોડયો છે. વિશ્ર્વામિત્રી નદી ભયજનક સપાટીએ પહોંચી જતાં વડોદરાવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. આજે વડોદરામાં શાળા-કોલેજો અને કોર્ટ બંધ રાખવામાં આવી છે. ટ્રેન સેવા પણ ભારે પ્રભાવીત થઈ છે. રોડ-રસ્તાઓ અને સોસાયટીઓ જાણે નદીમાં ફેરવાઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદમાં ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની કચેરીમાં જ ઈમરજન્સી બેઠક બોલાવી હતી અને વડોદરાની સ્થિતિની સમીક્ષા કરી હતી. બે સીનીયર આઈએએસ અધિકારીઓને વડોદરા મોકલી દેવામાં આવ્યા છે. આજે સવારી શહેરમાં એનડીઆરએફની ચાર ટીમો અને એરફોર્સની ટીમો દ્વારા રેસ્કયુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. વડોદરામાં એક જ દિવસમાં સુપડાધારે ૨૦ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં સવારે પણ સૈયાંજી ગંજ વિસ્તારમાં ૫૦થી વધુ સોસાયટીઓમાં પાંચ-પાંચ ફૂટ પાણી ભરાયેલા છે. મોટાભાગના રસ્તાઓ બંધ ઈ ગયા છે. રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વિશ્ર્વામિત્રી નદી આસપાસના વિસ્તારોમાંથી હજ્જારો લોકોનું સ્ળાંતર કરવાની પણ ફરજ પડી હતી. અનેક વિસ્તારોમાં હજુ અંધારપટ્ટ છવાયેલો છે.

રાજ્ય સરકાર પણ વડોદરામાં આકાશી સુનામીને લઈ સતત એલર્ટ છે. હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય રાજ્યમાં એનડીઆરએફની ૧૫ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. આજે સવારી રાજ્યના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

Celestial-Tsunami-In-Vadodara:-Flooding-With-20-Inches-Of-Rain
celestial-tsunami-in-vadodara:-flooding-with-20-inches-of-rain

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.